રેલ્વે ફૂટ ઓવરબ્રિજ હોવા છતાં, લોકો બંધ રેલ્વે ફાટક ક્રોસ કરતા અચકાતા નથી
નવસારી : નવસારીના પૂર્વમાંથી પશ્ચિમમાં અને પશ્ચિમમાંથી પૂર્વમાં આવવા માટે લોકોએ રેલ્વે ટ્રેક ઓળંગવો (Railway Crossing) ફરજિયાત થઈ જાય છે. ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર (DFCC) અંતર્ગત રેલ્વે ઓવરબ્રિજ (Railway Overbridge) બન્યા બાદ નવસારી રેલવે સ્ટેશનની (Navsari Raliway Station) ફાટક બંધ કરવામાં આવી છે. નવસારી રેલ્વે સ્ટેશન (Navsari Railway Station) પર ફૂટ ઓવર બ્રિજ (Foot Over bridge) હોવા છતાં, લોકો બંધ રેલ્વે ફાટકથી રેલ્વે ટ્રેક (Railway Track) ઓળંગે છે. જ્યાં આજે સવારે ફાટક ઓળંગતી (Railway Crossing) વખતે એક આધેડને પગમાં સળીયો વાગતા લોહી લુહાણ થયા હતા.
રેલ્વે ઓવર બ્રિજ બન્યા બાદ બંધ કરવામાં આવી છે ફાટક, પણ લોકો જીવના જોખમે કરે છે પાર
ભારત સરકાર દ્વારા માલ ગાડીઓ માટે ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર (DFCC) યોજના હેઠળ દાદરીથી મુંબઈ સુધી એક અલાયદો રેલ્વે ટ્રેક (Railway Track) નાંખવામાં આવ્યો છે. જેના માટે તમામ રેલ્વે ફાટકો બંધ કરી રેલ્વે ઓવર બ્રિજ (Railway Over Bridge) અથવા રેલ્વે અંડરપાસ (Railway Underpass) બનાવવામાં આવ્યા છે. નવસારી રેલ્વે સ્ટેશન (Navsari Railway Station) નજીક ગત વર્ષે રેલ્વે ઓવર બ્રિજ (Railway Over Bridge) પૂર્ણ થતા રેલ વિભાગ દ્વારા રેલ્વે ફાટક બંધ કરવામાં આવી હતી. ફાટક બંધ થયા બાદ પણ પૂર્વમાંથી પશ્ચિમમાં અને પશ્ચિમમાંથી પૂર્વમાં આવતા લોકો કોઈપણ રોકટોક વગર બંધ રેલ્વે ફાટક પાસેથી જ ટ્રેક ઓળંગે (Railway Crossing) છે. જીવના જોખમે વિદ્યાર્થીઓથી લઈ વૃદ્ધો પણ બંધ રેલ્વે ફાટક ઓળંગે (Railway Crossing) છે, જેના કારણે અનેક અકસ્માતો (Accidents) પણ થઈ રહ્યા છે. આજે પણ સવારના સમયે બંધ રેલ્વે ફાટક ક્રોસ (Railway Crossing) કરતા એક આધેડને પગમાં રેલ્વે ટ્રેક (Railway Track) પાસેનો સળિયો વાગી જતા ગંભીર ઈજા થઈ હતી અને લોહી લુહાણ થયા હતા. ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેમને ટ્રેકથી બાજુમાં બેસાડી પગે કામચલાવ પાટો બાંધ્યો હતો. જોકે ઘટના બાદ પણ લોકોએ રેલ્વે ટ્રેક ઓળંગવાની (Railway Crossing) ચાલુ રાખ્યુ છે.
ફૂટ ઓવર બ્રિજ ઉપરથી વિના મુલ્યે આવન જાવનની મંજુરી, પણ લોકો નથી કરતા ઉપયોગ
ઉલ્લેખનીય છે કે, નવસારી રેલ્વે સ્ટેશન (Navsari Railway Station) નજીકની ફાટક બંધ થયા બાદ પણ લોકો જીવના જોખમે રેલ્વે ટ્રેક ક્રોસ (Railway Crossing) કરે છે. જેમાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. રેલ્વે સ્ટેશન પાસે ફૂટ ઓવર બ્રિજ (Foot Over Bridge) બનાવવામાં આવ્યો છે. જેમાં વિના મુલ્ય લોકો એક છેડેથી બીજે છેડે જઈ શકે એની રેલ્વે દ્વારા પરવાનગી પણ આપવામાં આવી છે. તેમ છતાં લોકો ફૂટ ઓવર બ્રિજનો (Foot Over Bridge) ઉપયોગ કરતા નથી અને સરળતા અપનાવી જીવના જોખમે બંધ રેલ્વે ફાટક પાસેથી રેલ્વે ટ્રેક ક્રોસ (Railway Crossing) કરે છે.