ગ્રામ્ય સ્તરે વન મહોત્સવની ઉજવણીની સાથે એક હજારથી વધુ રોપાઓ રોપી, કરાયું માતૃવનનું નિર્માણ
નવસારી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 75 મો જન્મ દિવસ છે, જે નિમિત્તે નવસારી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ” એક પેડ મા કે નામ ” અંતર્ગત જિલ્લાના 6 તાલુકાઓ વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ જિલ્લાના ઘના ગામડાઓમાં માતૃ વનનું પણ નિર્માણ કરવામાં આવ્યુ છે.
પ્રધાનમંત્રીના 75 માં જન્મ દિવસે 5 હજાર રોપાનું થયુ વિતરણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 75 મો જન્મ દિવસ છે. ત્યારે સમગ્ર દેશમાં અનેક સેવાકીય કાર્યો કરી, પ્રધાનમંત્રી મોદીનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે નવસારી સમાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી દ્વારા ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મળી રહે, એ હેતુથી વધુમાં વધુ વૃક્ષો રોપાય એ હેતુથી ” એક પેડ, માં કે નામ ” ટેગ લાઈન સાથે વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યુ છે. ત્યારે નવસારી સમાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં લાખો વૃક્ષોનું વાવેતર થાય એવો ટાર્ગેટ રાખી, તાલુકા કક્ષાના વન મહોત્સવ પ્રસંગે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય એવા પ્રયાસ કર્યા છે. જેમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પ્રસંગે ” એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત જિલ્લાના 6 તાલુકાઓમાં 5 હજાર રોપાઓનું વિતરણ કરી, વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એવા પ્રયાસો કર્યા છે. જેની સાથે જ જિલ્લાના ગામડાઓમાં પણ વન મહોત્સવની ઉજવણી કરી, એક હજારથી વધારે રોપાનું વાવેતર કરી ” માતૃવન ” નું નિર્માણ કરવામાં આવ્યુ છે.
પ્રધાનમંત્રીના જન્મ દિને આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે વન વિભાગના રોપા વિતરણ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય ધારાસભ્ય નરેશ પટેલ, નવસારી તાલુકા પ્રમુખ પ્રતિભા આહિર, સમાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર તેમજ નવસારી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ ચીખલી કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.