અપરાધ

વલસાડમાં લોક ડાઉનના નિયમોનો ભંગ : ૨પ,૮૦૦ ની વસુલાત

Published

on

વલસાડ : ગુજરાત સરકારે કોરોનાના લોક ડાઉનને અનલોક કર્યુ, પણ તેની સાથે જ લોકોને કોરોનાંથી બચવા ઘડેલા નિયમોનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરી છે, સાથે જ તેનો ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. પરંતુ વલસાડવાસીઓ જાણે કોરોના જતો રહ્યો હોય એ પ્રમાણે નિયમોનો ભંગ કરતા જણાતા જિલ્લા તંત્ર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેકટર આર. આર. રાવલે લોકોને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી. પરંતુ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દુકાનદારો તેમજ જાહેરમાં ફરતા લોકો સોશ્યલ ડીસ્ટનસિંગ, મોઢે માસ્ક તેમજ સેનેટાઇઝર નહિ રાખવા જેવા નિયમોનો ભંગ કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલી વિશેષ સ્કવોર્ડનાં નજરે ચઢ્યા હતા. જેથી સ્કવોર્ડના અધિકારીઓ દ્વારા તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વલસાડ તાલુકામાં ૮, ૪૦૦ રૂપિયા, પારડીમાં ૬,૮૦૦ રૂપિયા, ધરમપુરમાં બે હજાર રૂપિયા, ઉમરગામમાં ૩,૪૦૦ રૂપિયા, કપરાડામાં એક હાજર રૂપિયા, અને વાપી તાલુકામાંથી ૪,૨૦૦ ના દંડ સાથે સમગ્ર જિલ્લામાંથી માસ્‍ક ન પહેરવા, સેનેટાઇઝર ન રાખવા, સોશિયલ ડિસ્‍ટન્‍સ ન જાળવવા, તથા જાહેરમાં થૂંકવા બદલ કુલ ૨પ,૮૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્‍યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version