Connect with us

રમતગમત

ધરમપુર કોલેજની યુનિવર્સીટીના ૪૭માં ખેલકૂદ મહોત્‍સવમાં ચેમ્પિયનશીપમાં હેટ્રિક

Published

on

વલસાડ : વલસાડ જિલ્લાના ધરમપુરની શ્રી વનરાજ આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજે યુનિવર્સીટીના ૪૭મા ખેલકૂદ મહોત્‍સવમાં ચેમ્પિયન થવા સાથે ચેમ્‍પિયનશીપની હેટ્રિક નોધાવી છે. આ મહોત્‍સવમાં વિજેતા રમતવીરોનો ભવ્‍ય સન્‍માન સમારંભ કૉલેજ ખાતે યોજાયો હતો.

કૉલેજના આચાર્ય ડૉ. વી. ડી. પટેલે ખેલાડીઓની અદ્વિતીય સિધ્‍ધિને બિરદાવી હતી. જીમખાના કોચ યોગેશ દેશમુખ તથા પ્રવીણ તુમડાએ એથ્‍લેટીક્‍સ મીટનો અહેવાલ રજુ કર્યો હતો. જેમાં યુનિવર્સીટીના ૪૭મા ખેલકૂદ મહોત્‍સવમાં ૧૩૮ કોલેજના ૧૨૯૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સીટીમાં એથ્‍લેટિકસની ભાઇ-બહેનોની ૧૮ ઇવેન્‍ટ થઇ હતી. જેમાંથી વનરાજ કૉલેજ ધરમપુરને ૧૧ ઇવેન્‍ટમાં ગોલ્‍ડ મેડલ, ૨ ઇવેન્‍ટમાં સિલ્‍વર મેડલ અને ૩ ઇવેન્‍ટમાં બ્રોન્‍ઝ મેડલ મળી કુલ ૧૬ મેડલ મળ્‍યા હતા. સમગ્ર ટુર્નામેન્‍ટમાં ૭૨ પોઈન્‍ટ મળતા ચેમ્પિયનશીપ મળી હતી. કૉલેજના ખેલાડીઓએ યુનિવર્સીટીની ૬ ઇવેન્‍ટમાં રેકર્ડ બ્રેક કર્યા હતા. જેમાં ધરમપુર કૉલેજના સુનીલ કામડી, સચિન પઢેર, ધર્મેશ કોકણી, ધર્મેશ ગાંવિત અને ઉમેશ પવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હરીશ રાઉત, કલ્‍પેશ કોકણી, નરેશ તુંમડા, તેજલ કોકણી, સાધના ભડાગિયા, ભાવના માલધાર્યા, વૈશાલી ખાડમ, મંદા ચૌહાણ, સોનલ ચૌધરી, દિવ્‍યા માહતું, રોહતિ કોકણી, રોહીદાસ રાઉત, રાહુલ વસાવા સહિત દરેક ખેલાડીઓએ ટીમવર્કની ભાવના સાથે રમતોત્‍સવમાં ભાગ લીધો હોવાની માહિતી વર્ણવી હતી.

” વનરાજ કૉલેજ ધરમપુરને ૧૧ ઇવેન્‍ટમાં ગોલ્‍ડ મેડલ, ૨ ઇવેન્‍ટમાં સિલ્‍વર મેડલ અને ૩ ઇવેન્‍ટમાં બ્રોન્‍ઝ મેડલ મળી કુલ ૧૬ મેડલ મળ્‍યા હતા. સમગ્ર ટુર્નામેન્‍ટમાં ૭૨ પોઈન્‍ટ મળતા ચેમ્પિયનશીપ મળી હતી. “

સમારોહમાં ખેલાડીઓને પ્રોત્‍સાહન આપવા માટે ડૉક્‍ટર પંકજ ભુસારા, કૉલેજના પૂર્વ જી. એસ. પ્રભાકર યાદવ, પૂર્વ વિદ્યાર્થી સતીશ બારિયા ઉપસ્થિત ખાસ રહ્યા હતા. જી.એસ. સુનીલ, જીમખાનાના મંત્રી ઈશ્વર ગાંવિત કૉલેજના શૈક્ષણિક સ્‍ટાફ તથા વિદ્યાર્થીઓએ ખેલાડીઓનું પુષ્‍પથી અભિવાદન કર્યું હતું. આ સિધ્‍ધી માટે એમ. એસ. વી. એસ કેળવણી મંડળ, ધરમપુરના ટ્રસ્‍ટી મંડળ, કૉલેજ પરિવાર, વિદ્યાર્થી સંઘ તથા બામટી- રાનપાડા ગ્રામ પંચાયતએ અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે પણ ખેલાડીઓની સિધ્‍ધીમાં બહુમૂલ્‍ય આર્થિક યોગદાન આપ્‍યું હતું. સન્‍માન સમારંભનું સંચાલન જીમખાના સમિતિના અધ્‍યક્ષ ડૉ.કે.એમ.પટેલ કર્યું હતું.

દક્ષિણ-ગુજરાત

નવસારીમાં રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધા, 100 ટીમ વચ્ચે જામશે જંગ

Published

on

By

શિવઅંશ કબડ્ડી ક્લબ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન

નવસારી : નવસારીના ખેલાડીઓ ક્રિકેટ છોડી રાષ્ટ્રીય રમત કબડ્ડી પ્રત્યે પણ રૂચી લેતા થાય અને સ્થાનિક  ખેલાડીઓને ઘર આંગણે રાષ્ટ્રીય સ્તરનુ મેદાન મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે નવસારીના શિવઅંશ કબડ્ડી ક્લબ અને જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા શહેરના લુન્સીકુઈ મેદાનમાં બે દિવસીય ડે નાઇટ રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો શનિવારે સાંજે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

નવસારી જિલ્લામાંથી 50 ટીમ, સ્પર્ધામાં વિજેતા ટીમને મળશે 33333 રૂપિયાનો રોકડ પુરસ્કાર

નવસારીના શિવઅંશ કબડ્ડી ક્લબ અને નવસારી જિલ્લા કબડ્ડી એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે 14 અને 15 ડીસેમ્બર બે દિવસો દરમિયાન ડે નાઇટ રાષ્ટ્રીય કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. ક્લબના સંચાલક નરેન્દ્ર કોળી તેમજ તેમની ટીમે કબડ્ડી પ્રત્યે બાળકો અને યુવાનોને રૂચી જાગે એવા પ્રયાસો કર્યા છે. સાથે જ યુવાનો ક્રિકેટની રમતને બદલે રાષ્ટ્રીય રમત કબડ્ડી પ્રત્યે પણ સભાન થાય, વાલીઓ પણ બાળકોને કબડ્ડી રમવા માટે પ્રોત્સાહિત કરે એવી લાગણી વ્યક્ત કરી છે. શહેરના હાર્દ સમા લુન્સીકુઈ મેદાનમાં આયોજિત કબડ્ડી સ્પર્ધાનો શનિવારે સાંજે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાય તેમજ અન્ય પદાધિકારીઓએ દીપ પ્રજ્વલિત કરી પ્રારંભ કરાવ્યો હતો. સ્પર્ધામાં કબડ્ડી રમવા બે મેદાન બનાવવામાં આવ્યા છે, જેના ઉપર કબડ્ડીના ખડતલ ખેલાડીઓ પોતાની ખેલ પ્રતિભા દર્શાવી વિજેતા બનાવાનો સ્તુત્ય પ્રયાસ કરશે. સ્પર્ધામાં નવસારી જિલ્લાની 50 ટીમ તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે જ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાંથી પણ કબડ્ડી ટીમ ભાગ લઇ રહી છે. એક પછી એક ટીમોને હરાવી વિજેતા બનનાર ટીમને 33333 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને કપ, દ્વિતીય વિજેતા ટીમને 15555 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને કપ તેમજ તૃતીય વિજેતા ટીમને 7777 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સાથે જ શ્રેષ્ઠ રમત રમનારા ખેલાડીને અલગ અલગ કેટેગરીમાં મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. ઘર આંગણે રમાઇ રહેલી રાષ્ટ્રીય સ્તરની કબડ્ડી સ્પર્ધા જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો અને યુવાનો ઉમટી પડ્યા હતા.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં નવસારીનો સોહમ સુરતી કાસ્ય પદક જીત્યો

Published

on

By

તરણમાં સોહમની સિદ્ધિએ નવસારીમાં ઇતિહાસ રચ્યો

નવસારી : નવસારીના સ્વામી વિવેકાનંદ તરણકુંડના તાલીમાર્થી સોહમ સુરતીએ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં કાંસ્ય પદક જીતી નવસારીને ગૌરવ અપાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, તરણ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવી સોહમે નવસારીમાં ઇતિહાસ રચ્યો છે.

4×100 મિડલ રીલે તરણમાં સોહમનો રહ્યો ઉત્કૃષ્ટ દેખાવ

નવસારી વિજલપોર નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ તરણકુંડ અનેક ખેલાડીઓને તરણમાં પાવરધા બનાવી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓને યોગ્ય બનાવી રહ્યું છે. આવા જ એક તાલીમાર્થી સોહમ સુરતીના ઉત્કૃષ્ટ દેખાવને કારણે તેની ગુજરાતની સ્વિમર ટીમમાં પસંદગી થઈ હતી. ત્યારબાદ સોહમે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ઓડિશામાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. જ્યાં 4×100 મિડલ રીલે તરણમાં સોહમ સુરતીએ કાંસ્ય પદક જીત્યો હતો. સોહમે રાષ્ટ્રીય કક્ષાએ સ્થાપેલો આ કીર્તિમાન નવસારીના તરણ ઇતિહાસમાં પ્રથમ છે.

રાષ્ટ્રીય સ્તરે કાંસ્ય પદક જીતવા પર સોહમને મળી રહી છે શુભકામનાઓ

રાષ્ટ્રીય સ્તરે તરણમાં સિદ્ધિ મેળવનાર સોહમ સુરતીને નવસારી વિજલપોર પાલિકા પ્રમુખ મીનલ દેસાઈ, ઉપપ્રમુખ સુનિલ પાટીલ, પૂર્વ પાલિકા પ્રમુખ જીગીશ શાહ, પાલિકા મુખ્ય અધિકારી જે. યુ. વસાવા સહિત તરણકુંડના ઇન્ચાર્જ ઈલ્યાસભાઈ તેમજ સ્ટાફ અને તાલીમાર્થીઓએ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.

Continue Reading

દક્ષિણ-ગુજરાત

ઇન્ડિયા સબ જુનિયર હોકી ચેમ્પિયનશીપમાં મધ્યપ્રદેશનો દબદબો

Published

on

By

દેશની 13 હોકી ટીમોએ ભાગ લીધો, MP ની ગર્લ્સ અને બોયઝ ટીમ બની ચેમ્પિયન

સુરત : સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં અઠવાડિયાથી રમાઇ રહેલી ઇન્ડિયા સબ જુનિયર હોકી ચેમ્પિયનશીપમાં દેશના અન્ય રાજ્યોને માત આપીને મધ્યપ્રદેશની ગર્લ્સ અને બોયઝ ટીમે બાજી મારી ચેમ્પિયનશીપ જીતી હતી.

MP ની ગર્લ્સ અને બોયઝ બંને ટીમે હરીફ ટીમ સામે 7-1 થી જીત મેળવી

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે હોકી ઇન્ડિયા-વેસ્ટ ઝોન દ્વારા 23 થી 30 જુલાઇ માટે અઠવાડિક સબ જુનિયર મેન એન્ડ વુમન ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, દીવ, દાદરા અને નગર હવેલીની કુલ 13 હોકી ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં બોયઝની 7 અને ગર્લ્સની 6 ટીમો મેદાનમાં ઉતરી હતી. 6 દિવસો સુધી તમામ ટીમો વચ્ચે રમાયેલી હોકી રોમાંચક રહી હતી. 30 જુલાઈના રોજ બોયઝ અને ગર્લ્સ બંને ટીમોની ફાઇનલ મેચ રમાઇ હતી. ગર્લ્સ ફાઈનલ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વચ્ચે રમાઈ હતી, જેમાં મધ્યપ્રદેશે 7-1 થી છત્તીસગઢને પછાડીને ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. જ્યારે ત્રીજા સ્થાને મહારાષ્ટ્ર ટીમ રાજસ્થાન સામે 5-0 થી જીતી હતી. બોયઝ ટીમમાં પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં મધ્યપ્રદેશે મહારાષ્ટ્રને 7-1 થી પછડાટ આપી હતી. જયારે ત્રીજા સ્થાન પર દાદરા નગર હવેલી અને દમણ દીવ વિરુદ્ધ છત્તીસગઢ વચ્ચે રમાઈ જેમાં 1-1 (5-6 SO) થી છત્તીસગઢ વિજેતા થયું હતું.

ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

હોકી ચેમ્પિયનશીપમાં યુનિવર્સીટીના કાર્યકારી કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા, કુલ સચિવ ડો રમેશદાન ગઢવી, પત્રકારત્વ વિભાગના કોકોર્ડીનેટર ડો. ભરત ઠાકોર અને યુવક કલ્યાણ વિભાગના વડા ડો. પ્રકાશચંદ્ર પટેલ સહિત વિવિધ રાજ્યોના ખેલાડીઓ, કોચ, મેનેજર તેમજ રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading
Advertisement

Trending