Connect with us

વલસાડ

પારડીની એન.કે.દેસાઈ સાયન્‍સ કૉલેજમાં વાલી સંમેલન યોજાયું

Published

on

વલસાડ : વલસાડના પારડી ગામે આવેલી ધી પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત એન. કે. દેસાઇ સાયન્‍સ કૉલેજ ખાતે વાલી સંમેલનનું આયોજન કરાયુ હતુ. આ સંમેલનનો મુખ્‍ય ઉદ્દેશ પ્રથમ વર્ષ બીએસસીનું પરિણામ આવતાં શિક્ષકોની વાલી સાથે ચર્ચા-વિચારણા કરવાનો હતો.

આ પ્રસંગે કૉલેજના ડાયરેકટર દીપેશ શાહે વિદ્યાર્થીઓના વાલીઓને વિસ્‍તૃતમાં માહિતી આપતાં જણાવ્‍યુ હતુ કે, પ્રથમ વર્ષ બીએસસીના પરિણામમાં પ્રથમ ક્રમે પૂનમ ૭.૭૩ SGPA, દ્વિતીય ક્રમે માંગે ચૈતન્‍ય ૭.૬૪ SGPA અને તૃતીય ક્રમે ભૂમિકા ૭.૩૬ SGPA અંકોથી ઉત્તીર્ણ થઇ છે. આ વિદ્યાર્થીઓની પ્રેરણા લઇ અન્‍ય વિદ્યાર્થીઓને સખત મહેનત કરી આવનારા વર્ષોમાં વધુ અંકો મળે તે પ્રકારની તૈયારીઓ કરવા જણાવ્‍યું હતું.

પ્રથમ ત્રણ ક્રમાંકે ઉત્તીર્ણ તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન સંસ્‍થાના પ્રમુખ હેમંત દેસાઇના હસ્‍તે કરાયુ હતુ. તેમણે કૉલેજના તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍યની શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમની આભારવિધિ પ્રાધ્યાપક સુરભી પરમાર દ્વારા કરવામાં આવી હતી. સંમેલનમાં કોલેજ પરિવાર, વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ પ્રથમ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચુંટણી

નવસારીની વસુધારા ડેરીમાં ચેરમેનનો તાજ રાજાભાઈ પટેલના માથે  

Published

on

એક કલાકથી વધુની મથામણ બાદ થયેલી ચુંટણીમાં રાજાભાઈ 10 મતોથી વિજેતા

નવસારી : નવસારીનાં આલીપોર સ્થિત અને દક્ષિણ ગુજરાતની જાણિતી વસુધારા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ડેરીના 14 ડીરેક્ટરોએ કરેલા મતદાનમાં ભાજપી કિશોર પટેલને રાજાભાઈ પટેલે 10 મતોથી પછડાટ આપી જીત પોતાને નામે કરી હતી. જયારે વાઈસ ચેરમેન પદ પર સીતાબેન જાધવે બાજી મારી હતી.

પ્રાંત અધિકારીએ ચુંટણી પ્રક્રિયા શરૂ કરતા જ થયો હતો વિવાદ

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક સદ્ધરતાનું પર્યાય બનેલી નવસારીનાં આલીપોર સ્થિત વસુધારા ડેરી ડીરેક્ટરોની ચુંટણી બાદ 5 જાન્યુઆરી, સોમવારે બપોરે 12:૩૦ વાગ્યે ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. વસુધારા ડેરીનું સુકાન ભાજપી કિશોર પટેલને મળે એનો તખ્તો ગોઠવાયો હતો. પરંતુ સામે ગણદેવીની સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ડેરીનાં ડીરેક્ટર રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલ પણ ચેરમેનની ચુંટણી લડવા મેદાને હતા. ચીખલી પ્રાંત આધિકારી ચુંટણી પ્રક્રિયા માટે પહોંચ્યા, તો ભાજપી કિશોર પટેલની ચેરમેન પદની દાવેદારી સામે રાજાભાઈએ પણ ઉમેદવારી કરતા થોડી મિનીટ માટે વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો. પ્રાંત અધિકારીએ મતદાનની શરૂઆત કરાવતા જ બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી પ્રાંત અધિકારીએ બંને પક્ષોને થોડો સમય આપ્યો અને લગભગ 1 થી સવા કલાક બાદ ચુંટણી શરૂ કરવામાં આવી હતી. જેમાં ડેરીના 14 ડીરેક્ટરોએ કરેલા મતદાનમાં ભાજપી કિશોર પટેલને ફક્ત 4 મતો મળ્યા હતા. જયારે રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલને 10 મતો મળતા, તેમનો ભવ્ય વિજય થયો હતો. એજ રીતે વાઈસ ચેરમેન પદ માટે ભાજપના કલ્પના ભીંસરાને સીતા જાધવે 9 મતોથી પછડાટ આપી જીત પોતાના નામે કરી હતી.

Continue Reading

અપરાધ

નવસારી ગણદેવી માર્ગ પરથી 3.53 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર સાથે ચાલકની ધરપકડ

Published

on

By

પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નવસારીના આંતરિક માર્ગો પરથી વિદેશી દારૂની હેરાફેરી વધી છે, ત્યારે નસવારી LCB પોલીસે નવસારી ગણદેવી માર્ગ પર સોનવાડી ગામ નજીકથી 3.53 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર સાથે ચાલકની ધરપકડ કરી, બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસે ઘટના સ્થળેથી 7.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિદેશી દારૂની હેરાફેરી રોકવાના પ્રયાસોમાં હતી. ત્યારે HC બ્રિજેશ સતિષચંદ્ર અને PC કિરણ ભગુભાઈને બાતમી મળી હતી કે, સફેદ રંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો ગણદેવીથી નવસારીના માર્ગે થઈ સુરત તરફ જનાર છે. જે બાતમીને આધારે પોલીસે ગણદેવી તાલુકાના સોનવાડી ગામે અંબિકા નદીના પુલના દક્ષિણ છેડે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા કારમાંથી 3.53 લાખ રૂપિયાની વ્હિસ્કી બીયરની કુલ 1056 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક અને વલસાડના પારડી તાલુકાના ટુકવાડા ગામના વિજય પટેલની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂ ભરેલ કાર વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંબાચ ગામના અજીત કેયુર પટેલે આપી હતી. જ્યારે દારૂ ભરેલ કાર અજિતનો માણસ સુરતના ચલથાણ નહેર પાસેથી લઈ જવાનો હતો. જેથી પોલીસે અજિત અને અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે દારૂ સાથે પકડાયેલી કાર ઉપર લગાવેલ નંબર પ્લેટ ડુપ્લીકેટ હતી. પોલીસે ઘટના સ્થળેથી દારૂ, કાર અને મોબાઈલ ફોન મળી કુલ 7.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, ગણદેવી પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી તપાસને વેગ આપ્યો છે.

Continue Reading

ચુંટણી

વલસાડ લોકસભા ભાજપ ટાર્ગેટ મતોથી જીતશે – યશવંત દેશમુખ

Published

on

By

ભાજપ અને કોંગ્રેસની પાછલી ચુંટણીની ટકાવારી પણ ભાજપની જીત તરફ કરે છે ઇશારો

વલસાડ : લોકસભા ચુંટણી 2024 ના સાતેય તબકકાનું મતદાન પૂર્ણ થયુ છે અને 4 જૂને મત ગણતરી થશે. પરંતુ એ પૂર્વે જાહેર થયેલા એક્ઝીટ પોલમાં મોટાભાગનાએ ગુજરાતમાં ભાજપ 26 બેઠકો કબ્જે કરશેનું આકલન કર્યુ છે. જેમાં પણ C Voter ના સ્થાપક યશવંત દેશમુખનાં આકલન પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની બેઠકો સૌથી વધુ માર્જીનથી ભાજપનાં ખોળે જઈ રહી હોય એવું લાગી રહ્યુ છે, જેમાં વલસાડ લોકસભા બેઠક પણ ભાજપ ટાર્ગેટ મતોથી જીતશે. જોકે પાછલી ચુંટણીઓની ટકાવારીને જોવામાં આવે, તો પણ કોંગ્રેસ અને ભાજપને મળેલા મતોની ટકાવારી પણ વલસાડ લોકસભામાં ભાજપની જીત તરફ ઇશારો કરે છે.

વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ સાથે રસાકસી ખરી, પણ ભાજપ બાજી મારશે

લોકસભા ચુંટણી 2024 માં વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે આદિવાસીઓના નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. કારણ ગત વર્ષોમાં અનંત પટેલે વિવિધ આંદોલનો થકી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં લોકચાહના બનાવી હતી. સામે ભાજપે પણ જુના મહારથીઓને બાજુએ મુકી આદિવાસીઓને જાણનારા અને રાષ્ટ્રીય સ્તરે ભાજપના નેતૃત્વ સાથે ઘડાયેલા ધવલ પટેલને પોતાના યોદ્ધા તરીકે ઉતાર્યા હતા. બંને વચ્ચે ભારે રસાકસી રહી અને જેના પરિણામ સ્વરૂપ મતદાનમાં મતદારોએ પણ આકરા તાપમાં 72.71 ટકા મતદાન કરી, રાજકિય પંડિતોને પણ ચોંકાવી દીધા હતા. પરંતુ પાછલા વર્ષોની ચુંટણીઓના પરિણામોને જોતા ભાજપ વલસાડ લોકસભા બેઠક ઉપર મજબૂત લાગી રહી હતી. જેમાં પણ જયારે લોકસભા ચુંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે અને દેશની મોટાભાગની એજન્સીઓએ પોતાના સંશોધન બાદ જાહેર કરેલા એક્ઝીટ પોલમાં ગુજરાતમાં ભાજપ 26 બેઠકો જીતશેનો દાવો કર્યો છે. જેમાં પણ C Voter નું ચુંટણી પરિણામને લઇને થતુ આંકલન વાસ્તવિક મતદાનની નજીક અને ચોક્કસ માનવામાં આવે છે. ત્યારે C Voter ના સ્થાપક યશવંત દેશમુખે Hexilon News સાથે કરેલી વિશેષ વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપ 26 બેઠકો મેળવશે, જોકે બે ત્રણ બેઠકો ઉપર થોડી દ્વિઘા છે. પરંતુ દક્ષિણ ગુજરાતની બેઠકોમાં ભાજપ સૌથી વધુ મતોની લીડ મેળવશે. જેમાં રસાકસી ભરેલી વલસાડ બેઠક ઉપર ભાજપ પોતાના 5 લાખના ટાર્ગેટ નજીક રહેશે એવી સંભાવના દેખાઈ રહી છે.

1998 થી 2019 સુધીમાં ભાજપનો વોટ શેર 14 ટકા વધ્યો, એક આકલન મુજબ ધવલ પટેલ 3 લાખથી વધુની લીડથી જીતશે

વલસાડ લોકસભાની એક ખાસિયત રહી છે કે, અહીંથી જે પણ પક્ષનો ઉમેદવાર જીતે, કેન્દ્રમાં એજ પક્ષની સરકાર બને છે. ત્યારે પાછલા વર્ષોની ચુંટણીના આંકડાઓ ઉપર નજર કરીએ તો વર્ષ 1998 માં થયેલી લોકસભા ચુંટણીમાં ભાજપના મણી ચૌધરીએ 2,90,312 મતો અને તેમની સામે કોંગ્રેસના ઉત્તમ પટેલે 2,73,036 મેળવ્યા હતા. જેમાં ભાજપના મણી ચૌધરી 17,276 મતોની લીડથી જીત્યા હતા. ત્યારબાદ 1999 માં ફરી ચુંટણી થઇ અને ત્યારે પણ ભાજપના મણી ચૌધરીને 3,00,195 મતો અને સામે કોંગ્રેસના ઉત્તમ પટેલ 2,73,409 મતો મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉત્તમ પટેલને 1998 માં મળેલા મતોમાં ફક્ત 373 મતો વધુ મળ્યા હતા અને ભાજપના મણી ચૌધરી 26,788 મતની લીડથી જીત્યા હતા. જોકે 2004 માં વલસાડની હવા બદલાઇ, જેમાં કોંગ્રેસના કિશન પટેલ સામે મણી ચૌધરી 44,486 મતોની લીડથી હાર્યા હતા. પરંતુ પાંચ વર્ષો બાદ મતદારોનો મિજાજ થોડો બદલાયો, જેમાં 2009 માં કોંગ્રેસના કિશન પટેલ સામે ભાજપના ડૉ. ડી. સી. પટેલ ફક્ત 7,169 મતોથી જ હાર્યા હતા. જેથી ભાજપ 2009 માં જ ફરી મજબૂત થઇ હતી, ત્યારબાદ વર્ષ 2014 માં ભાજપના ડૉ. કે. સી. પટેલે કોંગ્રેસના કિશન પટેલને 2,08,004 મતોની લીડથી માત આપી હતી. જેમાં વર્ષ 2019 ની લોકસભા ચુંટણીમાં અંદાજે 75 ટકાનો વધારો થયો અને ભાજપના ડૉ. કે. સી. પટેલે કોંગ્રેસના જીતુ ચૌધરીને 3,54,132 મતોની લીડથી હરાવ્યા હતા. જેથી ગત લોકસભા ચુંટણીઓના આંકડાઓ પ્રમાણે 1998 માં ભાજપની મતોની ટકાવારી 47.20 ટકા હતી, જે 21 વર્ષોમાં એટલે 2019 માં 14.05 ટકા વધીને 61.25 ટકા થઇ હતી. જેથી કોંગ્રેસના અનંત પટેલ માટે ભાજપની 61 ટકાથી વધુની લોકચાહના તોડવી લોઢાના ચણા ચાવવા બરાબર છે. બીજી તરફ અનંત પટેલની લોકચાહના સામે ભાજપની સંગઠનાત્મક રણનીતિ અને નરેન્દ્ર મોદી પ્રત્યેની લોકોમાં લાગણી જોતા ભાજપના ધવલ પટેલની 3 લાખથી વધુ મતોથી જીતવાની સંભાવના વધી જાય છે.

Continue Reading
Advertisement

Trending