નવસારી

જલાલપોરમાં બંધ ઘરમાં આગ, ફાયર ફાયટરોએ મીનીટોમાં કાબુ મેળવ્યો

Published

on

નવસારીના જલાલપોરનાં મુખ્ય રસ્તા પર સ્થિત બેંક ઓફ બરોડા પાસેના એક બંધ ઘરમાં સોમવારે મોડી સાંજે અચાનક આગ લગતા આસપાસ અફરાતફરી મચી ગઈ હતી. ઘનતાની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલા નવસારી ફાયરના જવાનોએ થોડીજ મીનીટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જયારે તાલુકામાં અન્ય બે જગ્યાએ પણ નાની આગની ઘટનાઓ સામે આવી હતી.

નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં જલાલપોર જવાના મુખ્ય માર્ગ પર આવેલી બેંક ઓફ બરોડાની પાસે સ્થિત કરિયાણાની દુકાનમાં અચાનક ધુમાડો નીકળવા લગતા આસપાસના દુકાનદારો અને રાહદારીઓમાં ગભરાત ફેલાયો હતો. જેથી તાત્કાલિક નવસારી ફાયર બ્રિગેડને જાણ કરતા જલાલપોરનાં ફાયર સ્ટેશન સહીત પૂર્વના મુખ્ય ફાયર સ્ટેશનેથી મળીને કુલ ત્રણ ફાયર ફાયટરો સાથે ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે તાત્કાલિક પાણીનો મારો ચલાવી ફાયરના જવાનોએ મીનીટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણસર લાગી હતી, એનું કારણ જાણી શકાયુ ન હતું, પરંતુ સમય પર ફાયરનાં જવાનો પહોંચાતા મોટી દુર્ઘટના ટળી હતી. જયારે નવસારી જિલ્લામાં અન્ય બે જગ્યાઓએ પણ આગ લાગવાના કોલ નવસારી ફાયર બ્રિગેડને મળ્યા હોવાની માહિતી મળી હતી. જેમાં ઇટાળવા રોડ ઉપર આવેલ એક ઘરમાં શોર્ટ સર્કીટથી અને બારડોલી રોડ ઉપર આવેલ હાઈ ટ્રેન્ડ પ્લાયવૂડની દુકાનમાં પણ આગ લાગી હતી. જોકે ફાયર ફાયટરો દ્વારા આગ પર ત્વરિત કાબુ મેળવાતા મોટી નુકશાની ટળી હતી.

Click to comment

Trending

Exit mobile version