કરાયા ખાતે ૧૪૨૬, નારગોલ ખાતે ૧૪૪૬ અને કોચવાડા ખાતે ૧૧પ૭ અરજીનું હકાત્મક નિરાકરણ
વલસાડ : રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોને વિવિધ સરકારી કામગીરી માટે તાલુકા/જિલ્લા કક્ષાએ જવું ન પડે અને પોતાના ગામની નજીકમાં જ કામગીરી થઇ જાય અને નાગરિકોને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ સ્થળ ઉપર પૂરી પાડવાના સેવાકીય ઉદ્દેશ સાથે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શુક્રવારે પાંચમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમના ભાગરૂપે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરાયા, વલસાડ તાલુકાના કોચવાડા તેમજ ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કરાયા ખાતે ૧૪૨૬, કોચવાડા ખાતે ૧૧પ૭ અને નારગોલ ખાતે ૧૪૪૬ અરજદાઓની અરજીઓનું હકારાત્મક નિવારણ લાવવામાં આવ્યું હતું. નારગોલ ખાતે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર તેમજ કોચવાડા ખાતે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, સંબંધિત અમલીકરણ અધિકારીઓ, સંબંધિત ગામોના સરપંચ, અરજદારો ઉપસ્થિત રહયા હતા.