વલસાડ : વલસાડ જિલ્લા રોજગાર કચેરી અને નગર રોજગાર કચેરી, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે શનિવારે લીલાપોર મહિલા આઇ.ટી.આઇ. ખાતે રોજગાર તેમજ એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ઼ં. જેમાં દક્ષિણ ગુજરાતના ઉપસ્થિત રહેલા ૧૩ નોકરીદાતાઓએ ૨૨૬ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા. ઈન્ટરવ્યું સાથે જ ઉમેદવારોનાં પ્રમાણપત્રોની ચકાસણી તેમજ તેમની કાર્યદક્ષતાને ચકાસ્યા બાદ ૧૦૭ ઉમેદવારોની રોજગારી માટે પ્રાથમિક પસંદગી કરી હતી. જ્યારે ૨૭ ઉમેદવારોના એપ્રેન્ટીસ કરાર કરવામાં આવ્યા હતા. આ અવસરે એફડીસીએના પી.એસ.પુંસનાની, રોજગાર અધિકારી એસ.કે.પટેલ, પારડી આઇ.ટી.આઇ.ના એચ.સી.ચૌધરી, વલસાડ આઇ.ટી.આઇ.ના એસ.એન.ટંડેલ, નોકરીદાતાઓ, રોજગાર કચેરી અને આઇ.ટી.આઇ.ના કર્મીઓ તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારો હાજર રહ્યા હતા.