ગુજરાત

ભાજપી નેતાઓ કરોડરજ્જૂ વગરના – શંકરસિંહ વાઘેલા

Published

on

દક્ષિણ ગુજરાતમાં એનસીપીનું સંગઠન મજબુત કરવાની કવાયદ

નવસારી : ગુજરાતમાં ફરી ચૂંટણીઓની મોસમ શરૂ થવા જઈ રહી છે, વર્ષના અંતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીને પગલે રાજકીય પક્ષો પોતાની પકડ મજબુત કરવા સંગઠનને કસી રહ્યા છે. ત્યારે આજે નવસારી ખાતે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા એનસીપીના આગેવાનો સાથે ગુજરાત એનસીપીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ બેઠક કરીને સુસુપ્ત સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપની લહેરની ગતિ ધીમી થઇ રહી છે, જયારે કોંગ્રેસ આંતરિક વિખવાદોને પગલે સંગઠીત નથી થઇ શકી, ત્યારે તકનો લાભ લેવામાં માહિર એવા ગુજરાત એનસીપીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાએ નવસારી સર્કીટ હાઉસ ખાતે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરી તેમને ઉત્સાહિત કર્યા હતા. સાથે જ કોંગ્રેસ અને ભાજપા પર વાકબાણો છોડ્યા હતા. આજે શંકરસિંહ વાઘેલાએ નવસારી આવીને ભાજપ અને કોંગ્રેસથી ત્રસ્ત થયેલા કાર્યકરોને ઘડિયાળમાં સામેલ કર્યા હતા અને વડોદરાના સાવલીના ધારાસભ્ય ઈનામદારને માધ્યમ ભાજપી નેતાઓને કરોડરજ્જુ વગરના કહીને નવો વિવાદને છેડયો હતો. આ સાથે જ તેમણે ઉપસ્થિત કાર્યકર્તાઓને જણાવ્યું કે ગુજરાતમાં એનસીપીને બેઠું કરવા આગામી દિવસોમાં શક્તિદલની રચનાં કરાશે. જેમાં આગામી 2 જી ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતના સુરતમાં વિશાળ શક્તિદલ સંમેલન યોજીને સુસુપ્ત કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસ થશે.

વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બુધવારે રાજીનામુ આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. ઈનામદારનાં રાજીનામાંને પગલે જ્યાં ભાજપી નેતાઓ દોડતા થયા છે, ત્યાં આજે નવસારી સંગઠનના પદાધિકારીઓની બેઠક લેવા આવેલા ગુજરાત એનસીપીના સુપ્રીમો અને માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપી નેતાઓને કરોડરજ્જુ વગરના ગણાવી નવો વિવાદ છેડ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપી નેતાઓ પોતાનું કામ કઢાવવા માટે આ પ્રકારના ટુચકા વાપરતા હોય છે, કામ પતી જાય એટલે પાછા ભળી જાય, એટલે બો કઈ ફરક પડે એમ ન હોવાનું જણાવ્યું હતું.

Click to comment

Trending

Exit mobile version