Connect with us

જુગાર

ચીખલીના આલીપોર ગામનો સરપંચ જુગાર રમતા ઝડપાયો

Published

on

ખુંધ પોકડા ગામેથી ચીખલી પોલીસે 4 જુગારીઓને રંગે હાથ પકડ્યા

નવસારી : નવસારીના ચીખલી તાલુકાના ખુંધ પોક્ડા ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા આલીપોર ગામના સરપંચ સહિત 4 જુગારીઓને ચીખલી પોલીસે રંગે હાથ પકડી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી પોલીસે 95 હજારથી વધુનો મુદ્દામાલ ક્બ્જે કરી આગળની તપાસ આરંભી છે.

આરોપીઓ પાસેથી દાંવમાં મુકેલી રોકડ સહિત 95 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસની ટીમ આજે સાંજે ચીખલી નજીકના ગામડાઓમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસના PC લલિત રત્નાભાઇ અને PC ગણપત ઇશ્વરભાઇને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, ચીખલી નજીકના ખુંધ પોંકડા ગામે નિશાળ ફળિયામાં રહેતા સંજય ગાંડાભાઇ પટેલનાં ઘરના પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ગોળ કુંડાળુ કરીને તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જેને આધારે PSI એસ. જે. કડીવાલાની આગેવાનીમાં ચીખલી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પોલીસે 4 જુગારીઓને પકડી પડ્યા હતા, જયારે બે શકુનિઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી આલીપોર ગામના સરપંચ અને આલીપોરના મજીવેડ ફળિયામાં રહેતા 38 વર્ષીય નરેશ પટેલ સાથે ખુંધ પોંકડાના 46 વર્ષીય સંજય પટેલ, ખુંધ પોંકડાના ગોઠણ ફળિયાના 43 વર્ષીય સુરેશ હળપતિ અને બામણવેલ ગામના મોચી ફળિયામાં રહેતા 30 વર્ષીય હિરલ પટેલની ધરપકડ કરી હતી. જયારે બામણવેલ ગામના પહાડ ફળિયામાં રહેતો વિજય ઝામઘાડે અને ચીખલીના માણેકપોર ગામે રહેતો ઉત્તમ પટેલ ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી દાંવમાં લાગેલ 32,790 રૂપિયા રોકડા, 18 હજાર રૂપિયાના 5 મોબાઈલ અને 45 હજાર રૂપિયાની બે બાઇક મળી કુલ 95,790 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ચીખલી પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. જયારે ભાગી છુટેલા વિજય અને ઉત્તમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસને વેગ આપ્યો છે.

અપરાધ

નવસારીના આમડપોર નજીક બુલેટ્રટ્રેન ઓવરબ્રિજ નીચેથી 6 જુગારીયાઓ પકડાયા

Published

on

By

આરોપીઓ તીનપત્તીનો જુગાર રમતા હતા અને પોલીસ ત્રાટકી

નવસારી : નવસારીના આમડપોરથી તેલાડા જતા માર્ગ વચ્ચે બુલેટ ટ્રેનના ઓવરબ્રિજ નીચે તીનપત્તીનો જુગાર રમતા 6 જુગારીયાઓને નવસારી ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી 5.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી અનુસાર, નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ રવિવારે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન પોલીસ ટીમના PC હિમાંશુ અશોકભાઈ અને PC શિવરાજ જોરૂભાઈને સંયુક્ત રીતે મળેલી બાતમીને આધારે નવસારી તાલુકાના આમડપોર ગામથી તેલાડા ગામ જતા માર્ગ ઉપર બુલેટ ટ્રેનના ઓવરબ્રિજ નીચેથી તીનપત્તીનો જુગાર રમતા અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા કબીલપોરની વંદના સોસાયટીના કલ્પેશ પ્રજાપતિ, મોટી ચોવીસીની ધારાનગર સોસાયટીના રાવતલાલ ઉર્ફે રાહુલ પ્રજાપતિ, કાલિયાવાડીના અંબામાતા મંદિર સામે રહેતા બનાવારીલાલ પ્રજાપતિ, નાની ચોવીસીની ટેમ્પલવ્યુ સોસાયટીમાં ભાડેથી રહેતા ભગવાનરામ પ્રજાપતિ અને ભંવરલાલ પ્રજાપતિ તેમજ મોટી ચોવીસીની ધારાનગર સોસાયટીમાં ભાડેથી રહેતા ભંવરલાલ પ્રજાપતિને રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી દાંવમાં મૂકેલા અને જુગારીયાઓ પાસેથી મળેલ રોકડા મળી કુલ 45,550 રૂપિયા, 30 હજાર રૂપિયાના 6 મોબાઈલ ફોન, 90 હજાર રૂપિયાની ત્રણ બાઈક અને 4 લાખ રૂપિયાની કાર મળી કુલ 5.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે.

Continue Reading

અપરાધ

નવસારીના અલીફ નગરમાંથી 7 શકુનિઓ પકડાયા

Published

on

By

નવસારી ટાઉન પોલીસે બાતમીને આધારે માર્યો છાપો

નવસારી : નવસારી શહેરના અલીફ નગરની નાળમાં ખુલ્લી જગ્યામાં કુંડાળું કરીને તીનપત્તીનો જુગાર રમતા 7 શકુનિઓને નવસારી ટાઉન પોલીસે બાતમીને આધારે છાપો મારી પકડી પાડ્યા હતા.

પોલીસે 12,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી અનુસાર, નવસારી ટાઉન પોલીસના HC ઘુઘાભાઈ દિનેશભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શહેરના તીઘરા વિસ્તારમાં આવેલ અલીફ નગરની નાળમાં રહેતા કૈલાશ આહિરેના ઘરની આગળની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે, જેને આધારે પોલીસે અલીફ નગરમાં છાપો મારતા ઘટના સ્થળેથી કૈલાશ આહીરે અને તેના પુત્રો શુભમ આહીરે, સાગર આહીરે, ઋષિકેશ આહીરે, પ્રેમ જાદવ અને ઉદય જાદવ તેમજ રાજુ જાદવને રંગે હાથ જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી 10,420 રૂપિયા અને દાંવમાં લગાવેલા 2080 રૂપિયા મળી કુલ 12,500 રૂપિયા રોકડા તેમજ જુગારના સાધનો સાથેનો મુદ્દામાલ કબ્જે કરી નવસારી ટાઉન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે, પકડાયેલા તમામ જુગારીયાઓ બેન્ડમાં કામ કરે છે.

Continue Reading

અપરાધ

નવસારીની નવી વસાહતમાં શ્રાવણિયો જુગાર રમતા ત્રણ શકુનિઓ પકડાયા

Published

on

By

પોલીસને જોઈ બે જુગારીયાઓ ભાગવામાં રહ્યા સફળ

નવસારી : નવસારીનાં તીઘરા સ્થિત નવી વસાહતમાં શ્રાવણિયો જુગાર રમતો હોવાની બાતમીને આધારે ટાઉન પોલીસે છાપો મારી, ત્રણ શકુનિઓને રંગે હાથ પકડ્યા હતા. જયારે પોલીસને જોઈ બે જુગારીયાઓ ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી કુલ 16960 રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબ્જે

મળતી માહિતી અનુસાર, નવસારી ટાઉન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન HC ઘુઘાભાઇ દિનેશભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવસારીના તીઘરા સ્થિત નવી વસાહતની ત્રીજી ગલીમાં સંજય નારૂના ઓટલા પર કેટલાક લોકો રૂપિયાથી તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જેને આધારે પોલીસે ઘટના સ્થળે છાપો મારતા ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે જુગાર રમતા ૩૩ વર્ષીય સંજય નારૂ ઓગણીય, 25 વર્ષીય વિનોદ ભુરા દેવીપૂજક અને 20 વર્ષીય ગોપી પ્રકાશ ગોરવાને જુગાર રમતા રંગે હાથ પકડી પડ્યા હતા. જયારે અજય ચતુર ભીડભીડીયા અને અરવિંદ ઉર્ફે જોમિલ મુકેશ મીઠાપરા ભાગવામાં સફળ રહેતા, પોલીએ બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી દાંવમાં મુકેલ તેમજ આરોપીઓ પાસેથી મળીને કુલ 11,960 રૂપિયા રોકડા તેમજ 5 હજાર રૂપિયાનો એક મોબાઈલ ફોન મળી કુલ 16,960 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નવસારી ટાઉન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી છે.

Continue Reading
Advertisement

Trending