Connect with us

મારું ગામ

પંચાયત ઘર એ ગામનું હૃદય છે – રમણલાલ પાટકર

Published

on

માલખેત ગામે ગ્રામ પંચાયતના નવા મકાનનુ થયુ ભૂમિપૂજન

વલસાડ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માલખેત ગામે રૂા. ૧૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા ગ્રામ પંચાયતના નવા મકાનનું ભૂમિપૂજન વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્‍તે કરાયું હતું.

??? ??????????????? ????????????????????? ???????????????

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, પંચાયત ઘર એ ગામનું હૃદય છે, જેનું મકાન સારું ગુણવત્તાયુક્‍ત બને અને તેની યોગ્‍ય જાળવણી કરવાની જવાબદારી ગ્રામજનોની છે. ગ્રામ પંચાયતનું નવું મકાન બનતાં ગ્રામજનોને મળતી સુવિધાઓમાં પણ વધારો થશે. ખતલવાડાથી માલખેત જતો રસ્‍તો એક કરોડના ખર્ચે નવો બનશે, આ ઉપરાંત અન્‍ય સાંકડા રસ્‍તાઓને પહોળા બનાવવાનું આયોજન પણ કરાયું છે. આ કામગીરીમાં ગ્રામજનોના સહકારને અપેક્ષા તેમણે વ્‍યક્‍ત કરી હતી. ખેડૂતો માટે રાજ્‍ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેનો સંબંધિતોને લાભ લેવા જણાવી અતિવૃષ્‍ટિથી પ્રભાવિત ખેડૂતો લાભ લેવા માટે ૧૪મી જાન્‍યુઆરી સુધીમાં અરજી કરવા જણાવ્‍યું હતું. વિધવા પેન્‍શન વૃદ્ધ પેન્‍શન સહિત જરૂરિયાતમંદ લોકોને સ્‍પર્શતી દરેક યોજનાઓનો લાભ અપાવવા ગ્રામ અગ્રણી તેમજ સરપંચને પૂરતો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

માલખેત સરપંચ મહેશ બસીયાએ ગામમાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી ગામના વિકાસમાં સહભાગી સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. માલખેત પ્રાથામિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્‍વાગત ગીત રજૂ કર્યાં હતાં.

આ અવસરે એફ. સી. આઇ. ના સભ્‍ય હિતેશ સુરતી, તાલુકા પંચાયત સભ્‍ય વૈશાલીબેન, અગ્રણી પપ્‍પુ  તિવારી, મુકેશ પટેલ, કનુ સોનપાલ, પંચાયત સભ્‍યો તથા ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ

નવસારીના રૂમાલામાં દીપડો પાંજરે પુરાયો : ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

Published

on

By

ચીરપાડા ફળિયામાં બે દિવસથી ચાલતા ‘દીપડા રાજ’નો વન વિભાગની ત્વરિત કામગીરીથી આવ્યો અંત

નવસારી : નવસારી જિલ્લાના ચીખલી તાલુકા સ્થિત રૂમાલા ગામના ચીરપાડા ફળિયામાં પાછલા બે દિવસથી ભયનો માહોલ સર્જનાર કદ્દાવર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાતા જ સ્થાનિક ગ્રામજનોએ ભારે રાહત અનુભવી છે.

શિકારની શોધમાં નીકળેલો વનરાજ પાંજરે પુરાયો, ગ્રામજનોના ટોળા ઉમટ્યા

છેલ્લા બે દિવસથી નવસારીના ચીખલી તાલુકાના રૂમાલા ગામના ચીરપાડા ફળિયા આસપાસ દીપડાની સક્રિય હિલચાલ જોવા મળતા સ્થાનિકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતાને ધ્યાને રાખી ગ્રામજનોએ તુરંત ચીખલી વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે ત્વરિત પગલાં ભરીને સ્થાનિક નીલેશ દેશમુખના વાડામાં વ્યૂહાત્મક રીતે પાંજરૂ ગોઠવ્યું હતું. મોડી રાત્રે ખોરાક અને શિકારની શોધમાં આવેલો આ કદ્દાવર દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો. સવારે દીપડો પાંજરે પુરાયાના સમાચાર ફેલાતા જ આ અદભૂત વન્યજીવને જોવા માટે ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા હતા. વન વિભાગે સ્થળ પર પહોંચીને દીપડાનો સુરક્ષિત કબજો મેળવી તેને ચીખલી ખાતે ખસેડ્યો હતો. વન્યજીવ તબીબો દ્વારા દીપડાનું પ્રાથમિક આરોગ્ય પરીક્ષણ કર્યા બાદ તેને તેના પ્રાકૃતિક નિવાસસ્થાન એવા ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે .

Continue Reading

આરોગ્ય

સ્વચ્છતા હી સેવા-2026 : કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

Published

on

By

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં 2 જી ઓક્ટોબરે યોજાશે મુખ્ય કાર્યક્રમ

નવસારી : નવસારી જિલ્લામાં આગામી ગાંધી જયંતિના પાવન પ્રસંગે ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અને ત્યારબાદ યોજાનારા વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોના સુચારૂ અમલીકરણ માટે જિલ્લા તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. આજે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં 2 જી ઓક્ટોબરે ચીખલીના મજીગામ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સ્વચ્છતા કાર્યક્રમ તથા અન્ય વહીવટી આયોજનોની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

2 થી 4 ઓક્ટોબર : સઘન સ્વચ્છતા ઝુંબેશ અને ‘કેચ ધ રેઇન’ જનજાગૃતિ

ગાંધી જયંતિના વિશેષ અવસરે મજીગામ ખાતે મુખ્ય કાર્યક્રમની સાથે સાથે સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહેસુલી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જાહેર સ્થળોની સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે કાયમી જાગૃતિ કેળવાય તે માટેના વિવિધ આયોજનો ઘડવામાં આવ્યા છે. વધુમાં, 4 ઓક્ટોબરના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારના અધિકારીઓ-પદાધિકારીઓ અને પ્રજાજનોની સક્રિય ભાગીદારીથી સઘન સફાઈ ઝુંબેશ તેમજ ‘કેચ ધ રેઇન’ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંચયને લગતા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

5 અને 6 ઓક્ટોબર : મજીગામના દિનકર ભવન ખાતે એલીમ્કો સહયોગથી વિશિષ્ટ કેમ્પ

સ્વછતા અભિયાન ઉપરાંત આગામી 5 અને 6 ઓક્ટોબરે મજીગામના દિનકર ભવન ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને ‘એલીમ્કો’ (ALIMCO) ના સંયુક્ત ઉપક્રમે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સ્થળની પૂર્વતૈયારીઓ, જરૂરી ભૌતિક સુવિધાઓ તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચેના સુચારુ સંકલન અંગે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને વિગતવાર માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કલેક્ટરે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને માત્ર એક સરકારી કાર્યક્રમ ન રાખતા, લોકભાગીદારી વધારીને એક વ્યાપક જનઆંદોલન બનાવવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ વિભાગોને પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન સાથે કામગીરી કરવા સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા હતા.

Continue Reading

સમસ્યા

ઘોલાઈ બંદરે 2000 ચો. મી. સરકારી જમીન પર બુલડોઝર ફર્યું

Published

on

By

દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી તંત્રનું મોટું ડિમોલિશન

નવસારી : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધોલાઈ ગામે આવેલા નવસારીના એકમાત્ર દરિયાઈ બંદર, ઘોલાઈ બંદર ખાતે સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ લાલ આંખ કરી હતી. દરિયાઈ સુરક્ષાના અત્યંત સંવેદનશીલ મુદ્દાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહીમાં આશરે 2000 ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન પરથી 18 થી વધુ અનઅધિકૃત દુકાનો, શેડ અને કેબિનોના દબાણો દૂર કરી જમીન સંપાદિત કરવામાં આવી હતી.

માનવતા દાખવ્યા બાદ વહીવટી તંત્રની આકરી કાર્યવાહી

ઘોલાઈ બંદર ખાતે સરકારી હેડની જમીન પર અનઅધિકૃત રીતે દુકાનો, ગેરેજ, પતરાના શેડ અને કેબિનો ઊભા કરી દેવાયા હોવાની ફરિયાદો મળતા તંત્ર દ્વારા ગત 24 સપ્ટેમ્બરના રોજ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, સ્થાનિક દબાણકારોએ પોતાનો સામાન અન્ય જગ્યાએ ખસેડવા માટે વિનંતી કરતા વહીવટી તંત્રએ માનવતાવાદી અભિગમ દાખવી 27 સપ્ટેમ્બર સુધીની મુદત આપી હતી. મુદત પૂર્ણ થતાં જ જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ચીખલી પ્રાંત અધિકારી નિશાંત કુગસીયા, ગણદેવી મામલતદાર દીપિકા શેઝ, મહેસુલી ટીમ, GEB અને વલસાડ રૂરલ ડિવિઝનના ઇજનેરોની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તમામ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરી દેવાયા હતા.

અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની સ્પષ્ટ ચેતવણી

કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગાડે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વહીવટી તંત્રએ આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સરકારી મિલકતો કે પર્યાવરણને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોની આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી લેવાશે નહીં. આગામી દિવસોમાં પણ સમગ્ર જિલ્લામાં સરકારી જમીનો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની આ કડક ઝુંબેશ નિરંતર ચાલુ રહેશે.

Continue Reading
Advertisement

Trending