ચીખલી : નવસારીના ચીખલી તાલુકામાં ૫૯ પ્રાથમિક શાળાઓને મર્જ કરાવાના શિક્ષન વિભાગના નિર્ણયના વિરોધમાં આજે કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલીના બગલાદેવ મંદિરથી રેલી કાળી ચીખલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે એવી તમામા વર્ગ શાળા તેમજ શાળાઓને નજીકની અન્ય શાળાઓમાં મર્જ કરવાની તૈયરી કરવામાં આવી છે. જેમાં નવસારીના ચીખલી તાલુકામાં ૫૯ શાળાઓને મજ કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે, ત્યારે આજે વાંસદાનાં કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા મર્જ થનારી શાળાઓના ગ્રામજનો સાથે ચીખલીના બગલાદેવ મંદિર નજીકથી વિશાલ રેલી કાઢવામાં આવી હતી. જેમાં ઉગ્ર સુત્રોચ્ચાર સાથે સરકાર આદિવાસી બાળકો સાથે અન્યાય કરવા જઇ રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે જ ચીખલી મામલતદારને આવેદનપત્ર આપીને શાળાઓના મર્જરનો નિર્ણય રદ્દ કરવાની માંગણી કરવામાં આવી હતી. જો ન્યાય ન મળે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યમાં ૫૫૦૦ થી વધુ શાળાઓને બંધ કરવા જઇ રહી છે. નવસારી જિલ્લામાં ૧૫૯ શાળાઓ બંધ થશે, જેમાથી વાંસદા તાલુકામાં ૩૭, ચીખલીમાં ૫૯ અને ખેરગામ તાલુકામાં ૧૧ શાલો મર્જરના કારણે બંધ થશે. આદિવાસી વિસ્તારોમાં પર્વત, નદી, કોતરો જેવી ભૌગોલિક સ્થિતિ અલગ અલગ હોય છે, ત્યારે સરકારના આ નિર્ણયને કારણે ડ્રોપ આઉટ રેશિયો વધશે. શાળાઓ બંધ ન થાય એ માટે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અંદોલન ચાલુ રહેશે.