અપરાધ

બેંકની બહાર અને રસ્તામાં વાહન ચાલકોને છેતરીને લૂટી લેતી નેલ્લોર ટોળકી પકડાઇ

Published

on

નવસારીની બેંક ઓફ બરોડામાંથી બહાર નીકળેલા ગ્રાહકના લાખોના દાગીના અને રોકડને લૂટી થયા હતા ફરાર

નવસારી : બેંકોની બહાર તમારા પર મેલું પડ્યું છે કે રસ્તામાં ઓઈલ પડ્યું છે કહીને વાહન ચાલકોને લૂંટતી આંદ્રાની નેલ્લોર ટોળકીના ચાર આરોપીઓને નવસારી પોલીસે રાજકોટથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

નવસારીના આમડપોર ગામના મુકેશ દેસાઇ બે મહિના અગાઉ ગત ૨૪ સપ્ટેમ્બરના રોજ નવસારીના પાંચ હાટડી નજીકની બેંક ઓફ બરોડામાં તેમના લોકરમાંથી ૩ લાખ રૂપિયા તેમજ ૫.૫૦ લાખ રૂપિયાનાં સોનાનાં દાગીના એક બેગમાં મૂકી પોતાની કારમાં પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે નજીકમાં જ આગળ કાર ઉભી રાખી ડ્રાઈવરને ફરસાણ લેવા મોકલ્યો હતો. દરમિયાન એક અજાણ્યા ઇસમે એમની કારમાંથી ઓઈલ પડે છે, કહેતા તેઓ બોનેટ ખોલીને જોવા ગયા, એટલામાં એક કાળા રંગની બાઈક પર બે યુવાનો આવી કારમાંથી દાગીના અને રોકડ ભરેલું બેગની ચીલઝડપ કરી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. લાખો ઘુમાવતા મુકેશ દેસાઇએ નવસારી ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સીસીટીવી કેમેરામાં લૂટારૂઓની ઓળખ થઇ હતી. દરમિયાન થોડા દિવસો અગાઉ રાજકોટ પોલીસે આજ પ્રકારના ગુનામાં એક મહિલા સહીત ચારની ધરપકડ કરી હતી, જ્યાં તેમણે નવસારીમાં પણ લૂટ કરી હોવાનું કબુલતા નવસારી પોલીસને જાણ કરાઇ હતી. નવસારી ટાઉન પોલીસે આરોપીઓનો રાજકોટ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરી હતી. સાથે જ તેમને નવસારી કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૂળ આન્દ્રપ્રદેશની આ ટોળકીએ ગુજરાતમાં ચીલ ઝડપના કુલ ૨૨ ગુનાઓને અંજામ આપ્યો હતો. જયારે હજુ પણ વધુ ગુનાઓ નીકળે એવી સંભાવના નવસારી પોલીસ સેવી રહી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

૧. રોસૈઆહબાબુ વસંતેઆહ ગોડેતી, ૨. મધુ ઝાલા, ૩. અનીલ મકાલા, ૪. ચંદ્રમાં સરલા

નવસારીમાં આરોપીઓએ તેમના અન્ય સાથી રવિ સાથે મળીને લૂટને અંજામ આપ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે, જેથી પોલીસે આરોપી રવિને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version