અપરાધ

બોરીયાચ ટોલનાકા નજીકથી 2.62 લાખનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સાથે ચાલક ઝડપાયો

Published

on

પોલીસે ઘટના સ્થળેથી 7.72 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર બોરીયાચ ટોલનાકા નજીકથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે 2.62 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે ભગારામ દેવાસી સહિત બે ખેપીયાઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસે બે ખેપીયાઓને વોન્ટેડ જાહેર કર્યા

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી રોજના લાખોનો વિદેશી દારૂ હાઈવે અને આંતરિક માર્ગો પરથી પસાર થઈ જાય છે. ખેપીયાઓ વિવિધ તિકડમ લગાવી દારૂને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પહોંચાડે છે. ગત રાતે પણ નવસારી LCB પોલીસની ટીમ નેશનલ હાઇવે નં. 48 ઉપર પેટ્રોલીંગમાં હતી. ત્યારે ASI દિગ્વિજયસિંહ જગતસિંહ અને HC લલિત અશોકને બાતમી મળી હતી કે, વલસાડ તરફથી વિદેશી દારૂ ભરેલ એક ટેમ્પો નવસારી તરફ જઈ રહ્યો છે, જેને આધારે બોરીયાચ ટોલનાકા નજીક પોલીસે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા, ટેમ્પામાંથી 2.62 લાખ રૂપિયાની વ્હિસ્કી બિયરની કુલ 1377 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે ક્રિષ્ના ટ્રાન્સપોર્ટની ઓફિસમાં રહેતા મૂળ રાજસ્થાની રમેશ દેવારામ દેવાસીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો ભગારામ દેવાસીએ ભરાવી આપ્યો હતો અને તેને સુરતના કડોદરા ઓવર બ્રિજ પાસે અજાણ્યાને આપવાનો હતો. જેથી પોલીસે ભગારામ સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે. સાથે જ ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 5 લાખનો ટેમ્પો, 10 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 7.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.

Click to comment

Trending

Exit mobile version