શિબિરમાં ૫૮ થી વધુ વાહન ચાલકોને કારાઈ નિ:શુલ્ક તપાસ
નવસારી : નવસારી જિલ્લામાં 31 મો ટ્રાફિક સપ્તાહ ઉજવાય રહ્યો છે, ત્યારે બુધવારે નવસારીનાં બોરીયાચ ટોલનાકા નજીક વાહન ચાલકો માટે આંખ અને આરોગ્ય તપાસ શિબિર યોજવામાં આવી હતી. જેમાં ૫૮ થી વધુ વાહન ચાલકોને તપાસવામાં આવ્યા હતા. જયારે ભારે વાહનો પાછળ રીફ્લેકટર લગાવવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ૩૧ માં માર્ગ સલામતી સપ્તાહ ચાલી રહ્યો છે, ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા પણ જિલ્લામાં ટ્રાફિક જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં જાગૃતિ રેલી, વાહન રેલી, આંખ અને હેલ્થ ચેકઅપ, પેમ્ફલેટ વહેંચવા તેમજ શાળામાં પણ માર્ગદર્શન કાર્યકાર્મો યોજવામાં આવ્યા છે. બુધવારે નવસારીના બોરીયાચ ટોલનાકા નજીક જિલ્લા ટ્રાફિક પોલીસ, એઆરટીઓ અને આઈઆરબીનાં સંયુક્ત ઉપક્રમે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો માટે આંખ તેમજ આરોગ્ય તપાસ શિબિર યોજવામાં આવી હતી. જેમાં ફોર વ્હીલ વાહનો સહીત ખાસ કરીને ટ્રક, કન્ટેનર, ટેમ્પો જેવા ઘણા દિવસો સુધી ડ્રાઈવિંગ કરતા વાહન ચાલકોની આંખ અને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં સવારથી બપોર સુધીમાં ૫૮ થી વધુ વાહન ચાલકોને તપાસવામાં આવ્યા હતા. આ સાથે જ જે ભારે વાહનોમાં બ્રેક લાઈટ, સિગ્નલ લાઈટ નથી, એવા વાહનોમાં ટ્રાફિક પોલીસ દ્વારા રીફ્લેકટર લાગવવામાં આવ્યા હતા. તેમજ પેમ્પલેટ વહેંચી માર્ગ સલામતી અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો.