ગુજરાત

‘સ્‍પર્શ સંવેદના’ કાર્યક્રમમાં ૬૦૦ લાભાર્થીઓને અપાયા સહાયના હુકમો  

Published

on

વલસાડ : રાજ્‍ય સરકારની સમાજ સુરક્ષા હેઠળની યોજનાઓના હુકમોના વિતરણનો ‘સ્‍પર્શ સંવેદના’ કાર્યક્રમ પારડી ખાતે ૬૦૦  લાભાર્થીઓને પેન્‍શન અને સહાયના હુકમોનું સાંસદ ડો. કે. સી. પટેલ સહીત ઉપસ્થિત મહાનુભાવોના હસ્‍તે વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે ધારાસભ્‍ય કનુ દેસાઇએ જણાવ્‍યુ હતુ કે, તાલુકા વહીવટી તંત્રએ સરકારી યોજનાના લાભો એક જ સ્‍થળે આપવાનું આયોજન કર્યું છે, જે અભિનંદનીય છે. પ્રજાજનોની સુખાકારીનું ધ્‍યાન રાખી લોકોની સેવા કેવી રીતે કરી શકાય તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે રાજ્‍ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે સાંસદ ડૉ. કે. સી. પટેલે ભારત સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી કાર્યક્રમનાં આયોજન બાળા તાલુકા ટીમને અભિનંદન આપ્યા હતા.

પ્રાંત અધિકારી સી. પી. પટેલે ટૂંકા સમયમાં કામગીરી પૂર્ણ થાય અને લાભાર્થીઓને સમયસર લાભ મળે તે માટે મામલતદાર કચેરીના કર્મયોગીઓએ કરેલા પ્રયાસોને બિરદાવ્‍યા હતા. આ લાભાર્થીઓને પોસ્‍ટમાં ખાતુ ખોલાવવા માટે પણ તંત્ર દ્વારા મદદરૂપ કરવામાં આવી છે. સાચા અર્થમાં સંવેદનાનો સ્‍પર્શ થાય તે હેતુસર તમામ ગામોના સરપંચ અને તલાટીઓને બાકી રહી ગયેલા હોય તેવા લાભાર્થીઓને લાભ અપાવવા સતત પ્રયત્‍નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.

મામલતદાર નિરવ પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી યોજનાકીય જાણકારી આપી હતી. સાચા લાભાર્થીઓ સુધી વહીવટી તંત્રની સંવેદનશીલતા પહોંચે તે માટે સંવેદનશીલ રાજ્‍ય સરકારના સહિયારા પ્રયાસો રહ્યા હોવાનું જણાવી આવનારા સમયમાં કોઇ લાભાર્થી વંચિત ન રહી જાય તે માટે કટિબધ્‍ધતા દર્શાવી હતી.

આ અવસરે પારડી તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઇ, અગ્રણી મહેશભાઇ, મામલતદાર કચેરીના કર્મીઓ, પોસ્‍ટ ઓફિસરના કર્મીઓ, વિધવા સહાય તેમજ વૃદ્ધ સહાયના લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આભારવિધિ નાયબ મામલતદાર વિજયભાઇએ આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંબાચ શાળાના શિક્ષક જગદીશભાઇએ કર્યું હતુ઼ં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version