નવસારી

રીંગ રોડ પર ભરાતા રવિવારી બજાર બંધ કરાવવાની માંગ

Published

on

સ્થાનિક રહીશોએ પાલિકાના ઇન્ચાર્જ સીઓને સોંપ્યુ આવેદન પત્ર

નવસારી : નવસારીનાં રીંગ રોડ પર રવિવારે ભરાતા રવિવારી બજારને બંધ કરાવવાની માંગ સાથે શુક્રવારે રીંગ રોડ પર આવેલા એપાર્ટમેન્ટના રહીશોએ નવસારી નગર પાલિકાના ઇન્ચાર્જ સીઓને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

નવસારી શહેરઅન વિરાવળ જકાતનાકા પાસેથી ભેંસતખાડા તરફ જતા રીંગ રોડ પર આવેલા ઓર્નેટ ૧, ૨, ૩, ૪, ૫, લંડન હાઈટ્સ ૧, ૨, ૩, ૪, ઓર્ચિડ રેસીડન્સી અને હામી એપાર્ટમેન્ટના સ્થાનિકોએ શુક્રવારે નવસારી નગરપાલિકાના ઇન્ચાર્જ સીઓ રાજુ ગુપ્તાને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, રવિવારે રીંગ રોડ પર તેમના એપાર્ટમેન્ટ પાસે સવારથી મોડી સાંજ સુધી ભરાતા રવિવાર બજારને પગલે તેમને માનસિક ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. બજારમાં આવતા વેપારીઓ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પણ દુકાનો લગાવી લે છે. દુરથી આવતા નાના-નાના વેપારીઓ એપાર્ટમેન્ટ નજીક જ્યાં જગ્યા મળે ત્યાં શૌચ કરી નાખે છે, જેને કારણે ગંદકી પણ ફેલાઈ રહી છે. એપાર્ટમેન્ટમાં કોઈ પ્રસંગ હોય તો પણ રવિવારે પ્રસંગ કરી શકાતો નથી. પોતાનું ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહન લઈને મુખ્ય માર્ગ સુધી જવું પણ સમયના બગાડ સાથે તકલીફ ભરેલું છે. બજારમાં મોટેભાગે મહિલાઓ ખરીદી માટે આવે છે, જેને કારણે ટપોરીઓ અને રોડ રોમિયો પણ વધી જાય છે અને બજારમાં ખરીદી વેળા વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ઝગડાઓ સામાન્ય થાય છે, જયારે ઘણીવાર ગાળાગાળી પણ કરતા હોય છે. રવિવારી બજારને કારણે એપાર્ટમેન્ટનાં લોકો રવિવાર અને રજાનો દિવસ હોવા છતાં પણ ઘરમાં કેદ થઇ જાય છે. એટલે જેમ પાલિકાએ મચ્છી માર્કેટને ખાલી કરાવી, એજ પ્રમાણે રીંગ રોડ પર ભરાતા રવિવારી બજારને પણ બંધ કરાવે એવી માંગ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version