Connect with us

અપરાધ

2.71 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ

Published

on

વલસાડ અને સુરતના બે બૂટલેગરો વોન્ટેડ

નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર આલીપોર ગામ નજીકથી ચીખલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક કારમાંથી 2.71 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે વલસાડ અને સુરતના બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી 5.31 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી અનુસાર, નવસારીની ચીખલી પોલીસ નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલીંગમાં હતી. દરમિયાન HC યુવરાજસિંહ જુવાનસિંહ અને HC મહેન્દ્ર નેભાભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે. જેને આધારે પોલીસે હાઈવે પર આલીપોર ગામ નજીકની એક હોટલ પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા કારમાંથી 2.71 લાખ રૂપિયાની વ્હિસ્કી અને બીયરની કુલ 816 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક અને સુરતના વરાછા વિસ્તારમાં L H રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય જીગ્નેશ દેસાઈની ધરપકડ કરી હતી. જેની કડકાઈથી પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો વલસાડ જિલ્લાના કુંભારીયાના કાલુએ ભરાવી આપ્યો હતો, જેને સુરતના પાલ ખાતેના જીતુએ મંગાવ્યો હતો. જેથી પોલીસે કાલુ અને જીતુ બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે ઘટના સ્થળેથી પોલીસે વિદેશી દારૂ સાથે મોબાઈલ ફોન, કાર અને રોકડ મળીને કુલ 5.31 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચીખલી પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી, તપાસને વેગ આપ્યો છે.

અપરાધ

નવસારીમાં ધોળા દિવસે સલૂનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ

Published

on

By

હિંમતવાન સંચાલિકાએ બૂમાબૂમ કરતાં બદમાશ પકડાયો

નવસારી: નવસારીમાં ધોળે દહાડે લૂંટના પ્રયાસની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. શહેરની અજીત સોસાયટી સ્થિત એક કોમ્પ્લેક્સમાં કાર્યરત સલૂનમાં એક બદમાશ ઘૂસી ગયો અને સંચાલિકાને બ્લેડ બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંચાલિકાની હિંમતને કારણે લુંટારૂને સ્થાનિકોને પકડી મેથીપાક ચખાડ્યા બાદ પોલીસને સોંપ્યો હતો.

સ્થાનિકોએ બદમાશને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો

મળતી માહિતી અનુસાર, નવસારીની અજિત સોસાયટી પાસે આવેલ એક કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ શેડો સલૂનમાં બપોરના સમયે એક બદમાશ પહેલા પોતાની બહેનને મેકઅપ કરવાની પૂછપરછ કરી સલૂનમાં કોણ કોણ છે એની તપાસ કરી ગયો હતો. બાદમાં સલૂન સંચાલિકા શિતલ સાંગલેને એકલી જોઈ પાછો આવ્યો હતો. બદમાશે શિતલને બ્લેડ બતાવી ધમકાવી હતી અને એની પાસે રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંચાલિકા શિતલે ગભરાયા વિના હિંમત દાખવી જોરથી બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ સ્થિતિ સમજી ભગવા જતા બદમાશને પકડી લીધો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ લૂંટના ઇરાદે આવેલા બદમાશને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. સાથે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસની જનરક્ષક વાન ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકોએ બદમાશની કરતૂત વિશે માહિતી આપી, લૂંટારૂને પોલીસને સોંપ્યો હતો. જનરક્ષક વાનની પોલીસ ટીમે આરોપી લુંટારૂને અટકમાં લઈ તેને નવસારી ટાઉન પોલીસ મથકે લઈ જઈ કાયદાકીય કાર્યવાહી આરંભી હતી. ધોળે દહાડે લૂંટની ઘટનાને લઈ શહેરીજનોમાં ચિંતા જોવાઈ હતી. જોકે, સંચાલિકાની હિંમત અને જાગૃત નાગરિકોની ત્વરિત કાર્યવાહીને કારણે લૂંટનો મોટો બનાવ અટકાવવામાં સફળતા મળી હતી.

Continue Reading

અપરાધ

2.62 લાખનો વિદેશી દારૂ ભરેલ પીકઅપ સાથે એકની ધરપકડ

Published

on

By

પોલીસે દારૂ મંગાવનાર રાજુ સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નવસારીના ચીખલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાનકુવા ચોકડી પાસેથી 2.62 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલ પીકઅપ સાથે ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ મંગાવનારા રાજુ સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી 7.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી અનુસાર, નવસારીની ચીખલી પોલીસ તાલુકાના રાનકુવા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન HC વિજય દેવાયતભાઈ અને PC જયપાલસિંહ બળવંતસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ રંગની પીકઅપ વાંસદાથી રાનકુવા, ટાંકલ, ખારેલ થઈ સુરત તરફ જઈ રહ્યો છે, જેના હૂડના ખાનામાં વિદેશી દારૂ સંતાડ્યો છે. જે બાતમીને આધારે પોલીસે રાનકુવા ચોકડી પાસે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો પીકઅપ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 2.62 લાખ રૂપિયાની વ્હિસ્કી અને બીયરની કુલ 1296 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ચાલક અને સુરતના લિંબાયત સ્થિત શિવકૃપા સોસાયટીમાં રહેતા ઉપેન્દ્રપસાદ છઠૂ ભગતની ધરપકડ કરી હતી. જેની કડકાઈથી પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો રાજુએ મંગાવ્યો હતો અને તેના માણસે ભરાવી આપ્યો હોવાનું જણાવતા, પોલીસે બંનેને બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે ઘટના સ્થળેથી પોલીસે વિદેશી દારૂ સાથે 5 લાખનો પીકઅપ, મોબાઈલ ફોન મળીને કુલ 7.72 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચીખલી પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી, તપાસને વેગ આપ્યો છે.

Continue Reading

અપરાધ

નવસારીની અલગ અલગ દુકાનોમાં ચોરી કરનારો ચોર પકડાયો

Published

on

By

રાત્રિના સમયે સુરતથી ટ્રેનમાં આવી ચોરીને આપતો અંજામ

નવસારી : નવસારી શહેરની અલગ અલગ દુકાનોમાં ત્રણ મહિના અગાઉ થયેલી ચોરીનો ભેદ નવસારી LCB પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે રાત્રિ દરમિયાન સુરતથી ટ્રેનમાં આવી ચોરી કરતા એક રીઢા ચોરને ઝડપી પાડી તેની ધરપકડ કરી, તપાસને વેગ આપ્યો છે.

પોલીસે આરોપી ચોર પાસેથી 50 હજાર રોકડા કબ્જે કર્યા

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં બે મહિના અગાઉ જિલ્લા સેશન્સ કોર્ટની સામે આવેલ વેંકટેશ એપાર્ટમેન્ટ સ્થિત ગુરૂકૃપા ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનમાંથી કોઈ અજાણ્યો ચોર 3 હજાર રૂપિયા રોકડા અને મંદિરમાં મુકેલા ચાંદીના સિક્કા ચોરી કરી ફરાર થયો હતો. જ્યારે તેના થોડા દિવસ બાદ ગત 19 સપ્ટેમ્બર, 2025 ની રાતે નવસારી મહાનગર પાલિકા નજીક શહેરના સૌથી જુના જવાહરલાલ નહેરૂ શોપિંગ સેન્ટરની એમ્પાયર ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી એક લાખ રૂપિયા રોકડાની ચોરી થઈ હતી. આ બંને ગુનામાં નવસારી ટાઉન પોલીસના ચોપડે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ એક્ટિવ થઈ હતી. જેમાં નવસારી LCB પોલીસ દ્વારા CCTV કેમેરાઓ તેમજ શહેરમાં લાગેલ નેત્રમના CCTV કેમેરાઓ ચકાસવા સાથે બાદમીદારોના નેટવર્કને એક્ટિવ કર્યું હતુ. જેમાં LCB પોલીસના HC લાલુસિંહ ભરતસિંહ, HC વિપુલભાઈ નાનુભાઈ અને PC દિવ્યરાજસિંહ કિશોરસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, શહેરની દુકાનોમાં ચોરી કરનારો વ્યક્તિ નવસારી રેલવે સ્ટેશન નજીકના ગરનાળા પાસે આંટાફેરા મારે છે, જેણે કાળો પેન્ટ અને કાળો શર્ટ પહેરેલ છે. જેથી LCB પોલીસની ટીમે તાત્કાલિક રેલ્વે ગરનાળા પાસે પહોંચી સુરતના ઉન પાટિયા પાસે અલિફ નગર 1 માં રહેતા 36 વર્ષીય સદ્દામ ઉર્ફે કકુ અબ્દુલહક રેનીને દબોચી તેની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપી સદ્દામે ગુરૂકૃપા ઝેરોક્ષ અને એમ્પાયર ઇલેક્ટ્રોનિકમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરેલા રૂપિયામાંથી 50 હજાર રૂપિયા રોકડાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. સમગ્ર મુદ્દે વધુ તપાસ અર્થે આરોપી સદ્દામને નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે.

Continue Reading
Advertisement

Trending