વલસાડ

વાપીમાં યોજાયેલા રોજગાર ભરતી મેળામાં ૬૧૩ ઉમેદવારોની પસંદગી

Published

on

વલસાડ : વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચણોદ સ્થિત કૌશિક હરિયા ટેકનીકલ સેન્‍ટર ખાતે વલસાડ અને ધરમપુર રોજગાર કચેરી દ્વારા રોજગાર અને એપ્રેન્‍ટીસ મેળો યોજાયો હતો. આ મેળામાં ૭,૨૪૭ નોંધાયેલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી ફક્ત ૭૮૩ ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમને મેળામાં આવેલા ૩૮ નોકરીદાતાઓએ ચકાસ્યા હતા અને ઈન્ટરવ્યું લીધા બાદ ૬૧૩ ઉમેદવારોની રોજગારી માટે પ્રાથમિક પસંદગી કરવામા આવી હતી.

આ પ્રસંગે ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગના નાયબ નિયામક ડી. કે. વસાવા, રોજગાર અધિકારી એસ. કે. પટેલ, આઇ.ટી.આઇ ભીલાડ/વાપીના આચાર્ય જી. એન. લાડ, કૌશિક હરિયા ટેકનીકલ સેન્‍ટર વાપીના આચાર્ય જી. એન. લાડ સહિત રોજગારવાંચ્‍છુઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version