રાજકારણ

મહારાષ્ટ્રમાં હવે ઉદ્ધવ “ સરકાર “

Published

on

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ઠાકરેએ આભાર વ્યક્ત કર્યો

નેશનલ ડેસ્ક : મહારાષ્ટ્રમાં સત્તાની ઉઠા પટક બાદ ગુરૂવારે સાંજે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ શુક્રવારે ઉદ્ધવ ઠાકરેએ વિધિવત રીતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યો હતો.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ સૌથી વધુ બેઠકો ભાજપ અને શિવસેનાનાં ગઠબંધનને મળી હતી. જોકે પરિણામ આવ્યા બાદ મુખ્યમંત્રી તો શિવસેનાનો જ, ની જીદ સામે ભાજપ સાથે વિવાદ વકર્યો અને વર્ષોની મિત્રતાનો શિવસેનાએ છેદ ઉદાડ્તા મહારાષ્ટ્રમાં કોના હાથમાં સત્તા આવે એની રાજરમત શરૂ થઇ હતી. જેમાં શિવસેનાએ એનસીપી સાથે કોંગેસનો હાથ પકડીને સત્તાનાં શમણા સેવ્યા હતા. પરંતુ ભાજપે એનસીપીના અજિત પવારને ઉપમુખ્યમંત્રી પદ આપીને બાજી પલટી અને વહેલી સવારમાં જ મહારાષ્ટ્રમાં દેવેન્દ્રનું રાજ સ્થપાયું હતું. પરંતુ સત્તાની લાલસા મોડે સુધી ટકી નહિ અને ૮૦ કલાકમાં જ ભાજપ સુર્પીમના આદેશાનુસાર ફ્લોર ટેસ્ટમાં ઝાંખી પડે એવી સ્થિતિ બનતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી દેવેન્દ્ર ફડન્વીસે રાજીનામું આપવું પડ્યું હતું. જોકે ત્યારબાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની રચના કરી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી જાહેર કર્યા હતા. જેમાં ગુરૂવારે સાંજે મહારાષ્ટ્રના શિવાજી પાર્કમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ શુક્રવારે સવારે ઉદ્ધવ ઠાકરે મંત્રાલય પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી કાર્યાલયને વંદન કર્યા બાદ વિધિવત રીતે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો. પદભાર સંભાળ્યા બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની પ્રજા, શિવ સૈનિકો અને મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના સર્વે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમના ઉપર મુકેલા વિશ્વાસ માટે પણ સૌનો અંત:કરણ પૂર્વક આભાર પ્રકટ કર્યો હતો.

Click to comment

Trending

Exit mobile version