વચ્છરવાડનાં એક ખેતરમાંથી બીજા ખેતરમાં જતા તારની ફેન્સીંગમાં ફસાઈ જતા મોત થયું હોવાનું વન વિભાગનું પ્રાથમિક તારણ
નવસારી : નવસારીમાં પૂર્ણા નદીનાં કાંઠે વસેલા ગામોમાં દીપડાઓનું આવન જાવન અને ખાસ કરીને શેરડીના ખેતરોમાં ઘર બનાવવું સામાન્ય વાત છે. આજે સાવારે નવસારીના વચ્છરવાડ ગામે એક ખેતરમાંથી બીજા ખેતરમાં જતા એક ત્રણ વર્ષીય દીપડી ખેતરની ફેન્સીંગમાં ફસાઈને મૃત હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા નવસારી વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃત દીપડીને તપસ્યા બાદ તેનો કબ્જો લઇ, આગળની તપાસ હાથ ધરી છે.
નવસારીના કુરેલ ગામના ખેડૂત પ્રણવ ઠાકોર આજે સવારે વચ્છરવાડ ગામે તેમના શેરડીના ખેતરમાં પાણી મુકવા ગયા હતા, ત્યારે ખેતરની ફરતે કરેલી તારની ફેન્સીંગમાંથી રાત્રીના સમયે અન્ય ખેતરમાં જતા અંદાજે ત્રણ વર્ષની દીપડી ફસાયેલી પડી જોવા મળી હતી. પ્રણવે તાત્કાલિક વન વિભાગને જાણ કરતા આરએફઓ વાય. એસ. પઠાણ તેમની ટીમ તેમજ એનિમલ સેવિંગ્સ ગ્રુપના સભ્યો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં દીપડીને જોઈને તપાસતા મૃત જણાઈ હતી, જેથી તેમણે દીપડીના નખ, વાળ અને દાંત તપાસતા બધું બરાબર જણાયું હતું. જેથી દીપડી રાત્રીના સમયે તારની ફેન્સીંગમાં ફસાઈ જતા અને તેમાંથી નીકળવાનાં પ્રયાસમાં તેનું મોત નીપજ્યું હોવાનું તારણ નીકળ્યું હતું. વન વિભાગે મૃત દીપડીનો કબ્જો લઇ તેને ઉન ડેપો ખાતે ખસેડી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
નવસારી જિલ્લો દીપડાઓનું અભયારણ્ય હોય એવી સ્થિતિ રહી છે. નદી અને કોતરોને કારણે ખેતરોમાં મળી રહેતા શિકારને પગલે દીપડાઓની સંખ્યા નવસારીમાં વધુ જોવા મળે છે. પૂર્ણા નદીને કિનારે વસેલા ગામોમાં હાલમાં દીપડાઓ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી તાલુકાના કુરેલ, વચ્છરવાડ, સુપા, ખેરગામ સહીતના ગામોનાં ખેતરોમાં રાતે દેખા દેતા દીપડાઓ હવે દિવસે પણ ખેતરોમાં કે ખેતરમાં જવાના રસ્તાઓ ઉપર ખેડૂતોને જોવા મળે છે. જેને કારણે ખેડૂતો દિવસે પણ ખેતરોમાં જતા ડરતા થયા છે. જેથી ખેડૂતો સરકાર વીજ રોટેશન રાતે આપવાનું બંધ કરી દિવસે આપે એવી માંગ સાથે આશા પણ વક્ત કરી