અપરાધ

કાલિયાવાડીમાં જલારામ એપાર્ટમેન્ટના બીજા માળેથી સગીરા નીચે પટકાઈ

Published

on

ઘાયલ સગીરાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ

નવસારી : નવસારી શહેરના કાલિયાવાડીમાં જલારામ એપાર્ટમેન્ટમાં રહેતી 15 વર્ષીય સગીરા મોડી સાંજે અકસ્માતે દાદર પરથી પગ ફસડાઈ જતા બીજા માળેથી નીચે પટકાઈ હતી. નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ સગીરાને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

દાદી અને પૌત્રી થોડા મહિના અગાઉ જ જલારામ એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા

નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલા જલારામ એપાર્ટમેન્ટમાં થોડા મહિના અગાઉ જ 15 વર્ષીય સગીરા અને તેના દાદી બંને રહેવા આવ્યા હતા. દરમિયાન આજે મોડી સાંજે અચાનક સગીરા બીજા માળેથી નીચે પટકાતા એપાર્ટમેન્ટના લોકોમાં દોડધામ મચી હતી. સગીરાની દાદી પણ તરત પૌત્રીને જોવા નીચે દોડી આવ્યા હતા. બીજા માળેથી નીચે પટકાયેલી સગીરાના પગમાં તેમજ શરીરમાં અન્ય જગ્યાએ ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસતા પગમાં ફ્રેકચર હોવાનું જણાયું હતું. જોકે ઘટનામાં સગીરાને વધુ ઈજાઓ ન થતા દાદીને રાહત મળી હતી.

દાદર પરથી પગ ફસડાતા બીજા માળેથી પટકાઈ હતી સગીરા

સગીરા નીચે પટકાવવાના પ્રકરણમાં પોલીસ તપાસમાં સગીરા બીજા માળે હતી, ત્યારે અકસ્માતે તેનો પગ દાદર પરથી ફસડાઈ જતા, બીજા માળેથી નીચે પટકાઈ હતી. ઉપરથી નીચે પટકાવાના કારણે તેના પગમાં ફ્રેકચર છે, બાકી બીજી કોઈ ગંભીર ઇજા થઈ નથી.

Click to comment

Trending

Exit mobile version