આરોગ્ય

જય અંબે મહિલા મંડળ દ્વારા સંજાણ ખાતે મેડીકલ કેમ્‍પ યોજાયો

Published

on

વલસાડ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણની બુનિયાદી શાળા ખાતે સંજાણના જય અંબે મહિલા મંડળ દ્વારા યોજાયેલા મેડીકલ કેમ્‍પને વન અને આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે મંગલદીપ પ્રાગટય કરીને ખુલ્લો મૂકયો હતો.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે માનવસેવા એ જ પ્રભુસેવા માની લોકોની સેવામાં કાર્યરત જય અંબે મહિલા મંડળની સેવાકીય કામગીરીને બિરદાવી મેડીકલ કેમ્‍પની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ જયંતિ અવસરે તેમના પરોપકારી જીવનમાંથી પ્રેરણા લઇ સેવાકીય કાર્યોમાં સહકાર આપવા જણાવ્‍યું હતું. કોઇપણ ગામના વિકાસ માટે એકતા જરૂરી હોવાનું જણાવી કેમ્‍પની કામગીરી ઉપરાંત ગામમાં થતા વિકાસકાર્યોમાં સહભાગી બનવા ગ્રામ અગ્રણીઓ, સામાજિક કાર્યકરોને અનુરોધ કર્યો હતો.

આ અવસરે કનુભાઇ સોનપાલ, કેન્‍દ્રિય એફ. સી. આઇ. ના સભ્‍ય હિતેશ સુરતી, પપ્‍પુ તિવારી, ડૉ.રમેશ સંજાણા, પ્રદીપભાઇ બુલચંદાણી, ઉપસરપંચ વિનોદભાઇ માછી, બેપ્‍સીબેન દેવીયરવાલા, કુમુદબેન સહિત મહિલા મંડળના સભ્‍યો તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version