Connect with us

જુગાર

ચીખલીના આલીપોર ગામનો સરપંચ જુગાર રમતા ઝડપાયો

Published

on

ખુંધ પોકડા ગામેથી ચીખલી પોલીસે 4 જુગારીઓને રંગે હાથ પકડ્યા

નવસારી : નવસારીના ચીખલી તાલુકાના ખુંધ પોક્ડા ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આલીપોર ગામના સરપંચ સહિત 4 જુગારીઓને ચીખલી પોલીસે રંગે હાથ પકડી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી પોલીસે 95 હજારથી વધુનો મુદ્દામાલ ક્બ્જે કરી આગળની તપાસ આરંભી છે.

આરોપીઓ પાસેથી દાંવમાં મુકેલી રોકડ સહિત 95 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસની ટીમ આજે સાંજે ચીખલી નજીકના ગામડાઓમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસના PC લલિત રત્નાભાઇ અને PC ગણપત ઇશ્વરભાઇને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, ચીખલી નજીકના ખુંધ પોંકડા ગામે નિશાળ ફળિયામાં રહેતા સંજય ગાંડાભાઇ પટેલનાં ઘરના પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગોળ કુંડાળુ કરીને તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જેને આધારે PSI એસ. જે. કડીવાલાની આગેવાનીમાં ચીખલી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પોલીસે 4 જુગારીઓને પકડી પડ્યા હતા, જયારે બે શકુનિઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી આલીપોર ગામના સરપંચ અને આલીપોરના મજીવેડ ફળિયામાં રહેતા 38 વર્ષીય નરેશ પટેલ સાથે ખુંધ પોંકડાના 46 વર્ષીય સંજય પટેલ, ખુંધ પોંકડાના ગોઠણ ફળિયાના 43 વર્ષીય સુરેશ હળપતિ અને બામણવેલ ગામના મોચી ફળિયામાં રહેતા 30 વર્ષીય હિરલ પટેલની ધરપકડ કરી હતી. જયારે બામણવેલ ગામના પહાડ ફળિયામાં રહેતો વિજય ઝામઘાડે અને ચીખલીના માણેકપોર ગામે રહેતો ઉત્તમ પટેલ ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી દાંવમાં લાગેલ 32,790 રૂપિયા રોકડા, 18 હજાર રૂપિયાના 5 મોબાઈલ અને 45 હજાર રૂપિયાની બે બાઇક મળી કુલ 95,790 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ચીખલી પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. જયારે ભાગી છુટેલા વિજય અને ઉત્તમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસને વેગ આપ્યો છે.

અપરાધ

ઇટાળવા નહેર પાસેથી 3 જુગારીઓ પકડાયા, 6 ભાગવામાં સફળ

Published

on

By

નવસારી ગ્રામ્ય પોલીસે 2.૩૩ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

નવસારી : નવસારી શહેરના ઇટાળવા સ્થિત નહેર નજીકની ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા 3 શકુનિઓને નવસારી ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યા હતા. જયારે પોલીસને જોઈ 6 જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

જુગારીઓ બેખોફ જુગાર રમી રહ્યા હતા અને પોલીસ ત્રાટકી

મળતી માહિતી અનુસાર, નવસારીના ઇટાળવા વિસ્તારમાં આવેલ લેક પાલ્મ વિલાની સામે નહેર નજીકમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો રૂપિયા ઉપર હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. જેની બાતમી મળતા જ નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે છાપો માર્યો હતો. પોલીસને જોઈ નહેર જુગારિયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે પોલીસે તરત તરાપ મારીને કાલીયાવાડીના તલાવડી ફળિયાના જતીન પટેલ, નવસારીના ભેંસતખાડા માછીવાડના મહેશ દંતાણી અને તીઘરા નવી વસાહતમાં રહેતા યોગેશ કુંકણાને દબોચી લીધા હતા. જયારે ઘટના સ્થળેથી નવસારીના કસ્બાપાર ગામના વિવેક ઉર્ફે વાણીયો નિર્વાણ, નવસારીના કબીલપોરના જામપીર મોહલ્લાના અમિત જોગી, નવસારીના તિઘરા નવી વસાહતના ભાવિન પટેલ, નવસારીના ઝવેરી સડકના સલીમ મંગેરા, નવસારીના ભેંસતખાડા માછીવાડના હિમાંશુ ઢીમ્મર અને દશેરા ટેકરીના અલ્પેશ ઉર્ફે અપ્પુ ભાગવામાં સફળ રહ્યા હતા, જે 6 જુગારીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે ઘટના સ્થળેથી દાંવમાં મુકેલા તેમજ આરોપીઓની અંગ ઝડતીમાંથી 10,500 રૂપિયા રોકડા, 13 હજાર રૂપિયાના ત્રણ મોબાઈલ ફોન, 2.10 લાખ રૂપિયાની 4 બાઇક મળીને કુલ 2.૩૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.

Continue Reading

અપરાધ

નવસારીની સરદાર ટાઉનશીપ પાસેથી 10 જુગારીયાઓ ઝડપાયા

Published

on

By

પોલીસે ઘટના સ્થળેથી 39 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે

નવસારી : નવસારી શહેરના સરદાર ટાઉનશીપ વિસ્તારમાંથી તીનપત્તીનો જુગાર રમતા 10 જુગારીયાઓને નવસારી ટાઉન પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 39 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.

આરોપીઓ ગોળ કુંડાળુ કરીને બિન્દાસ તીનપત્તીનો જુગાર રમતા હતા

મળતી માહિતી અનુસાર, નવસારી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શહેરના સરદાર ટાઉનશીપ નજીક એપલ રેસીડન્સીની સામે કેટલાક ગોળ કુંડાળુ કરીને તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે છાપો મારી, 10 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી તીનપત્તીનો જુગાર રમવા ઉપયોગમાં લેવાયેલ ગંજીપાના, જુગારીયાઓની અંગ ઝડતી અને દાંવમાં મુકેલ રૂપિયા મળીને કુલ 11,350 રૂપિયા રોકડા, 28 હજાર રૂપિયાના 5 મોબાઈલ ફોન મળીને કુલ 39,350 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, ટાઉન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.

જુગાર રમતા પકડાયેલા 10 શકુનિઓ

છના ધુડકુ મહાલે (56), રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ, સરદાર ટાઉનશીપ નજીક, નવસારી, 2) સંજય સાહેબરાવ સાળુંકે (46), શિવનગર, બીજી ગલી, વિજલપોર, નવસારી, 3) હેમચંદ્ર ઉર્ફે લાલુ દેવીલાલ શર્મા (32). રામનગર 2, રામનગર સર્કલ પાસે, વિજલપોર, નવસારી, 4) રાજકુમાર બિદેશી ભારતિય (35), આંબાવાડી, રેવાનગર ત્રીજી ગલી, વિજલપોર, નવસારી, 5) કિશન મુકેશ હળપતિ (20), મોટારા ફળિયા, આનંદનગરની પાછળ, વિજલપોર, નવસારી, 6) વિક્રમ મહેશ પટેલ (36), શારદા વિદ્યામંદિરની બાજુમાં, સરદાર ટાઉનશીપ નજીક, નવસારી, 7) ભરતકુમાર માધુ ચાવડા (45), ઘેલખડી, ભગત ફળિયા, નવસારી, 8) ભાઉસાહેબ વિષ્ણુ સોનવણે (48), રામનગર 3, રામનગર સર્કલ, વિજલપોર નવસારી, 9) ગણેશ સુખદેવ પાટીલ (28), હનુમાન નગરની બાજુમાં, સહયોગ સોસાયટી, વિજલપોર, નવસારી, 10) દિનેશ ઇન્દ્રમણી શુક્લા (40), શિતલનગર, આકાશગંગા સોસાયટીની સામે, વિજલપોર, નવસારી  

Continue Reading

અપરાધ

વાંસદાના ચાપલધરા ગામેથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

Published

on

By

નવસારી LCB પોલીસે બાતમીને આધારે છાપો મારી જુગારીયાઓને પકડ્યા

નવસારી : નવસારી LCB પોલીસે મળેલી બાતમીને આધારે વાંસદા તાલુકાના ચાપલધરા ગામે છાપો મારી 7 વરલી મટકાનો જુગાર રમાડતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ 42,130 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે વાંસદા તાલુકામાં જુગારના ગુના શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન LCB ના HC ગણેશ દિનુને બાતમી મળી હતી કે, ચાપલધરા ગામના ડુંગરી ફળિયામાં ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે 7 વરલી મટકાનો જુગાર રમાડાઈ રહ્યો છે, જેને આધારે પોલીસે ઘટના સ્થળે છાપો મારી 7 વરલી મટકાનો શ્રીદેવી બજાર, ટાઈમ બજાર અને નીલમ બજારનો જુગાર રમાડતા ચીખલી તાલુકાના વાંઝણા ગામનો વિજય ઠાકોર પટેલ અને સુરતના મહુવા ગામના પારસીવાડમાં રહેતા વિકેન રાજેશ ભંડારીને દબોચી લીધા હતા. જ્યારે વાંસદાના મુકેશને વોન્ટેડ જાહેર કરી, ઘટના સ્થળેથી વરલી મટકાના આંક લખેલી ચિઠ્ઠીઓ, કાગળની કાપલીઓ, 30 હજાર રૂપિયાના મોબાઈલ ફોન, 12,130 રૂપિયા રોકડા રૂપિયા મળી, કુલ 42,130 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વાંસદા પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસને વેગ આપ્યો છે.

Continue Reading
Advertisement

Trending