એક્સ્ટ્રા વિઝનના નિષ્ણાત ઈન્સ્ટ્રટર દ્વારા અપાઈ તાલીમ
નવસારી : વધતા જતા ઈન્ટરનેટના વ્યાપને કારણે હવે આઈટી સેક્ટરમાં વિદ્યાર્થીઓની રૂચી વધી રહી છે, ત્યારે નવસારીમાં આઈટી સેક્ટરના અભ્યાસમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થનારા એક્સ્ટ્રા વિઝન ટેક ઇન્સ્ટીટ્યુટ દ્વારા એક દિવસીય PHP ની નિશુલ્ક કાર્યશિબિર યોજવામાં આવી હતી.
ઈન્ટરનેટના જાળને કારણે આજે દુનિયા નાની થતી જાય છે, જેમાં પણ આવનારા સમયમાં આઈટી સેક્ટરના નિષ્ણાતોની માંગ વધશે, ત્યારે આઈટીના વિદ્યાર્થીઓ માટે નવસારીના જલાલપોર તાલુકાના એરૂ ગામે એરૂ ચાર રસ્તા નજીક આવેલી એક્સ્ટ્રા વિઝન ટેક ઇન્સ્ટીટ્યુટ આઈટીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ સાબિત થઇ રહી છે. ઇન્સ્ટીટ્યુટ દ્વારા આઈટી ક્ષેત્રમાં રૂચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે શનિવારે એક દિવસીય PHP વિષય પર ફ્રી વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના એનાર્જેટીક અને નિષ્ણાત ઈન્સ્ટ્રકટર વિશાલ લાડ દ્વારા PHP ના બેઝીક ફંડા અને લોજીક ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યા હતા. આ સાથે જ કાર્ય શિબિરમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને વેબ સાઈટ બનાવીને પણ સમજણ આપવામાં આવી હતી. જેનાથી વિદ્યાર્થીઓ વેબ સાઈટ કેવી રીતે બને અને એને કેવી રીતે ઈન્ટરનેટ પર હોસ્ટ કરી શકાય એની સંપૂર્ણ માહિતી મળી હતી. સમગ્ર કાર્ય શિબિરનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને મેથડ, ઇન્ટ્રોડકશન, ફંક્શન, ઓપરેટર, સેશન, માય SQL ફંક્શન સહીતના PHP વિષેના અન્ય ટોપીકની માહિતી આપવા સાથે જ તેમના અભ્યાસ સાથે જ પ્રેક્ટીકલ ટ્રેનીંગ તેમને સારી જોબ મેળવવામાં પણ મદદરૂપ થઇ શકે એવો રહ્યો હતો.