Connect with us

અપરાધ

પેટના દુઃખાવાને તાંત્રિક વિધિથી દૂર કરવા ગયેલા ભગતને મળ્યું મોત, LCB એ હત્યાનો ભેદ ઉકેલ્યો

Published

on

હત્યાના ગણતરીના કલાકોમાં પોલીસે હત્યારાની કરી ધપરકડ

નવસારી : પેટના દુઃખાવાનો ઉપચાર નહીં, પણ તાંત્રિક વિધિ કરાવવા વાઘાબારીના ભગત પાસે પહોંચેલો ગામનો દર્દી જ હત્યારો નીકળતા ચકચાર મચી જવા પામી છે. વાંસદાના વાંદરવેલા ગામેથી નદી કિનારે માથું છે છૂંદાયેલી હાલતમાં મળેલ ભગતની હત્યાનો ભેદ નવસારી LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલીને, હત્યારાને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

ધીરૂ પટેલની અંધશ્રદ્ધા : પેટનો દુઃખાવો દૂર કરવા દવા નહીં, પણ તાંત્રિક વિધિ કરાવી

જિલ્લાના આદિવાસી પટ્ટામાં અંધશ્રદ્ધાને કારણે લોકો નાની-મોટી બીમારીઓમાં દવાખાને જવાને બદલે તાંત્રિક વિધિ કરનારા ભગતો પાસે જતા હોય છે. આવી જ એક ઘટનામાં નવસારીના વાંસદા તાલુકાના વાઘાબારી ગામના ધીરૂ મિઠ્ઠલ પટેલ છેલ્લા કેટલાક દિવસથી પેટના દર્દથી પીડાતો હતો. જેણે પેટના દુઃખાવાની યોગ્ય દવા કરાવવાને બદલે, તાંત્રિક વિધિ કરતાં ગામના જ ભગત ઝીણા પટેલનો સંપર્ક કર્યો હતો. ઝીણા પટેલે ધીરૂને તાંત્રિક વિધિથી દુઃખાવો મટાડી આપવાનું આશ્વાસન આપતા ધીરૂ તેની પાસે વિધિ કરાવવા તૈયાર થયો હતો.

વિધિમાં ઝીણા ભગતે ધીરૂને પીઠમાં ધબાટ મારતા થઈ માથાકૂટ અને ઝીણા ભગતને મોત મળ્યું

ઝીણા ભગતે ગઈ કાલે રાત્રે વાંસદાના વાંદરવેલા ગામે ગીતામણી નદીના કિનારે પીપળાના ઝાડ નીચે વિધિ કરવાનું નક્કી કર્યુ હતું. જેથી ઝીણા ભગત અને ધીરૂ પટેલ બંને ત્યાં પહોંચ્યા હતા. વિધિ ચાલી રહી હતી તે દરમિયાન ઝીણા ભગતે અચાનક ધીરૂની પીઠ પર ધબાટ મારતા ધીરૂ અકળાયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં ધીરૂ પટેલે આવેશમાં આવી ઝીણા ભગતના માથામાં પથ્થર મારી, તેમનું માથું છુંદી નાખ્યું હતું. એટલું જ નહીં, ઓળખ છુપાવવા માટે આરોપીએ ભગતના ચહેરાને સળગાવી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આજે સવારે જ્યારે ગ્રામજનોએ નદી કિનારે મૃતદેહ જોતા તાત્કાલિક વાંસદા પોલીસને જાણ કરી હતી. વાંસદા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક ઝીણા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાંસદા રેફરલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

ઝીણા ભગતના સંપર્કમાં આવેલા લોકોના નિવેદન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યારો ધીરૂ પકડાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક અને ઇન્ચાર્જ પોલીસ વડા ભગીરથસિંહ ગોહિલ અને નવસારી LCB પોલીસની ટીમ તપાસમાં જોડાઈ હતી. ઘટનાસ્થળેથી પોલીસને નારિયેળ, લીંબુ અને પૂજાનો અન્ય સામાન મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે પ્રાથમિક તારણ કાઢ્યું કે ઝીણા ભગત કોઈકની સાથે વિધિ કરવા આવ્યા હતા અને બાદમાં તેમની હત્યા થઈ છે. જેથી નવસારી LCB પોલીસે ઝીણા ભગત સાથે સંકળાયેલા લોકોના નિવેદનો લેવાનું શરૂ કર્યું હતું. જેમાં ઝીણા ભગત છેલ્લે ધીરૂ પટેલ સાથે ગયા હોવાનું જાણવા મળ્યુ અને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યારા ધીરૂનું પગેરું શોધી કાઢ્યું હતું. પોલીસે ધીરૂની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે ઝીણા પટેલની હત્યાની કબૂલાત કરી હતી. જેથી નવસારી LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ ભગતના હત્યારા ધીરૂ પટેલની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઉલ્લેખનિય છે કે, ઝીણા ભગતની હત્યાની ઘટનાએ અંધશ્રદ્ધામાં ગુનાખોરી તરફ જતા વાર નથી લાગતીના તર્કને ફરી એકવાર સમર્થન આપ્યુ છે.

અપરાધ

એક્સપ્રેસ હાઈવે પરથી 2.50 લાખનો દારૂ ભરેલ કાર સાથે ચાલકની ધરપકડ

Published

on

By

પોલીસે દારૂ ભરાવનાર સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નવસારીમાં નેશનલ હાઈવે બાદ હવે એક્સપ્રેસ હાઈવે પરથી પણ રોજના લાખોના વિદેશી દારૂની હેરાફેરી શરૂ થઈ છે. જેમાં નવસારી LCB પોલીસે મળેલી બાતમીને આધારે ગણદેવા ટોલનાકા નજીકથી 2.50 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ કાર સાથે ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ ભરાવનાર સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી કુલ 7.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રવિવારે વહેલી સવારે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન PC પ્રશાંત બહાદુરસિંહ અને જયેશ બાબુજીને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક સફેદ રંગની કાર એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થનાર છે. જેને આધારે પોલીસે નવસારીના ગણદેવા સ્થિતિ એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી, તપાસ કરતા કારમાંથી 2.50 લાખ રૂપિયાની વ્હિસ્કી બીયરની કુલ 816 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ચાલક અને વલસાડ જિલ્લાના ઉંમરગામમાં શિવશંખ સોસાયટીમાં રહેતા સૌરવ ધનજીત યાદવ (21) ની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો સુરતના અણવાલના બુટલેગર હુસેન શેખે ભરાવ્યો હતો અને કાર વાપી ઓવરબ્રિજ પાસે આપી ગયો હતો. જ્યારે દારૂનો જથ્થો સુરતના કામરેજ ઓવરબ્રિજ પાસે હુસેનના માણસને આપવાનો હતો. જેથી પોલીસે હુસેન શેખ, તેનો અજાણ્યો માણસ અને કારના માલિકને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 5 લાખની કાર અને એક મોબાઈલ ફોન મળી કુલ 7.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગણદેવી પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી તપાસને વેગ આપ્યો છે.

Continue Reading

અપરાધ

નવસારીમાં લાખોનું ફર્નિચર અને પતરા ખરીદી ફરાર થયેલ આરોપી ત્રણ વર્ષે ઝડપાયો

Published

on

By

નવસારી ગ્રામ્ય પોલીસે અમદાવાદ રાજકોટ હાઇવે પર કલ્યાણગઢ ખાતેથી ઠગને પકડી પાડ્યો

નવસારી : નવસારીમાં વર્ષ 2023 માં રોયલ એગ્રો નામની દુકાન ખોલી, આશ્રમ માટે લાખોના પતરા અને ફર્નિચર ખરીદી તેના રૂપિયા નહીં આપી છેતરપિંડી કરનાર ઠગને નવસારી ગ્રામ્ય પોલીસે અમદાવાદ રાજકોટ હાઇવે પર કલ્યાણ ગઢ ખાતેથી પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ આરંભી છે.

આરોપીએ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના બંધ ખાતાના ચેક આપી કરી હતી છેતરપિંડી

મળતી માહિતી અનુસાર, નવસારીના કબીલપોર GIDC સ્થિત રુદ્ર કોમ્પલેક્ષમાં કચ્છના હરીશ વેલજી ભાનુશાળી અને યોગેશ ભગવાન પટેલ, અમદાવાદ ખાતે રહેતા રોહિત ઉર્ફે જગત ઉર્ફે જગદીશ તેમજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રહેતા ભરત મણીલાલ પટેલ, આ ચારેય વ્યક્તિઓએ વર્ષ 2023 માં રોયલ એગ્રો નામની દુકાન શરૂ કરી હતી. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં હરીશ ભાનુશાળીએ વિજલપોર ખાતે આવેલ ખોડીયાર સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફર્નિચર લેવાની વાત કરી હતી. જેથી ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝના માલિક દ્વારા તેમને ફર્નિચર બતાવી તેનું કુલ બિલ 1.91 લાખ રૂપિયા થતું હોવાનું કહી 50 ટકા એડવાન્સ આપવાની જણાવ્યું હતું. જેમાં પ્રથમ તેણે 5000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ટેમ્પો સાથે ફર્નિચર લેવા પહોંચેલા હરીશ ભાનુશાળીએ ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝના માલિકને વિશ્વાસમાં લઈ, 4 લાકડાના કબાટ, 4 બેડ, 3 ડ્રેસીંગ ટેબલ અને 4 ગાદલા ટેમ્પોમાં ભરાવી 1.85 લાખ રૂપિયાનો ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકનો બંધ ખાતાનો ચેક આપી, ત્યાંથી રવાના થઈ ગયો હતો. એજ પ્રમાણે નવસારીની કબીલપોર GIDC માં આવેલ સત્યમ ઇન્ડસ્ટ્રીઝમાંથી આશ્રમમાં પતરા આપવાનું કહીને 3.72 લાખ રૂપિયાના પતરા ખરીદ્યા હતા અને એને પણ એ જ પ્રમાણે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કનો બંધ ખાતાનો ચેક આપી પતરા ટેમ્પોમાં ભરાવી લઈ ગયા હતા. સમગ્ર પ્રકરણમાં બંને વેપારીઓને ચેક બાઉન્સ થતાં છેતરાયાનો અનુભવ થયો હતો. જેથી ખોડીયાર સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના કિશોર હાપલિયાએ તેમજ સત્યમ ઇન્ડસ્ટ્રીઝના રતિભાઈ ડોલરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે હરીશ ભાનુશાળી તેમજ તેના સાથીદારો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં હાલ નવસારી ગ્રામ્ય પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાતમી મળી હતી કે, આ છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપી અને નડિયાદની મહાવીર સોસાયટીમાં રહેતો સુરેશ વાલજી ઇટાલીયા (47) હાલ અમદાવાદ રાજકોટ હાઇવે પર આવેલ કલ્યાણગઢ રાજગૃહ તીર્થ પાસે છે. જેથી ગ્રામ્ય પોલીસની એક ટીમ કલ્યાણગઢ ખાતે પહોંચી હતી અને આરોપી સુરેશ ઇટાલીયાને દબોચી લીધો હતો. પોલીસે છેતરપિંડીના ગુનામાં સુરેશ ઇટાલીયાને નવસારી લાવી, તેની ધરપકડ કરી આગળની તપાસને વેગ આપ્યો છે.

Continue Reading

અપરાધ

કોટનના ગાભાની આડમાં ટ્રકમાં સંતાડી લઇ જવાતો 61.92 લાખનો દારૂ પકડાયો

Published

on

By

નવસારી LCB પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી, બેને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે કોટન ગાભાની આડમાં સંતાડીને લઇ જવાતો 61.92 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂ ભરાવનાર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

વિદેશી દારૂનો જથ્થો ગોવાથી ભારાવાયો હતો, જેને વડોદરા તરફ લઇ જવાતો હતો

મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસને ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે, ગોવાથી એક ટ્રકમાં કોટનના ગાભાની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઇ જવાઈ રહ્યો છે, જે હાલમાં નેશનલ હાઈવે નં. 48 પરથી પસાર થઇ રહ્યો છે. જેને આધારે LCB પોલીસની ટીમે હાઇવે પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ગાભાના 50 પાર્સલ સંતાડેલ 61.92 લાખ રૂપિયાની વ્હીસ્કીની 41,280 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના માણકી ગામના 32 વર્ષીય ભગીરથરામ જાગુની ધરપકડ કરી, તેની કડકાઈથી પૂછપરછ કરતા દારૂનો જથ્થો રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોરના શ્રવણ બિશ્નોઈએ ભરાવી આપ્યો હતો. જયારે અન્ય એક અજાણ્યો પણ તેની સાથે સામેલ હતો. જેથી પોલીસે શ્રવણ સાથે બેને વોન્ટેડ જાહેર કરી, ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 20 લાખનો ટ્રક અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 81.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.  

Continue Reading
Advertisement

Trending