અપરાધ

2.51 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે ટેમ્પો ચાલક સાથે બેની ધરપકડ

Published

on

દારૂ ભરી આપનાર મુંબઈનો બુટલેગર અને મંગાવનાર મળી બે વોન્ટેડ

નવસારી : નેશનલ હાઈવે નં. 48 પરથી ગણદેવી પોલીસે બાતમીને આધારે મુંબઈથી 2.51 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફ જતા ટેમ્પો સાથે ચાલક સહિત બેની ધરપકડ કરી હતી. જયારે દારૂ ભરી આપનારા મુંબઈના બુટલેગર સહિત મંગાવનાર મળી બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસે ઘટના સ્થળેથી કુલ 4.06 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં દારૂની બદીને રોકવા માટે જિલ્લા પોલીસના અધિકારીઓને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેમાં ગણદેવી પોલીસ દ્વારા પણ બાતમીદારોના નેટવર્કને એક્ટીવ કરવામાં આવ્યુ હતું. આજે ગણદેવી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે વલસાડ તરફથી એક ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો નેશનલ હાઈવે નં. 48 પર થઇને સુરત તરફ જનાર છે. જેને આધારે પોલીસે હાઈવે પર ફિલ્ડીંગ ગોઠવી હતી, દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી 2,51,328 રૂપિયાની વ્હીસ્કી અને બીયરની કુલ 1920 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને મુંબઈના પાલઘર તાલુકાના બોઇસર વેસ્ટના અવધ નગરમાં ભાડેથી રહેતા અને મુળ યુપીના 23 વર્ષીય અનવર નિઝામુદ્દીન અલી તેમજ તેની સાથે ક્લીનર તરીકે બેઠેલા 17 વર્ષીય તરૂણને પકડી પાડ્યા હતા. ચાલક અનવરની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો મુંબઈના બોઇસર વેસ્ટના શ્રીરામ નગરમાં રહેતા વારીશ ફરિયાદ શેખે ભરાવી આપ્યો હતો અને તેને અજાણ્યાએ મંગાવ્યો હતો. જેથી પોલીસે વારીશ સાથે બેને વોન્ટેડ જાહેર કરી ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 1.50 લાખનો ટેમ્પો અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 4.06 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ ગણદેવી પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.  

Click to comment

Trending

Exit mobile version