વલસાડ : વલસાડના પારડી ગામે આવેલી ધી પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન. કે. દેસાઇ સાયન્સ કૉલેજ ખાતે વાલી સંમેલનનું આયોજન કરાયુ હતુ. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પ્રથમ વર્ષ બીએસસીનું પરિણામ આવતાં શિક્ષકોની વાલી સાથે ચર્ચા-વિચારણા કરવાનો હતો.
આ પ્રસંગે કૉલેજના ડાયરેકટર દીપેશ શાહે વિદ્યાર્થીઓના વાલીઓને વિસ્તૃતમાં માહિતી આપતાં જણાવ્યુ હતુ કે, પ્રથમ વર્ષ બીએસસીના પરિણામમાં પ્રથમ ક્રમે પૂનમ ૭.૭૩ SGPA, દ્વિતીય ક્રમે માંગે ચૈતન્ય ૭.૬૪ SGPA અને તૃતીય ક્રમે ભૂમિકા ૭.૩૬ SGPA અંકોથી ઉત્તીર્ણ થઇ છે. આ વિદ્યાર્થીઓની પ્રેરણા લઇ અન્ય વિદ્યાર્થીઓને સખત મહેનત કરી આવનારા વર્ષોમાં વધુ અંકો મળે તે પ્રકારની તૈયારીઓ કરવા જણાવ્યું હતું.
પ્રથમ ત્રણ ક્રમાંકે ઉત્તીર્ણ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સંસ્થાના પ્રમુખ હેમંત દેસાઇના હસ્તે કરાયુ હતુ. તેમણે કૉલેજના તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમની આભારવિધિ પ્રાધ્યાપક સુરભી પરમાર દ્વારા કરવામાં આવી હતી. સંમેલનમાં કોલેજ પરિવાર, વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ પ્રથમ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.