ડાંગ જિલ્લા રોજગાર કચેરી દ્વરા 92 વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન
ડાંગ : ડાંગના આદિવસી વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 બાદ ક્યા ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી અને તેમના લક્ષ્યને પામવા શું કરવું જોઈએ એ માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા શામગહાનની જનતા હાઈસ્કૂલના 92 વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.
ડાંગ રોજગાર કેન્દ્રના મોડલ કેરિયર સેન્ટરના કરીયર કાઉન્સિલર ધરતી ગામીત અને કચેરીના યંગ પ્રોફેશનલ જેડ. એફ. રાજ દ્વારા શાળાના ધોરણ 11 અને 12 ના કુલ 92 વિદ્યાર્થીઓને ધોરણ 12 પછીના વિવિધ કેરીયર કોર્ષ અંગેના વિકલ્પો, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના, વોકેશનલ ગાઇડન્સ અને કેરિયર કોર્નર યોજના, સરકારની અનુબંધમ/એન.સી.એસ. રોજગારલક્ષી પોર્ટલમા નામ નોધણી અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. સાથે જ શાળાના શિક્ષક કૃણાલ સોલંકી દ્વારા રોજગાર અને કારકિર્દીલક્ષી ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા રોજગાર કચેરીના કર્મચારી દ્વ્રારા જિલ્લાના છેવાડાના ગામની શાળાના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવા બદલ શાળાના આચાર્યા મનુ ગાવિતે આભાર વ્યક્ત કર્યો હતો.