ગણદેવી : ગણદેવી તાલુકાના દેવસર ગામે મહિલા ખેડૂતો માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં કુદરતી ખેતી અંગે સેમિનાર યોજાયો હતો. ખેતી કેવી રીતે અને ઓછા ખર્ચે ખેતી કરવા તેમજ રાસાયણિક ખાતર, રાસાયણિક દવાઓ વાપરવા વગર ખેડૂત ખેતી કંઇ રીતે કરી શકે તે માટે જીવામૃત, બીજામૃત, ધનજીવામૃત તથા પાક સરંક્ષણ માટે નિમાત્ર, અગ્નિઅસ્ત્ર, દશપાણી અર્ક, ફૂગનાશક દવાઓ કઇ રીતે બનાવવી અને તેનો કંઇ રીતે ઉપયોગ કરવો તેનાથી થતા ફાયદા વિશે વિગતવાર માહિતી આપી હતી.
સુભાષ પાલેકર ખેતી અંગે અશોકભાઇ પટેલ, કોકિલાબેન પટેલ, ભાગ્યવતીબેન પટેલ તથા સોનલબેન પટેલે મહિલાઓને માર્ગદર્શન આપ્યુ હતુ. સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહી હતી.