મારામારી અને અન્ય ગુનાહોમાં લિપ્ત હોવાથી ૬ મહિના માટે નવસારી જિલ્લામાંથી કરાયો તડીપાર
નવસારી : વિજલપોર નગર પાલિકામાં ભાજપનાં સાશન સામે જ બાંયો ચઢાવનારા બાગી ભાજપી નગરસેવક જ્યોતિ રાજભરને મારામારી અને અન્ય ગુનાહોમાં લિપ્ત હોવાથી જિલ્લા પોલીસે ૬ મહિના માટે નવસારી જિલ્લામાંથી તડીપાર કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, વિજલપોર નગર પાલિકામાં બે ટર્મથી ભાજપના નગર સેવક અને શહેરની ધીરૂભાઈની વાડીની ગલી નં. ૨ માં રહેતા જ્યોતિકુમાર ઉર્ફે જ્યોતીન્દ્રકુમાર રાજભર (ઉ. વ. ૩૪) એક વર્ષ અગાઉ વિજલપોર પાલિકામાં ભાજપને મત્તા મળ્યા બાદ અન્ય નગરસેવકો સાથે પાલિકામાં ભાગ બટાઈને લઇને વિવાદમાં આવ્યો હતો. જેમાં સત્તા ઉથલાવવાનો પણ બાગી નગરસેવકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ભાજપમાંથી સામુહિક રાજીનામાં પણ ધારી દીધા હતા. જોકે પાલિકાના ભાજપી સાશકો સામે ખુદ ભાજપના જ નગર સેવકોએ બળવો કરતા ભાજપે તેમને નાથવા માથેના પ્રયાસો પણ શરૂ કર્યા હતા અને બાગી નગર સેવકો સામે પોલીસ કેસો પણ થયા હતા. જોકે ભાજપીઓની આંતરિક લડાઈને કારણે મારામારી અને રાયોટીંગના ગુનાઓ પણ વિજલપોર પોલીસના ચોપડે નોંધાવા પામ્યા છે. જ્યોતિ રાજભર દ્વારા વિજલપોર પાલિકાના પ્રમુખ જગદીશ મોદીને ધમકી આપવા સાથે જ મારામારીનો ગુનો પણ નોંધાયો હતો. જેને ધ્યાને રાખીને નવસારી જિલ્લા પોલીસ દ્વારાના જિલ્લાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સામે બાગી નગરસેવક જ્યોતિ રાજભરને તડીપાર કવાની દર્ખાવાસ્ત કરી હતી. જેને મેજીસ્ટ્રેટ દ્વારા માન્ય રાખીને આરોપી બાગી નગરસેવક જ્યોતિ રાજભરને ૬ મહિના માટે નવસારી જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો હતો. જેથી વિજલપોર પોલીસે આરોપી જ્યોતિની ધરપકડ કરી, તેની ઈચ્છા પ્રમાણે દમણ મોકલી આપ્યો હતો.