નવસારી ચેમ્બર્સના 1976 સભાસદો કરશે મતાધિકારનો ઉપયોગ
નવસારી : નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી શરૂ થઇ છે. 10 વર્ષો બાદ થઇ રહેલી ચુંટણીમાં મહાજન અને વિકાસ પેનલ વચ્ચે રસાકસી થવાની સંભાવના જોવાઇ રહી છે. ત્યારે આજે થઇ રહેલા મતદાનમાં નવસારીના વેપારીઓ અને ઉદ્યોગકારો મળી 1976 સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
બંને પેનલ દ્વારા પોતાના 7 ઉમેદવારોને વિજયી બનાવવા એડીચોટીનું જોર
નવસારી જિલ્લાના વેપારીઓ, ઉદ્યોગકારોનાં સંગઠન નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષોથી સભાસદો વચ્ચે સુમેળ સાધીને ચુંટણી ટાળવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે સભાસદો અને ચેમ્બરના આગેવાનો વચ્ચે મનમેળ ન બેસતા ચુંટણી યોજાઇ છે. નવસારી હાઈસ્કૂલ ખાતે આજે સવારે 9 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી શરૂ થઇ છે. મતદાન કેન્દ્રમાં 4 બુથમાં વેપારીઓ, ઉદ્યોગકારો સહિતના કુલ 1976 સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બંને પેનલમાં 7-7 ઉમેદવારો હોવાથી 7 અલગ અલગ બેલેટ પેપરથી મતદાન થઇ રહ્યુ છે. ત્રણ ચુંટણી અધિકારીઓના મોનીટરીંગમાં યોજાઇ રહેલી ચુંટણીમાં મોડી સાંજે મતગણતરી થશે. જોકે ત્યાં સુધી ચુંટણીમાં ભારે રસાકસી રહેવાની સંભાવના જોવાઈ રહી છે.
નવસારી ચેમ્બર ઓફ કોમર્સની ચુંટણી, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ