Connect with us

ગુજરાત

સીએએ કાયદા દ્વારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની ભાવનાને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પૂર્ણ કરી : રમણલાલ પાટકર

Published

on

વલસાડ જિલ્લાના પારડી ખાતે ૭૧ માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી

વલસાડ : વલસાડ જિલ્લાનાં પારડી ખાતે પ્રજાસત્તાક પર્વની દેશભક્‍તિથી તરબોળ વાતાવરણમાં ઉમંગભેર ઉજવણી  થઇ હતી. રાજ્યના વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે રાષ્‍ટ્રધ્‍વજની વંદના કરીને પ્રજાજનોને ૭૧માં પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. સાથે જ રાષ્‍ટ્રની આઝાદીમાં શહાદત વહોરનાર તથા ત્‍યાગ અને બલિદાન આપનાર વીરલાઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની પારડી ખાતે થયેલી ઉજવણી દરમિયાન રાષ્‍ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને બા-અદબ સલામી આપ્‍યા બાદ મંત્રી પાટકરે જણાવ્‍યું હતું કે, પૂ. મહાત્‍મા ગાંધીજીએ ૧૯૪૭ માં પાકિસ્‍તાનની રચના થયા પછી ત્‍યાંથી નિરાશ્રિત બનેલા હિન્‍દુ, શીખ, જૈન, બૌધ્‍ધ, પારસી જેવા તમામ ધર્મના લોકોને આશ્રય આપવા, રોજગારી તથા સન્‍માન આપવાની લાગણી વ્‍યકત કરી હતી. આઝાદીના આટલા વર્ષો પછી પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકશાહી પ્રણાલીને અનુસરીને રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની ભાવનાને પૂર્ણ કરતા ભારતમાં આવીને વસેલા એવા નિરાશ્રિતોને નાગરિકતા મળે તેવો કાયદો પસાર કર્યો છે. ત્‍યારે તે કાયદાના સન્‍માન અને રક્ષણની આપણા સૌની જવાબદારી છે.  આ કાયદાનો વિરોધ કરી રહેલા તત્ત્વોને સખત શબ્‍દોમાં વખોડી કાઢતા જણાવ્‍યુ હતું કે, સંવેદના અને બંધુતાના ભાવ સાથે લોકશાહી પ્રથા અનુસાર પાસ થયેલા આ કાયદાનો વિરોધ એ લોકશાહીને છાજે નહીં તેવું કૃત્‍ય છે. કાયદો ભારતના કોઇ જ નાગરિકની નાગરિકતા છીનવતો નથી, પરંતુ પાકિસ્‍તાન, બાંગ્‍લાદેશ, અફઘાનિસ્‍તાનના કટ્ટતરવાદી વલણના કારણે ભારતમાં આવીને વસેલાને આશરો આપવો એ આપણો ધર્મ અને સાંસ્‍કૃતિક પરંપરા છે તેવું તેમણે ઉમેર્યુ હતું. આ સાથે જ તેમણે સરકારની ઉપલબ્ધિઓ તેમજ વિભિન્ન યોજનાઓની ઝાંખી આપી હતી.

પ્રજાસત્તાક પર્વ ઉજવણી દરમિયાન મંત્રી રમણલાલ પાટકર સહિત કલેક્‍ટર સી. આર. ખરસાણ અને જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળા રેલવે પોલીસ ફૉર્સ, જિલ્લા પોલીસના મહિલા તથા પુરુષ જવાનો, હોમગાર્ડ્‍ઝના મહિલા અને પુરૂષ ગાર્ડ્‍સ, સહિત પોલીસની પરેડ પોલીસ બૅન્‍ડના સથવારે યોજવામાં આવી હતી જયારે જિલ્લાના જુદા જુદા વિભાગો બાગાયત, ખેતીવાડી, ૧૦૮,  આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ, શિક્ષણ વિભાગ, આરોગ્‍ય, પશુપાલન, વન, અને પોલીસ દ્વારા આકર્ષક અને માહિતીપ્રદ ટેબ્‍લોઝ પણ રજુ કરાયા હતા. શાળાના બાળકો દ્વારા ગણતંત્ર પર્વ ઉજવણી નિમિત્તે દેશભક્‍તિ ગીત, આદિવાસી નૃત્‍ય, બેટી બચાવો અને બેટી પઢાઓ જેવા પ્રેરણાત્‍મક કાર્યક્રમો રજુ કરાયા હતા.

ગણતંત્ર દિવસે મહાનુભાવોના હસ્‍તે રમતગમત ક્ષેત્રના શ્રેષ્‍ઠ ખેલાડીઓ, પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ જવાનો, આરોગ્‍ય તથા શિક્ષણ, વન અને પર્યાવરણ વગેરે ક્ષેત્રે કામગીરી, ઇમરજન્‍સી સેવાની વિશિષ્‍ટ કામગીરી કરવા બદલ મહાનુભાવોના હસ્‍તે સન્‍માનિત કરાયા હતા. સાથે જ વલસાડ કલેક્‍ટર સી. આર. ખરસાણને ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્‍ઠ વ્‍યવસ્‍થાપન તેમજ ચુંટણીપંચની અપેક્ષા પ્રમાણે મુકત ન્‍યાયી તટસ્‍થ પારદર્શક ચૂંટણી વ્‍યવસ્‍થાઓના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે રાજ્‍યના શ્રેષ્‍ઠ જિલ્લા ચૂંટણી અધિકારીના એવોર્ડથી સન્‍માનિત કરવા બદલ, જ્‍યારે વાપીના અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવી ગફુરભાઇ બિલખીયાને પદ્મશ્રી એવોર્ડ મળવા બદલ મંત્રી પાટકરે તેમને અભિનંદન પાઠવ્‍યા હતા.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રજુ થયેલા ટેબ્‍લોઝ, પરેડ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોની વિજેતા કૃતિઓને પણ મહાનુભાવોના હસ્‍તે પારિતોષિકો એનાયત કરવામાં આવ્‍યા હતા. સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને સન્‍માનિત કરાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન નગરજનો સહિત તાલુકાના પ્રજાજનો, પદાધિકારીઓ, અધિકારીઓ, શાળા/કૉલેજના વિદ્યાર્થીઓ, મીડિયાકર્મીઓ વગેરેએ ઉપસ્‍થિત રહી રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી. કાર્યક્રમના અંતે પોલીસ બૅન્‍ડની સૂરાવલીઓ સાથે રાષ્‍ટ્રગીતનું ગાન કરાયું હતું. ત્‍યાર બાદ મંત્રી રમણલાલ પાટકર અને  મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતુ.

આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલ, સાંસદ ડૉ. કે. સી. પટેલ, ધારાસભ્‍યો કનુ દેસાઇ, અરવિંદ પટેલ, ભરત પટેલ, વલસાડ કલેક્‍ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી સહિત જિલ્લાના અધિકારી/કર્મચારી સહિત  શહેરી જનો મોટી સંખ્‍યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આરોગ્ય

કુપોષણ સામે નવસારીનો જંગ : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ‘આંગણ ઉત્સવ’ ઉજવાયો

Published

on

By

નવસારીના પોષણ ચેમ્પિયન્સનું બહુમાન અને નાગલીની સુખડીથી બાળ સ્વાસ્થ્ય મજબૂત કરવાનો પ્રયાસ

નવસારી : બાળકનું સ્મિત એ સમાજની સૌથી મોટી મૂડી છે અને એ સ્મિત ત્યારે જ ખીલી શકે જ્યારે એની કાયા પોષણથી સમૃદ્ધ હોય. બાળપણને કુપોષણના અંધકારમાંથી મુક્ત કરીને સ્વાસ્થ્યના ઉજાસ તરફ લઈ જવાનો એક માનવીય અને સંવેદનશીલ પ્રયાસ નવસારીના આંગણે આકાર પામ્યો છે. કબીલપોરના આંગણવાડી કેન્દ્રોમાં જ્યારે પાયાના કક્ષાએ કામ કરતી બહેનોનો સ્વેદ અને ભૂલકાંઓનું ઉત્સાહભર્યું સ્મિત એકસાથે મળ્યા, ત્યારે તે માત્ર એક સરકારી કાર્યક્રમ ન રહેતાં મમતા, કાળજી અને સામાજિક જવાબદારીનો એક જીવંત ઉત્સવ બની ગયો હતો.

બાળપણને મળ્યું પોષણનું કવચ અને પ્રોત્સાહનનું ભાથું

નવસારીમાં આજે ‘આંગણ ઉત્સવ’ દરમિયાન કુપોષણની રેખા વટાવીને પૂર્ણ સ્વાસ્થ્ય તરફ આગળ વધેલા ભૂલકાંઓને ‘પોષણ ચેમ્પિયન’ તરીકે બિરદાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, સ્થાનિક ધારાસભ્ય રાકેશ દેસાઈ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ બાળકોને ફળ, મીઠાઈ અને વિશેષરૂપે પૌષ્ટિક નાગલીની સુખડીથી ભરેલી ‘પોષણ ટોપલી’ નું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, 3 થી 6 વર્ષના તમામ બાળકો સહિત THR (ટેક હોમ રાશન) યોજના હેઠળ બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિના લાભાર્થીઓને પણ પૌષ્ટિક સામગ્રી પહોંચાડવામાં આવી હતી. આ અવસરે લાભાર્થી કિશોરીઓ અને ધાત્રી માતાઓએ પોતાના અનુભવો વાગોળતાં પોષણ સેવાઓથી જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની અનુભૂતિ વ્યક્ત કરી હતી.

પાયાના ક્ષેત્રે અદ્રશ્ય સેવા આપતી ‘માતૃશક્તિ’ નું બહુમાન

સમાજને કુપોષણમુક્ત બનાવવા માટે દિવસ-રાત જોયા વગર ગ્રાઉન્ડ લેવલ પર પરિશ્રમ કરતી આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને આશા વર્કરો ખરી અર્થમાં આ અભિયાનના વાસ્તવિક નાયકો છે. કબીલપોર 01 ની ટીમ દિપ્તીબેન મકવાણા, ગાયત્રીબેન પટેલ, રક્ષાબેન નાયકા અને કબીલપોર 04 ની ટીમ ચંપાબેન પટેલ, પારૂલબેન પટેલ, રાધાબેન પટેલને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. પાયાના આ કર્મયોગીઓના સમર્પણને બિરદાવીને આંગણ ઉત્સવે માત્ર પોષણનો સંદેશ નથી આપ્યો, પરંતુ માતૃ અને બાળ સ્વાસ્થ્ય પ્રત્યેની સામાજિક કટિબદ્ધતાને વધુ દ્રઢ બનાવી છે.

Continue Reading

આરોગ્ય

‘નમો કમલમ’ ના લોકાર્પણ પૂર્વે નવસારીમાં સ્વચ્છતા અને સુપોષણનો મહાયજ્ઞ શરૂ

Published

on

By

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં 389 ગામોમાં માઇક્રો સફાઇ ઝુંબેશનો પ્રારંભ

નવસારી : રાજકીય કે સરકારી કાર્યક્રમો માત્ર ઔપચારિકતા પૂરતા સીમિત ન રહેતા જ્યારે લોકસેવા અને માનવીય સંવેદનાનો પર્યાય બને છે, ત્યારે સમાજમાં એક નવો આશાવાદ જન્મ લે છે. નવસારી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસ અને નવસારી ભાજપના હાઇટેક કાર્યાલય ‘નમો કમલમ’ ના ઉદ્ઘાટનને વધાવવા માટે તંત્રે કમર કસી છે. પરંતુ આ તૈયારીઓ માત્ર ઈમારતો કે રસ્તાઓ પૂરતી મર્યાદિત નથી રહી, પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાને સ્વચ્છ, સુપોષિત અને સ્વસ્થ બનાવવાનો એક અભૂતપૂર્વ સેવાયજ્ઞ પ્રારંભાયો છે.

જનભાગીદારીનો અનોખો સંગમ: 389 ગામોમાં યુદ્ધના ધોરણે માઇક્રો સફાઇ ઝુંબેશ

નવસારી જિલ્લાના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જનભાગીદારીનું આવું વિરાટ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ચીખલી ખાતેથી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે જિલ્લાના તમામ 389 ગામોને સ્વચ્છ બનાવવાના મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. 6 સપ્ટેમ્બર સુધીમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી કચરો હટાવી સંપૂર્ણ સ્વચ્છતા કરવાનો દ્રઢ નિર્ધાર કરાયો છે. આ ઝુંબેશની વિશેષતા એ છે કે, ક્વોરી એસોસિએશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે 50 થી વધુ JCB અને લોડર મશીનો વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. દરેક ગામમાં 1 JCB, ટ્રોલી અને 10 મજૂરોની સઘન ટીમ બનાવી માઇક્રો પ્લાનિંગ સાથે કામગીરી તેજ કરી દેવામાં આવી છે.

માનવીય સંવેદનાની મિસાલ : સેવા અને સુપોષણના ક્ષેત્રે ઐતિહાસિક પહેલ

સ્વચ્છતા અભિયાનની સાથે-સાથે નવસારીમાં માનવીય અભિગમ ધરાવતી કલ્યાણકારી યોજનાઓને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો ઉત્તમ પ્રયાસ થયો છે. નવસારીના બી.આર. ફાર્મ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ મંત્રી નરેશ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે જિલ્લાના 3,800 જેટલા કુપોષિત બાળકોને આંગણવાડી કાર્યકરો મારફતે ‘સુપોષિત કીટ’ અને TB ના દર્દીઓને આરોગ્યવર્ધક ‘પોષણ કીટ’ નું વિતરણ કરવામાં આવ્યું હતું. શાસન અને સેવાનો આ સમન્વય દર્શાવે છે કે નવસારી વિનમ્રતાથી વડાપ્રધાનના સ્વાગતની સાથોસાથ એક સ્વસ્થ અને સુદ્રઢ સમાજના નિર્માણ તરફ ડગ માંડી રહ્યું છે.

Continue Reading

રાજકારણ

ભારતના પ્રથમ AI સજ્જ હાઈટેક નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ નું PM નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ

Published

on

By

40 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં10 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામ્યુ છે આધુનિક નમો કમલમ

નવસારી : દેશના રાજકીય ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પક્ષના જિલ્લા કક્ષાના કાર્યાલયનું લોકાર્પણ પ્રાદેશિક નેતાઓના હસ્તે થતું હોય છે, પરંતુ પ્રથમ વખત દેશના વડાપ્રધાન પોતે એક જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરવા નવસારીના આંગણે આવી રહ્યા છે. આગામી 8 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીમાંથી પસાર થતા હાઇવે નજીક આકાર પામેલા દેશના પ્રથમ AI સજ્જ અને હાઈટેક કાર્યાલય ‘નમો કમલમ’ નું લોકાર્પણ કરશે, જે નવસારી માટે એક અત્યંત ગૌરવશાળી અને ઐતિહાસિક ક્ષણ બની રહેશે.

હાઈટેક ટેકનોલોજી અને ગ્રીન એનર્જીનો અદ્ભુત સમન્વય

માત્ર પોણા બે વર્ષના વિક્રમી સમયમાં અને અંદાજે 10 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલું આ 40 હજાર સ્ક્વેર ફૂટનું ‘નમો કમલમ’ માત્ર રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર નથી, પરંતુ આધુનિક ભારતનું એક રોલ મોડલ છે. કોર્પોરેટ શૈલીમાં નિર્મિત આ કેમ્પસ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, સોલર પેનલ્સ અને વોટર હાર્વેસ્ટિંગ જેવી પર્યાવરણપૂરક સુવિધાઓથી સુસજ્જ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કાર્યક્ષમ ઉપયોગ કરીને સંગઠનને વધુ સક્રિય અને સુગ્રથિત બનાવતું આ કાર્યાલય દેશના તમામ રાજકીય કાર્યાલયો માટે આધુનિકતા અને ગ્રીન એનર્જીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

રાજકીય સુસજ્જતા સાથે જનકલ્યાણનો મહાયજ્ઞ

આ ઐતિહાસિક મુલાકાત માત્ર સંગઠનની શક્તિ પ્રદર્શન પૂરતી સીમિત નથી, પરંતુ તેને જનસેવાના મહાયજ્ઞ સાથે જોડવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને વધાવવા નવસારી જિલ્લા પ્રશાસન અને ભાજપ સંગઠન દ્વારા જનભાગીદારીથી એક વ્યાપક કલ્યાણકારી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. TB મુક્ત નવસારી, કુપોષણ નાબૂદી, 350 થી વધુ ગામોમાં સ્વચ્છતા અભિયાન અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી સરકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. એક તરફ હાઇટેક કાર્યાલયની ગૌરવવંતી ભેટ અને બીજી તરફ છેવાડાના માનવી સુધી પહોંચતો સશક્તિકરણનો લાભ – નવસારી આજે દેશ સામે વિકાસ, આધુનિકતા અને સુશાસનનું નવું શિખર સર કરી રહ્યું છે.

 

Continue Reading
Advertisement

Trending