ગુજરાત
ટ્રક એસોસીએશનની હડતાલની વાતે નવસારીના પેટ્રોલ પંપો ઉપર લાગી લાંબી કતારો
-
ગુજરાત1 year agoધોડિયા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમરોહ યોજાયો
-
ગુજરાત7 months agoઅમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન વિશાળ ક્રેન સરકી જતા પડી, 2 ઘાયલ
-
અવર્ગીકૃત1 year agoDJ ના ધંધાની અદાવતમાં થયેલ મારામારીમાં એકને ચપ્પુના ઘા ઝીંકાયા, 6 ની ધરપકડ
-
દક્ષિણ-ગુજરાત2 years ago
વિજલપોરમાં 7 તળાવો, બેમાં પાણી, પણ 5 તળાવો ખાલીખમ
-
ગુજરાત2 years agoનવસારીમાં કિન્નરોએ પ્રભુ શ્રી રામલલ્લાની નજર ઉતારી લીધા વધામણા
-
ગુજરાત1 month agoવર્ષ 2010 પૂર્વે નિયુક્તિ પામેલા શિક્ષકોને TET માંથી મુકિતની માંગ
-
અપરાધ1 year agoબીલીમોરામાં ધોળેદહાડે સ્નેચરોએ ચેઈન ઝુંટવી, વૃદ્ધા જમીન પર પટકાતા રહ્યા નિષ્ફળ
-
ગુજરાત9 months agoગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર, 16 ફેબ્રુઆરીએ થશે મતદાન


ભારત સરકાર દ્વારા હાલમાં જ ભારતીય કાયદાઓમાં સુધારા કરીને કેટલાક કાયદાઓમાં સુધારા કર્યા છે, જયારે કાયદાઓની પરિભાષા પણ બદલી છે. ત્યારે અકસ્માતના કેસમાં હિટ એન્ડ રન પ્રકરણમાં ચાલકને 10 વર્ષની સજાની જોગવાઈ કરી હોવાનું સામે આવતા જ સમગ્ર દેશના ભારે વાહનોના ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સાથે જ કાયદાની વિરૂદ્ધમાં દેખાવો સાથે ઘણી જગ્યાઓએ હાઇવે પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા હતા. ટ્રક ટેમ્પો ચાલકોના વિરોધને કારણે ભારે વાહનોના પૈંડા થંભી જતા અનેજ ચીજવસ્તુઓનાં ટ્રાન્સપોર્ટેશન ઉપર અસર વર્તાવા માંડી હતી. જેમાં પણ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા હડતાલની જાહેરાત કરતા જ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સમયે ન પહોંચે તો ભાવ વધારાની ભીતિ હતી. જેમાં પણ પેટ્રોલ ડીઝલની સપ્લાય અટકે તો મોટી મુશ્કેલી પડે એવી સ્થિતિ બની હતી. નવસારી શહેરમાં પણ મોડે મોડે લોકોને ટ્રાન્સપોર્ટરોની હડતાલની વાત સંભાળતા શહેરના પેટ્રોલ પંપ ઉપર લાંબી લાંબી કતારો લાગવા માંડી હતી. પેટ્રોલ પંપ પર પહોંચેલા લોકો વાહનની ટાંકી ફૂલ કરાવવા સાથે જ પોતાની સાથે પ્લાસ્ટિક બોટલ, મોટા કારબા લાવીને પેટ્રોલ ડીઝલ ભરાવવા માંડ્યા હતા. જોકે મોડે મોડે કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસીએશન વચ્ચે થયેલી બેઠકમાં સુખદ સમાધાન થતા, હાલ પુરતી હડતાલ સ્થગિત કરવાની જાહેરાત થઇ છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશનની સમાસ્યાની નિરાકરણ આવ્યું છે. જેથી પંપ સંચાલકોએ લોકોને પેટ્રોલ ડીઝલનો પુરતો જથ્થો હોવા સાથે જ સપ્લાય ઉપર પણ કોઈ અસર નથી પડવાનું જણાવી ગભરાટ ન કરવા અને અફવા ઉપર ધ્યાન ન આપી, ખોટું પેનિક ન થવા અપીલ કરી છે.









