ગુજરાત

નવસારી લોકસભા બેઠકનું ચુંટણી ચિત્ર સ્પષ્ટ : 14 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચુંટણી જંગ

Published

on

આજે 4 અપક્ષ ઉમેદવારો અને એક રાજકિય પક્ષના ઉમેદવારે ખેંચી ઉમેદવારી

નવસારી : લોકસભા ચુંટણીને લઈ આજે ચિત્ર સ્પષ્ટ થયું છે. નવસારી લોકસભા બેઠક ઉપર ચુંટણી મેદાનમાં ઉતરેલા 19 ઉમેદવારોમાંથી આજે 5 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે 14 ઉમેદવારો ચુંટણી જંગ લડશે.

35 ઉમેદવારીપત્રોમાંથી 7 રદ્દ, 5 પરત ખેંચાયા, અંતે 14 ઉમેદવારો લડશે ચુંટણી

લોકસભા ચુંટણીનું બ્યુગલ વાગતા જ રાજકીય પક્ષો ચુંટણી લડવાની તૈયારીમાં મંડી પડ્યા હતા. દરમિયાન ગત 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધીમાં ઉમેદવારી કરવાની હતી, જેમાં 25 નવસારી લોકસભા બેઠક ઉપર રાજકિય પક્ષો અને અપક્ષ મળી કુલ 35 ઉમેદવારીપત્રો ભરાયા હતા. ત્યારબાદ 20 એપ્રિલે થયેલી ચકાસણીમાં 7 ઉમેદવારીપત્રો રદ્દ થતા 9 રાજકિય પક્ષના ઉમેદવાર અને 10 અપક્ષ ઉમેદવારો મળી કુલ 19 ઉમેદવારો ચુંટણી જંગમાં ઉતર્યા હતા. જોકે આજે ઉમેદવારીપત્રો પરત ખેંચવાના દિને 4 અપક્ષ અને 1 રાજકિય પક્ષના ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચતા ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. હવે નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, બસપા સહિતના 8 રાજકિય પક્ષોના ઉમેદવારો અને 6 અપક્ષ ઉમેદવારો ચુંટણી જંગ ખેલશે. જેમાં ભાજપાના સી. આર. પાટીલ અને કોંગ્રેસના નૈષધ દેસાઈ વચ્ચે ખરાખરીનો જંગ થવા જઈ રહ્યો છે.

ઉમેદવારીપત્રો પરત ખેંચનારા ઉમેદવારોના નામ

  • વિજય દામજી ઠુમ્મર – ભારતીય બહુજન કોંગ્રેસ પાર્ટી
  • ચેતન ઈશ્વર કહાર – અપક્ષ
  • મેહમુદ અહમદ સૈયદ – અપક્ષ
  • મુનાફ ગની વોરા – અપક્ષ
  • વિનય ભરત પટેલ – અપક્ષ

નવસારી લોકસભા બેઠક ઉપર આ 14 ઉમેદવારો વચ્ચે રમાશે ચુંટણી જંગ

  1. નૈષધ ભૂપત દેસાઈ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
  2. સી. આર. પાટીલ – ભારતીય જનતા પાર્ટી
  3. મલખાન રામકિશોર વર્મા – બહુજન સમાજ પાર્ટી
  4. કનુ ટપુ ખડદિયા – સોશ્યલ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિટી)
  5. કાદિર મહમૂદ સૈયદ – સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા
  6. મોહમદ હનીફ મોહમદ માસુમ શાહ – ગરીબ કલ્યાણ પક્ષ
  7. રમઝાન ભીલું મન્સૂરી – લોગ પાર્ટી
  8. સુમનબેન રવિ ખુશવાહ – સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
  9. અયાઝ હસરૂદ્દીન કાઝી – અપક્ષ
  10. કિરીટ લાલુ સુરતી – અપક્ષ
  11. ચંદનસિંહ શિવબદનસિંહ ઠાકૂર – અપક્ષ
  12. નવીન શંકર પટેલ – અપક્ષ
  13. મહોમદ નિશાર મોહમદ યુનીસ શેખ – અપક્ષ
  14. રાજુ ભીમરાવ વારડે – અપક્ષ

Click to comment

Trending

Exit mobile version