પટેલ ફળિયાના સ્થાનિકોએ ઉગ્ર આક્રોશ સાથે રસ્તાનું કામ અટકાવ્યુ
નવસારી : ચીખલી તાલુકાના ગોડથલ ગામે ૨.૧૫ કિમીનો અડધો રસ્તો બનાવ્યા બાદ તેની દિશા બદલી નંખાતા પટેલ ફળિયાના સ્થાનિકોએ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે આજે સવારે રસ્તાનું કામ અટકાવી દીધુ હતુ. પટેલ ફળિયાથી ઢોલુંબર તરફના ૭૦૦ મીટરના રસ્તાને સમય મર્યાદા બાદ પણ ન બનતા ગ્રામીણોના વિરોધને પગલે માર્ગ મકાનના અધિકારી અને ગામના સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ જો રસ્તાનું કામ શરૂ ન થાય તો ગ્રામીણોએ ગાંધી માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, જયારે માર્ગ મકાનના અધિકારીએ ૩ દિવસમાં કામ શરૂ કરવાનું આશ્વાસન આપ્યું હતુ.


ગુજરાતના વિકાસમાં રસ્તાઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે. જેમાં ગામડાઓનાં નાના-નાનાં રસ્તાઓ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જિલ્લા પંચાયત હસ્તક બનાવવામાં આવતા ગામડાઓમાં પણ વિકાસની ગતિ જોવા મળી રહી છે. પરંતુ ઘણીવાર અધિકારી અને કોન્ટ્રાકટરને કારણે ગામડાનાં લોકોએ સમસ્યાનો સામનો કરવો પડે છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં અંતરિયાળ એવા ગોડથલ ગામના પટેલ ફળિયામાં આવેલ મસ્જીદથી પીપળા અને ત્યાંથી પૂર્વ સરપંચ બિપિનભાઈના ઘરથી ઢોલુંબર ગામ તરફ જતો રસ્તો ૪૯ લાખ રૂપિયા ખર્ચે એક વર્ષ અગાઉ મંજૂર થયો હતો. ત્રણ ટુકડામાં બનનારા રસ્તામાં મસ્જીદથી પીપલા સુધીનો ૬૦૦ મીટરનો માર્ગ અને ત્યારબાદ પૂર્વ સરપંચના ઘરથી ઢોલુંબર ગામ તરફનો ૭૦૦ મીટરનો માર્ગ નોન પ્લાન રસ્તામાં બનાવવાના હતા. જયારે મસ્જીદથી આગળ ફક્ત રી કાર્પેટિંગ કરવાનું હતું. પરંતુ જિલ્લા પંચાયત હસ્તકના ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ગોડથલના પટેલ ફળિયામાં પીપળાથી મસ્જીદ અને ત્યાંથી આગળનો માર્ગ પણ નોન પ્લાન રસ્તા તરીકે જ બનાવી દીધો હતો. જયારે પૂર્વ સરપંચના ઘરથી ઢોલુંબર સુધીનો માર્ગ રસ્તાની સમય મર્યાદા પૂરી થવા છતાં પણ શરૂ ન થતા સ્થાનિકોએ તપાસ કરી હતી. જેમાં પૂર્વ સરપંચ બિપીનભાઈના ઘરથી ઢોલુંબર સુધીનો માર્ગ નોન પ્લાન રસ્તા હેઠળ બનાવવાનો હતો, પરંતુ માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ એ માર્ગ ન બનાવી કોઈક અગમ્ય કારણ સર માર્ગની દિશા જ બદલી નાખતા ગામલોકોમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાની બુમરાણ ઉઠવા પામી હતી. સાથે જ આજે સવારે ગ્રામીણોએ સ્થાનિક આગેવાનોની સાથે મસ્જીદ તરફ ચાલતા રસ્તાને કામને અટકાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોના વિરોધને પગલે માર્ગ મકાન વિભાગના એસઓ અને ગામના સરપંચ પણ દોડી આવ્યા હતા. જેમાં સરપંચે માર્ગ મકાન વિભાગના એસઓ બ્રિજેશ પટેલને તેમની ભૂલ હોવાની વાત કરી રસ્તો બનાવી આપવા જણાવ્યું હતું. ગ્રામજનોનો વિરોધ જોતા એસો બ્રિજેશે પોતાના ઉપરીઓ સાથે વાત કરી ૩ દિવસમાં નહિ બનેલા રસ્તાનું કામ શરૂ કરવાનું આશ્વાસન આપી ઘટના સ્થળેથી ચાલતી પકડી હતી.

ધારાસભ્યનાં વેવાઈનાં ઘરનો રસ્તો બનાવાયો હોવાની ચર્ચા
મારા ગામથી નજીકનું જ ગામ છે. ગામના પટેલ ફળિયામાં મસ્જીદથી બિપિનભાઈના ઘર સુધીના રસ્તાનો ઉલ્લેખ છે, જોકે મારા વેવાઈ પણ પટેલ ફળિયામાં જ રહેતા હોવાથી કોંગ્રેસે મુદ્દો બનાવ્યો હતો, રસ્તાનું કામ હજુ ચાલુ જ છે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નાના ફળિયા પણ આવરી લેતા હોય છે, આ માર્ગથી થોડે આગળ અન્ય એક મોહલ્લો પણ આવ્યો છે, જેને પણ આવરી લેવા માટે માર્ગ મકાન વિભાગને જણાવ્યું હતું. મારા મત વિસ્તારનું ગામ નથી, પણ ગામનો વિકાસ અમારા માટે મુખ્ય છે, કોંગ્રેસે ખોટો મુદ્દો બનાવ્યો હતો, પરંતુ ગ્રામીણો સાથે વાત થઇ છે અને આ મુદ્દે બાકીનો માર્ગ વહેલો બને એ માટે માર્ગ મકાન વિભાગને પણ સૂચના આપી દીધી છે.
??????????????? ????????????, ??????????????? ???????????????, ??????????????? ?????????, ???????????? ???????????????, ???????????????

ગોડથલ પટેલ ફળિયામાં મસ્જીદથી પીપલા અને ત્યાંથી બિપીનભાઈના ઘરથી ઢોલુંબર જતો રસ્તો મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂર થયો હતો. પરંતુ અધિકારીઓએ પદાધિકારીઓના મેળાપીપળામાં બીજી તરફ બનાવતા અમને ખબર પડી, એટલે આજે ગામલોકોએ ભેગા થઇને સખત વિરોધ કર્યો હતો. અમારો રસ્તો થાય એ માટે જલદ આંદોલન પણ કરવા તૈયાર છે. એસઓ સાથે વાત થઇ છે, ત્રણ દિવસની મુદ્દત આપી છે, જો કામ ન થશે તો ગાંધી માર્ગે આંદોલન કરીશું. આદિવાસી વિસ્તારને અન્યાય થયો છે અને રસ્તો બીજે ગયો એટલે ભ્રષ્ટાચાર જ ગણાય, અમે અન્યાય સામે લડવા તૈયાર છે.
બિપિન પટેલ, પૂર્વ સરપંચ, ગોડથલ ગામ, પટેલ ફળિયા, ચીખલી
વિરોધને પગલે માર્ગ મકાન વિભાગ અને સરપંચ દોડી આવ્યા, ૩ દિવસમાં કામ શરૂ કરવાનું આપ્યું આશ્વાસન


ગોડથલ ગામમાં જે રસ્તો મંજૂર થયો હતો, એ આખોને આખો બદલી નાંખ્યો, એની દિશા બદલી નાંખી છે. મસ્જીદથી બીપીનભાઈના ઘરથી ઢોલુંબર જતા માર્ગને બદલે ઉલટ કરી નાંખ્યો એ સરકારનો સીધો ભ્રષ્ટાચાર છે. આ પ્રકારે આદિવાસી વિસ્તારમાં ઘણા કામો કરે છે, આ રસ્તો બીજી જગ્યાએ, બીજો રસ્તો ત્રીજી જગ્યાએ,
રાજેન્દ્ર ઉર્ફે ગાંધી થોરાટ, સમાજસેવી, મિયાઝરી, ચીખલી