Connect with us

ધર્મ

મકરસંક્રાંતિના પાવન પર્વે ગાયોને હજારો લાડૂનું દાન

Published

on

નવસારીના જૈન મિત્ર મંડળ દ્વારા લાડૂ અને રોટલી બનાવી પાંજરાપોળમાં ગાયોને ખવડાવવાનું આયોજન

નવસારી : ભારતીય શાસ્ત્રોનુસાર દાન-પુણ્ય માટે મકરસક્રાંતિ શ્રેષ્ઠ દિવસ ગણાય છે. આજના દિવસે લોકો દાન-પુણ્ય કરવા તત્પર રહે છે. જેમા નવસારીના જૈન મિત્ર મંડળ દ્વારા હજારો કિલો લાડુ બનાવી નવસારી આસપાસની પાંજરાપોળમાં જઇ ગાયોને ખવડાવીને ધન્યતા અનુભવી હતી.

હિંદુ માન્યતાનુસાર જ્યારે ભગવાન સુર્ય મકરસ્થ થાય છે, ત્યારે સમગ્ર દિવસ અને સમય શુભ હોય છે અને આ સમયે દાન-પુણ્ય કરવુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શાસ્ત્રોક્ત મહિમાને કારણે ઉત્તરાયણના દિવસે લોકો મોટા પ્રમાણમા અબોલ પશુઓ સહિત પોતાની પરંપરા પ્રમાણે દાન કરતા હોય છે. જેમા ગાયોને દાનનુ પણ મહાત્મ્ય છે. ઉત્તરાયણના પર્વે નવસારીના જૈન યુવાનો દ્વારા છેલ્લા 10 વર્ષોથી નવસારી આસપાસના પાંજરાપોળમાં જઇ ખોડા ઢોરોને લાડુ, રોટલા અને ઘાસચારાનુ દાન કરવામાં આવે છે. આજે પણ જૈન મિત્ર મંડળના યુવાનો દ્વારા અંદાજે 2 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 22 કિલો લાડૂ, 500 કિલો રોટલા અને ઘાસચારા સાથે નવસારીના ખડસુપા સ્થિત ભગવાન મહાવીર પાંજરાપોળ તેમજ છાપરા ગામે, પુર્ણેશ્વર વિસ્તાર તેમજ શહેરની આસપાસ આવેલી પાંજરાપોળમાં જઇ ગાયોને લાડુ અને રોટલા પોતાના હાથે ખવડાવી ધન્યતા અનુભવી હતી.

દક્ષિણ-ગુજરાત

નવસારી મનપાનો નવતર પ્રયોગ : ‘દેવ પ્રસાદી’ ફૂલોની સુવાસ હવે ઘરે ઘરે..!

Published

on

By

રોજના 700 કિલો ફૂલો ભેગા કરી, સફાઈકર્મી મહિલાઓ બનાવશે સુગંધી અગરબત્તી

નવસારી : ધાર્મિક સ્થળો અને લોકો દ્વારા ફેંકી દેવાતા સેંકડો કિલોગ્રામ ફૂલ-હારનો સદ્દઉપયોગ કરીને, નવસારી મહાનગર પાલિકાએ (NMC) એક પ્રશંસનીય ‘ગ્રીન પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ, ભગવાનને અર્પણ કરાયેલા ફૂલોમાંથી ઉત્તમ ગુણવત્તાની અગરબત્તીઓ બનાવવામાં આવી રહી છે, જેની સાથે સફાઈ કર્મી મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો પણ ઉમદા પ્રયાસ હાથ ધરાયો છે.

નદી પ્રદૂષણ અટકાવવા અને ધાર્મિક લાગણી જાળવવા પહેલ

નવસારી શહેરમાં ધાર્મિક સ્થળો અને સ્મશાનમાં રોજના સેંકડો કિલો ફૂલ અને હારનો ઉપયોગ થાય છે. આ ફૂલો મોટાભાગે કચરામાં કે નદીમાં પધરાવવામાં આવતા હોવાથી, નદી પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની રહી હતી. આ સમસ્યાના નિવારણ અને ‘દેવ પ્રસાદી’ ની ધાર્મિક લાગણી જાળવવાના ઉદ્દેશ્ય સાથે મહાનગર પાલિકાના સેનેટરી વિભાગે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં નવસારી શહેરના મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ મળી 78 ધાર્મિક સ્થળો તેમજ સ્મશાન ભૂમિમાંથી રોજના અંદાજે 700 કિલોગ્રામ ફૂલ-હાર મહાપાલિકાના વિશેષ વાહન દ્વારા એકત્ર કરવામાં આવે છે. જેનેરિંગરોડ સ્થિત ગોડાઉનમાં લાવ્યા બાદ, સફાઈ કર્મી મહિલાઓ દ્વારા તેને છૂટા પાડી, સૂકવીને મશીનમાં ક્રશ કરી પાવડર બનાવવામાં આવે છે. આ ફૂલોના પાવડરને અન્ય સામગ્રી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવવામાં આવે છે, જેમાંથી અગરબત્તીઓ તૈયાર થાય છે.

સફાઈ કર્મી મહિલાઓને ‘આવક’ અને ‘નવી ઓળખ’

આ પ્રોજેક્ટથી સફાઈ કર્મી મહિલાઓના જૂથને રોજગારી મળી છે. અત્યાર સુધીમાં આ મહિલાઓએ 3 હજારથી વધુ અગરબત્તીઓ બનાવી છે. પ્રારંભિક તબક્કે આ અગરબત્તીઓનું વિતરણ મનપાના વિવિધ વિભાગોમાં કરાશે. ત્યારબાદ, દિવાળીના તહેવાર નિમિત્તે સ્ટોલ લગાવીને તેનું વેચાણ કરવામાં આવશે. આ ‘અગરબત્તી પ્રોજેક્ટ’ દ્વારા જે ફૂલો ફેંકી દેવાતા હતા, તેની સુવાસ હવે લોકોના ઘરોમાં ફેલાશે. સાથે જ, સફાઈ કર્મી મહિલાઓને તેમની આવકમાં વધારો આપવા સાથે સમાજમાં એક નવી ઓળખ અને સન્માન પણ મળશે.

Continue Reading

તહેવાર

નવ દિવસ બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓ મન મુકીને ગરબે ઝૂમ્યા

Published

on

By

જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ જવાનો માટે કરાયું ગરબાનું વિશેષ આયોજન

નવસારી : નવ દિવસો સુધી નવરાત્રમાં બંદોબસ્તમાં રહી લોકોની સુરક્ષામાં ખડે પગે રહેનારા નવસારી જિલ્લા પોલીસના જવાનો આજે પરિવાર સાથે મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા.

પોલીસ અધિકારીઓ, જવાનો પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે ગરબા રમ્યા

નવરાત્રિના નવ દિવસો દરમિયાન નવસારી શહેર સહિત જિલ્લામાં અનેક ઠેકાણે કોમર્શિયલ તેમજ શેરી મોહલ્લામાં ગરબાના આયોજન થયા હતા. નવરાત્રીમાં લોકો માતાજીની ભક્તિમાં મગ્ન બને છે અને નવ દિવસ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે મોડી રાત સુધી ચાલતા ગરબામાં કોઈ અનિચ્છિય ઘટના ન બને, એ માટે જિલ્લા પોલીસના જવાનો ખડે પગે બંદોબસ્તમાં તૈનાત હોય છે. નવરાત્રના નવ દિવસો દરમિયાન પોલીસકર્મીઓ ફરજ પર હોવાથી પરિવારજનો પણ તેમના વિના ગરબા રમવામાં મૂંઝાતા હોય છે. આજે જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા રમઝટ 2.0 માં જિલ્લા પોલીસના અધિકારીઓ, જવાનો તેમજ તેમના પરિવાર માટે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નવ દિવસો સુધી સતત બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો આજે ગરબાના સૂરમાં અને ઢોલના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે પણ પોતાના પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

આસુરી શક્તિઓના પ્રતિક દશાનન રાવણનું થયું દહન

Published

on

By

નવસારીના ઈતિહાસમાં પ્રથમવાર રાવણ દહન કાર્યક્રમ યોજાતા શહેરીજનો ઉમટી પડ્યા

નવસારી : અધર્મ પર ધર્મની વિજયના પ્રતીક રૂપ વિજયાદશમીના પાવન પર્વ પર નવસારી મહાનગર પાલિકા દ્વારા શહેરના લુન્સીકુઈ મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં, નવસારીના ઈતિહાસમાં પ્રથમવાર ભગવાન રામે તીર ચલાવી મહાકાય દશાનનનું દહન કર્યુ હતું.

રાવણ દહન પૂર્વે ભવ્ય આતશબાજી પણ યોજાઈ

નવસારી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ અનેક નવા નવા આયોજનો કરી રહી છે. જેમાં.નવસારી શહેરના ઈતિહાસમાં પ્રથમવાર ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. દિલ્હીથી 35 ફૂટ ઉંચો રંગબેરંગી તૈયાર રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાદના 30 ફૂટ ઉંચા પૂતળા મંગાવવામાં આવ્યા હતા. રાવણ સાથે અન્ય બેનપૂતળાને નવસારીમાં ઇન્સ્ટોલેશન કરી, તેમાં અંદાજે 5 લાખ રૂપિયાના ફટાકડા અને આતશબાજી મૂકવામાં આવી હતી. લુન્સીકુઈ મેદાનમાં આયોજિત રાવણ દહન કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ કમિશ્નર દેવ ચૌધરી સહિત શહેરના પદાધિકારીઓ, આગેવાનો અને મહા પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દુરાગ્રહ, અહંકાર અને દુષ્ટતાના પ્રતીક સમા 35 ફૂટ ઉંચા રાવણ, આળસ અને અજ્ઞાનના પ્રતીક સમા કુંભકર્ણ અને અહંકાર સાથે આસુરી શક્તિના પ્રતીક સમા મેઘનાદ (ઇન્દ્રજીત) ના પૂતળાને ભગવાન શ્રી રામના રૂપમાં આવેલ યુવાને ધર્મ અને જ્ઞાન રૂપી તીર ચલાવી લંકેશ સાથે તેના પુત્ર અને ભાઈનું દહન કર્યુ હતું. રાવણ દહનના કાર્યક્રમમાં નવસારીના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શહેરમાં પ્રથમવાર યોજાયેલા રાવણ દહન કાર્યક્રમને લઈ, શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Continue Reading
Advertisement

Trending