અકસ્માત

નવસારીના ઇટાળવા નજીક અકસ્માત સર્જનાર ST બસ ચાલકની ધરપકડ

Published

on

બીલીમોરાથી નવસારી આવતી ST બસની અડફેટે યુવાન મોતને ભેટ્યો હતો

નવસારી : નવસારી ગણદેવી માર્ગ પર શહેરના ઇટાળવા નજીક ગત રોજ બીલીમોરાથી નવસારી આવી રહેલી ST બસની અડફેટે ચઢતા 35 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ. જેમાં પોલીસે બસના ચાલકની અકસ્માત મોતના ગુના હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

બેદરકારી દાખવનાર બસ ચાલક સામે ST વિભાગ કરશે ખાતાકીય તપાસ

મળતી માહિતી અનુસાર, નવસારી વિજલપોર શહેરના ઇટાળવાના દોઝી ફળિયામાં રહેતો 35 વર્ષીય રાજુ હળપતિ ગત રોજ રાતે 7:30 વાગ્યા આસપાસ પોતાના ફળિયાથી સામે છેડે કોઈ કામ અર્થે જવા નીકળ્યો હતો. પરંતુ રસ્તો ક્રોસ કરવા ગયો ત્યાં જ રાજુ બીલીમોરાથી નવસારી પુર ઝડપે આવી રહેલી ST બસની અડફેટે ચઢ્યો હતો. બસ સાથે ભટકયા બાદ રસ્તા પર પટકાતા બસનું તોતિંગ ટાયર તેના ઉપરથી ફરી જતા, રાજુ હળપતિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતું. સમગ્ર પ્રકરણમાં મૃતકની માતા કમળાબેન હળપતિની ફરિયાદના આધારે બસ ચાલક વિરૂદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જેમાં આજે પોલીસે અકસ્માત સર્જનાર ST બસના ચાલક અને વલસાડ જિલ્લાના ડુંગરી તાલુકાના માલવણ ગામના યોગેશ પટેલની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે. બીજી તરફ ST વિભાગ દ્વારા પણ અકસ્માતમાં ચાલકની બેદરકારી હોવાની વાત કરી, જો ચાલકની જવાબદારી નક્કી થશે તો ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે અને મૃતક યુવાનના પરિવારને કોર્ટના હુકમ વળતરની કાર્યવાહી કરાશે.

Click to comment

Trending

Exit mobile version