Connect with us

ચુંટણી

નવસારીની વસુધારા ડેરીમાં ચેરમેનનો તાજ રાજાભાઈ પટેલના માથે  

Published

on

એક કલાકથી વધુની મથામણ બાદ થયેલી ચુંટણીમાં રાજાભાઈ 10 મતોથી વિજેતા

નવસારી : નવસારીનાં આલીપોર સ્થિત અને દક્ષિણ ગુજરાતની જાણિતી વસુધારા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ડેરીના 14 ડીરેક્ટરોએ કરેલા મતદાનમાં ભાજપી કિશોર પટેલને રાજાભાઈ પટેલે 10 મતોથી પછડાટ આપી જીત પોતાને નામે કરી હતી. જયારે વાઈસ ચેરમેન પદ પર સીતાબેન જાધવે બાજી મારી હતી.

પ્રાંત અધિકારીએ ચુંટણી પ્રક્રિયા શરૂ કરતા જ થયો હતો વિવાદ

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક સદ્ધરતાનું પર્યાય બનેલી નવસારીનાં આલીપોર સ્થિત વસુધારા ડેરી ડીરેક્ટરોની ચુંટણી બાદ 5 જાન્યુઆરી, સોમવારે બપોરે 12:૩૦ વાગ્યે ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. વસુધારા ડેરીનું સુકાન ભાજપી કિશોર પટેલને મળે એનો તખ્તો ગોઠવાયો હતો. પરંતુ સામે ગણદેવીની સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ડેરીનાં ડીરેક્ટર રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલ પણ ચેરમેનની ચુંટણી લડવા મેદાને હતા. ચીખલી પ્રાંત આધિકારી ચુંટણી પ્રક્રિયા માટે પહોંચ્યા, તો ભાજપી કિશોર પટેલની ચેરમેન પદની દાવેદારી સામે રાજાભાઈએ પણ ઉમેદવારી કરતા થોડી મિનીટ માટે વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો. પ્રાંત અધિકારીએ મતદાનની શરૂઆત કરાવતા જ બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી પ્રાંત અધિકારીએ બંને પક્ષોને થોડો સમય આપ્યો અને લગભગ 1 થી સવા કલાક બાદ ચુંટણી શરૂ કરવામાં આવી હતી. જેમાં ડેરીના 14 ડીરેક્ટરોએ કરેલા મતદાનમાં ભાજપી કિશોર પટેલને ફક્ત 4 મતો મળ્યા હતા. જયારે રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલને 10 મતો મળતા, તેમનો ભવ્ય વિજય થયો હતો. એજ રીતે વાઈસ ચેરમેન પદ માટે ભાજપના કલ્પના ભીંસરાને સીતા જાધવે 9 મતોથી પછડાટ આપી જીત પોતાના નામે કરી હતી.

ગુજરાત

કોંગ્રેસમાં સલાહ આપવાવાળા નહી, પણ કામ કરવાવાળાની જરૂર – બી. વી. શ્રીનિવાસ

Published

on

By

ચુંટણી જીતવા કોંગ્રેસની સંગઠનને મજબૂત કરવાની રણનીતિ

નવસારી : ગુજરાતમાં વર્ષોથી નબળી થઇ રહેલી પક્ષને જમીની સ્તરથી મજબૂત કરવા માટે કોંગ્રેસ અલગ અલગ સ્ટ્રેટેજી અપનાવી રહી છે. કોંગ્રેસ દ્વારા ચાળણીમાંથી ચાળી ચાળીને કાર્યકર્તાઓમાંથી પદાધિકારીઓ શોધવામાં આવી રહ્યા છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના પ્રભારી બન્યા બાદ પ્રથમવાર નવસારી આવેલા બી. વી. શ્રીનિવાસે કોંગ્રેસમાં સલાહ આપવાવાળા નહી, પણ કામ કરવાવાળા કાર્યકરોની જરૂર હોવાનું પરખાવી, કામ નહી કરે, તો બહારનો રસ્તો બતાવવા સુધીની ગર્ભિત ચેતવણી પણ તેમણે કાર્યકરોને આપી હતી.

પદાધિકારીઓને કાર્યકરો અને લોકો વચ્ચે સતત સંપર્કમાં રહેવાની આપી સૂચના

નવસારી જિલ્લો છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનો ગઢ બન્યો છે, પરંતુ વાંસદામાં ભાજપ ફાવી શકી નથી. જોકે કોંગ્રેસ બાકીની ત્રણ વિધાનસભામાં ખુબ પાછળ છે. બીજી તરફ કોંગ્રેસનાં પદાધિકારીઓમાં પણ એકજુથતા ન હોવાથી પણ કોંગ્રેસ ચુંટણીમાં નબળી સાબિત થાય છે. જેના કારણે ગત ચુંટણીઓમાં કોંગ્રેસનું પરફોર્મન્સ કથળ્યું હતું. ગુજરાતમાં થોડા મહિનાઓમાં મહાનગર પાલિકાઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતોની ચુંટણીઓ યોજાશે. ત્યારે કોંગ્રેસ દ્વારા જમીની સ્તરે મજબૂતી મેળવવાના પ્રયાસો આરંભ્યા છે. જેમાં આજે નવસારીના ગણદેવા ગામે યોજાયેલ સભામાં દક્ષિણ ગુજરાતના નવનિયુક્ત પ્રભારી બી. વી. શ્રીનિવાસ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં કાર્યકરોને સંબોધિત કરવાની શરૂઆતમાં જ તેમણે કાર્યકરોને એકબીજાની ફરિયાદ નહી, પણ કામ ઉપર ધ્યાન આપવા સંભળાવી દીધું હતું. જેની સાથે જ તેમણે ઉમેર્યુ કે, પક્ષને સલાહ આપવાવાળા નહી, પણ કામ કરે એવા કાર્યકરોની જરૂર છે. જેથી કાર્યકરોને આગામી 3 થી 4 મહિનામાં કામ કરીને બતાવવા અને તેને રીવ્યુ કર્યા બાદ નિર્યણ કરવાનું કહી, 5 મુદ્દાઓની કામગીરી ઉપર ધ્યાન આપી, એમાં કામગીરી બતાવવા જણાવ્યુ હતું. સાથે જ તેમણે બુથ, મંડળ અને જિલ્લા સ્તરે રેગ્યુલર બેઠકો કરીને એકબીજાને સમજી લોકો વચ્ચે સંપર્ક મજબૂત કરવાની સ્ટ્રેટેજી ઉપર કામ કરવા સૂચના આપી હતી. જેની સાથે કાર્યકરોને કામ નહી કરે, તો બહારનો રસ્તો બતાવવાની ગર્ભિત ચેતવણી પણ આપી હતી.

Continue Reading

ગુજરાત

નવસારીમાં 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી

Published

on

જિલ્લામાં 1.08 લાખ મતદારો 22 જૂને મતદાન કરી ચુંટશે ગ્રામ્ય સરકાર

નવસારી : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું બ્યુગલ વાગી ચુક્યુ છે અને ચુંટણી મેદાનમાં ઉતરનારા મહારથીઓ પણ સજ્જ થઇ ચુક્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ 56 માંથી 11 ગ્રામ પંચાયતો સમરસ થતા હવે 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાંથી 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી, આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાશે.

સામાન્ય ચુંટણીમાં 126 ઉમ્દેવારો સરપંચ અને 433 ઉમેદવારો સભ્યની ચુંટણી લડશે

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન હતુ. પરંતુ હવે ગ્રામ પંચાયતોની ચુંટણી બાદ ગામ સરકાર રચાશે. ગ્રામ પંચાયતોની જાહેરાત થયા બાદ જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના સમર્પિત ઉમેદવારોને ચુંટણી મેદાનમાં ઉતારવા થનગની રહ્યા હતા. જેમાં જિલ્લાના 5 તાલુકાઓની 56 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી, જયારે 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી યોજવાની ઘોષણા થઇ હતી. ઉમેદવારીપત્રો ભરાયા બાદ અનેક કારણોમાં સામાન્ય ચુંટણીમાં સરપંચ માટે 183 ઉમેદવારોએ 184 ફોર્મ ભર્યા હતા. જયારે સભ્ય પદ માટે 700 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી સરપંચમાં 1 અને સભ્યમાં 16 ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને 45 સરપંચ ઉમેદવારોએ અને 23 સભ્ય ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. જયારે 11 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. જેથી હવે જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 126 ઉમેદવારો અને સભ્ય પદ માટે 433 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. આગામી 22 જૂને, 45 ગામોના 53,410 પુરૂષ અને 55,276 મહિલા મતદારો મળીને કુલ 108686 મતદારો પોતાના ભાવી સરપંચ અને વોર્ડ સભ્યોને ચુંટશે.

14 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં 26,441 મતદારો કરશે મતદાન

બીજી તરફ જિલ્લામાં 82 ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી પણ જાહેર થઇ હતી. જેમાં પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ચુંટણી જંગ લડવા તૈયાર થયા હતા. જેમાં સરપંચ માટે 28 ઉમેદવારો અને સભ્ય માટે 85 ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવવા કમર કસી હતી. પરંતુ 2 સભ્ય પદ માટેના ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા હતા અને સરપંચના 8 અને સભ્યના 8 ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા. જેમાં 1 સરપંચ અને 42 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જેથી હવે 14 ગ્રામ પંચાયતોમાં 19 ઉમેદારો સરપંચ પદ માટે અને ૩૩ ઉમેદવારો સભ્ય પદ માટે ચુંટણી જંગ ખેલશે. પેટા ચુંટણીમાં 13,241 પુરૂષ અને 13,200 મહિલા મતદારો મળીને કુલ 26,441 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

જે ગામોમાં સામાન્ય ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : દંડેશ્વર અને નવા તળાવ

જલાલપોર : સિસોદ્રા પારડી (આરક) જૂથ, પનાર, કણીયેટ ચોરમલા ભાઠા, માછીવાડ, માછીવાડ (દીવાદાંડી), આસણા, દાંતી, કૃષ્ણપુર અને ઓન્જલ

ગણદેવી : પીપલધરા, સરીબુજરંગ, તલોધ, અંચેલી, તોરણ ગામ, એંધલ, પીંજરા, વેગામ અને અમલસાડ

ચીખલી : કણભઈ, સતાડીયા, રૂમલા, આંબાપાડા, સ્યાદા, તલાવચોરા, બારોલીયા મંદિર ફળિયા,

વાંસદા : મહુવાસ, અંકલાછ/કામળઝરી જૂથ, લાકડબારી, ગંગપુર, ઉમરકુઇ, મીંઢાબારી, કુકડા, કુરેલિયા, ગોધાબારી, ચોંઢા, કાવડેજ, પીપલખેડ, રવાણીયા, વાઘાબારી, પાલગભાણ, કંબોયા, પ્રતાપનગર અને વાંદરવેલા

જે ગામોમાં પેટા ચુંટણી યોજાવાની છે, એ ગામોની તાલુકા અનુસાર યાદી

નવસારી ગ્રામ્ય : નસીલપોર/વીરવાડી જૂથ, વાડા (અદડા) અને પરતાપોર

જલાલપોર : સાગરા

ગણદેવી : આંતલિયા, માસા, ઉંડાચ લુહાર ફળિયા અને વડસાંગળ

ચીખલી : ઘેકટી, નોગામા, સાદકપોર, ઢોલુમ્બર, સોલધરા અને આમધરા

Continue Reading

ચુંટણી

વાંસદા કોંગ્રેસને ફરી ઝટકો, વાસકુઈ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા

Published

on

By

ધારાસભ્ય નરેશ પટેલે 17 કોંગ્રેસી કાર્યકરોને ભગવો પહેરાવી આવકાર્યા

નવસારી : નવસારીના વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠકની પેટા ચુંટણીમાં રાજકારણમાં ઠંડીમાં પણ ગરમાટો જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસને ભાજપે ફરી ઝટકો આપ્યો છે, આજે વાસકુઈ ગામે આયોજિત ચુંટણી સભામાં 17 કોંગ્રેસી કાર્યકરોએ ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ભગવો ધારણ કરી, કોંગ્રેસનો હાથ છોડ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસમાં 40 થી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીને લઈ રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો છે. ખાસ કરીને વાંસદા તાલુકા પંચાયતની કંડોલપાડા બેઠકની પેટા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભા જેવી ટક્કર જોવા મળી છે, જેમાં કાર્યકરોએ પક્ષ પલટા પણ કર્યા છે. કંડોલપાડા બેઠક અંતર્ગત આવતા ગામડાઓમાં ભાજપ અને કોંગ્રેસ બંને ચુંટણી સભાઓ કરી રહ્યા છે. જેમાં ભાજપની સભામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ કોંગ્રેસનો હાથ છોડી ભગવા રંગે રંગાઈ રહ્યા છે. બે દિવસ અગાઉ લીંબારપાડાન 30 કોંગ્રેસી કાર્યકરોએ વલસાડના સાંસદ ધવલ પટેલને હાથે ભગવો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે આજે વાસકુઈ ગામમાં ગણદેવી ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી ચુંટણી સભામાં 17 કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય નરેશ પટેલે કોંગી કાર્યકરોને ભગવો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

 

Continue Reading
Advertisement

Trending