Connect with us

ડાંગ

શામગહાનની જનતા હાઈસ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

Published

on

ડાંગ જિલ્લા રોજગાર કચેરી દ્વરા 92 વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન

ડાંગ : ડાંગના આદિવસી વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 બાદ ક્યા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી અને તેમના લક્ષ્યને પામવા શું કરવું જોઈએ એ માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા શામગહાનની જનતા હાઈસ્કૂલના 92 વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ડાંગ રોજગાર કેન્દ્રના મોડલ કેરિયર સેન્ટરના કરીયર કાઉન્સિલર ધરતી ગામીત અને કચેરીના યંગ પ્રોફેશનલ જેડ. એફ. રાજ દ્વારા શાળાના ધોરણ 11 અને 12 ના કુલ 92 વિદ્યાર્થીઓને ધોરણ 12 પછીના વિવિધ કેરીયર કોર્ષ અંગેના વિકલ્પો, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના, વોકેશનલ ગાઇડન્સ અને કેરિયર કોર્નર યોજના, સરકારની અનુબંધમ/એન.સી.એસ.  રોજગારલક્ષી પોર્ટલમા નામ નોધણી અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. સાથે જ શાળાના શિક્ષક કૃણાલ સોલંકી દ્વારા રોજગાર અને કારકિર્દીલક્ષી ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા રોજગાર કચેરીના કર્મચારી દ્વ્રારા જિલ્લાના છેવાડાના ગામની શાળાના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવા બદલ શાળાના આચાર્યા મનુ ગાવિતે આભાર વ્યક્ત કર્યો હતો.

અપરાધ

પ્રાણીઓના સંરક્ષણ માટે બનાવાયેલ વાંસદા નેશનલ પાર્કમાં જ વન્ય પ્રાણીઓ સુરક્ષિત નથી..!!

Published

on

By

વાંસદા નેશનલ પાર્કમાં ચૌશીંગાનો શિકાર કરનારા પાંચ શિકારી ઝડપાયા

નવસારી : વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે નવસારી અને ડાંગ જિલ્લાની સરહદ ઉપર નિર્માણ પામે વાંસદા નેશનલ પાર્કમાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત ન હોવાની ઘટના સામે આવી છે. બે દિવસ અગાઉ વઘઈના પાંચ શિકારીઓએ વાંસદા નેશનલ પાર્કમાં પ્રવેશ કરીને ચૌશિંગા હરણનો બ્રીડિંગ સેન્ટરમાંથી શિકાર કર્યો હતો. આરોપીઓ સીસીટીવી કેમેરા ઝડપાઈ જતા ડાંગ દક્ષિણ વન વિભાગે પાંચેય શિકારીઓની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે.

બ્રીડિંગ સેન્ટરના સીસીટીવીમાં શિકારીઓ ઝડપાતા વન વિભાગે કરી કાર્યવાહી

મળતી માહિતી અનુસાર, નવસારીનું વાંસદા તેમજ તેને અડીને આવેલો ડાંગ જિલ્લો પર્વતીય વિસ્તાર હોવા સાથે જંગલથી ભરેલો છે. અહીં વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોવાથી તેમના રક્ષણ માટે વન વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે. સરકાર દ્વારા નવસારીના વાંસદાના નવતાડથી ડાંગના વઘઈ સુધીના વિસ્તારમાં વાંસદા નેશનલ પાર્ક બનાવ્યું છે. જેમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ તેમજ ચૌશિંગા અને ટપકાવાળા હરણો સહિત અન્ય વન્ય પ્રાણીઓને સંરક્ષણ મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ હરણ માટેનું બ્રિડીંગ સેન્ટર પર સ્થાપવામાં આવ્યું છે. પરંતુ આ નેશનલ પાર્ક વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત ન હોય એવી ઘટના ગત 5, ઓગસ્ટ 2024 ના રોજ નેશનલ પાર્કના હરણના બ્રિડીંગ સેન્ટરનો ગેટ તોડી કેટલાક શિકારીઓએ હરણનો શિકાર કર્યો હતો. બીજા દિવસે વન વિભાગના કર્મચારીઓને બ્રિંડીંગ સેન્ટરનો ગેટ તૂટેલો જોઈ કંઈક અજુગતું બન્યું હોવાની આશંકા થઈ હતી. જેથી વન વિભાગે તપાસ આરંભી અને બ્રિડીંગ સેન્ટરમાં મુકેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા તેમાં કેટલાક લોકો હરણના બચ્ચાનો શિકાર કરી લઈ જતા જણાયા હતા. શિકારીઓનું પગેરૂ શોધતા વન વિભાગ, ડાંગના વઘઈ તાલુકાના ડુંગરડા ગામના 5 શિકારીઓ વિક્રમ નગીન ચૌધરી, દિલીપ જુલિયા ચૌધરી, રેવજી માધુ ચૌધરી, જમના જનતા ચૌધરી અને મહેન્દ્ર બચુ ચૌધરી સુધી પહોંચ્યું હતુ. વન વિભાગે પાંચેય શિકારીઓની ધરપકડ કરી, તપાસને વેગ આપતા હજુ અન્ય ઈસમો પણ શિકારની ઘટનામાં સામેલ હોવાનું ખુલ્યું છે. જોકે વન વિભાગે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર થતા પોલીસે પૂછપરછ સાથે તપાસને વેગ આપ્યો છે. જ્યારે બે આરોપીઓને જયુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Continue Reading

આરોગ્ય

ડાંગના પિંપરી અને જામલાપાડા ગામે 1.64 કરોડના ખર્ચે બનશે પશુ ઉત્પાદન કેન્દ્ર

Published

on

By

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે થયુ ભૂમિપૂજન

ડાંગ : આદિવાસી બાહુલ્ય અને કુદરતી સંપદાઓથી ભરપુર એવા ડાંગ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે, ત્યારે ડાંગના આહવાના ગામડાઓમાં પશુઓની સારવારની ચિંતા ન રહે એ હેતૂથી તાલુકાના પિંપરી અને જામલાપાડા ગામે કુલ 1.64 કરોડના ખર્ચે બનનારા પશુ ઉત્પાદન કેન્દ્ર (પશુ દવાખાના) નું ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ.

પિંપરીમાં 88.31 લાખ અને જામલાપાડામાં 76.15 લાખના ખર્ચે બનશે પશુ દવાખાનું

ડાંગ જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે. પરંતુ પશુઓને કોઈ બીમારી અથવા રોગ લાગુ પડે તો ગરીબ આદિવાસીઓને દૂરના ગામડાઓમાં પશુને સારવાર અર્થે લઇ જવા પડે છે. પરંતુ સરકાર દ્વારા આદિવાસીઓની આ સમસ્યાને ઓળખી ગામમાં કે નજીકના ગામમાં જ પશુઓને સારવાર મળી રહે એ માટે પશુ દવાખાના બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ડાંગના આહવા તાલુકાના પિંપરી ગામે 88.31 લાખ રૂપિયા અને જામલાપાડા ગામે 76.15 લાખ રૂપિયાના ખર્ચે બે પશુ ઉત્પાદન કેન્દ્ર (પશુ દવાખાના) બનાવામાં આવશે. જેનું આજે ડાંગના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે તેમજ ડાંગના ભાજપી આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.

ગુજરાતમાં બે દાયકામાં આદિજાતી સમાજના ઉત્કર્ષ માટે ચાર ગણા બજેટની ફાળવણી – વિજય પટેલ

આ પ્રસંગે ધારાસભ્ય વિજય પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાઓના ૫૩ તાલુકાઓ આદિજાતિ જનસંખ્યા ધરાવે છે. વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની કુલ 6 કરોડની વસ્તી સામે, રાજ્યના આદિજાતિ સમાજની વસ્તી 14.75 ટકા એટલે કે 87.17 લાખ થવા જાય છે. ત્યારે શરૂઆતથી જ ભાજપા સરકારે આદિવાસીઓની ચિંતા કરી છે, જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ છેવાડાના માનવીની વેદના સમજીને, તેમની જરૂરિયાતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. જેના ફળ સ્વરૂપ આજ દિન સુધીના બે દાયકામાં, આદિજાતિ સમાજના ઉત્કર્ષ માટે ચાર ગણા ઉપરાંત બજેટ ફાળવણી સાથે, આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસના ભાગીરથ પ્રયાસો હાથ ધરાયા છે.

Continue Reading

આરોગ્ય

ડાંગ જિલ્લાના એસટી બસ ડેપોમાં યોજાયો સ્વચ્છતાનો શ્રમયજ્ઞ

Published

on

By

ડાંગના આહવા, વઘઇ અને સાપુતારા ડેપો પર કર્ચમારીઓએ કરી સફાઈ

ડાંગ : જાહેર સ્થળોને સ્વચ્છ રાખવું નાગરિકોની જવાબદારી છે. પરંતુ રાજ્યના એસટી ડેપો, રેલ્વે સ્ટેશન જેવા સ્થળોએ સફાઇ થતી હોવા છતાં ગંદકી જોવા મળે છે. ત્યારે આજે ડાંગ જિલ્લામાં વલસાડ એસટી વિભાગ અંતર્ગત આવતા આહવા, વઘઇ અને સાપુતારા ખાતેના એસટી ડેપોમાં અધિકારી કર્મચારીઓએ ડેપોને સ્વચ્છ બનાવવા શ્રમયજ્ઞ કર્યો હતો.

વલસાડના વિભાગીય નિયામકનાં માર્ગદર્શનમાં યોજાયુ સ્વચ્છતા અભિયાન

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન પરિવહન વિભાગના વલસાડ વિભાગના નિયામક એન. એસ. પટેલ દ્વારા એસટી ડેપોમાં સ્વચ્છતાનો અભાવ હોવાનું ધ્યાને આવતા વલસાડ વિભાગ હેઠળ આવતા તમામ એસટી બસ ડેપોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવા શાખા અધિકારીઓ, ડેપો મેનેજરને ગુગલ મીટથી યોજાયેલી મીટીંગમાં સૂચનો આપી એક સ્વચ્છતા સેવાયજ્ઞ કરવા માર્ગદર્શન આપ્યું હતું. જેને ધ્યાને લઇ આજે આહવા એસટી ડેપો ખાતે ડેપો મેનેજર કિશોરસિંહ પરમારની આગેવાનીમાં આહવા, વઘઇ અને ગિરિમથક સાપુતારા ખાતેના એસટી ડેપોમાં ટ્રાફિક સુપરવાઈઝર, મિકેનિક, ડ્રાઈવર, કંડકટર, ટીસી, એડમીન સ્ટાફ સહિતના અધિકારી કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. જેમાં બસ સર્ક્યુલેશન એરીયા, મુસાફર બેઠક વ્યવસ્થા, પંખા, દીવાલો, પિલરો, તથા છતની સફાઈ સાથે શૌચલાયની સફાઈ, ડ્રાઈવર/કંડકટર રેસ્ટરૂમ, લેડીસ રેસ્ટરૂમ તેમજ કંટ્રોલ કેબીન સહિત તમામ ઓફીસોની સફાઈ કરવામાં આવી હતી. સાથે જ કાયમી રીતે સફાઇનું ધોરણ જળવાઇ રહે તે માટે ડેપો મેનેજર દ્વારા વિશેષ મોનિટરિંગ કરી,  ડેપોમાં સફાઈ વ્યવસ્થા બાબતે સતત સતર્કતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો  હતો.

Continue Reading
Advertisement

Trending