સુરત જિલ્લામાં સર્વે અને આરોગ્યની ૨૪૧ ટીમ કાર્યરત
સુરત : કોરોનાનો વધતો કહેર સુરત શહેર સાથે સુરત જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં રવિવારે વધુ ૧૦ લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા કુલ ૨૪૧ કેસો થયા છે. જયારે રવિવારે ૧૧ લોકોએ કોરોનાને માત આપી હતી.
કોરોના મહામારીમાં સુરત જિલ્લો પણ પાછળ નથી રહ્યો. સુરત શહેરની સાથે જિલ્લો પણ કોરોના પોઝિટીવ કેસોને લઈને આગળ વધી રહ્યો છે. જેમાં રવિવારે જિલ્લામાં વધુ ૧૦ લોકો કોરોના સંક્રમણનો શિકાર બનતા કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા ૨૪૧ પર પહોંચી છે. જેમાં ચોર્યાસી તાલુકાના ૦૨, ઓલપાડ તાલુકાના ૦૪, કામરેજ તાલુકાના ૦૨, પલસાણા તાલકાના ૦૧ તેમજ બારડોલી તાલુકાના ૦૧ કેસ મળી કુલ ૧૦ કોરોના પોઝિટીવ દર્દીઓનો સમાવેશ થાય છે. જોકે પોઝિટીવ દર્દીઓની સામે રવિવારે કોરોનાને માત આપી રજા મેળવનારા દર્દીઓની સંખ્યા ૧૧ રહી છે. જેથી જિલ્લામાં કુલ ૨૪૧ સામે ૧૩૪ દર્દીઓને રજા આપવામાં આવી છે. જયારે જિલ્લામાં કોરોનાને કારણે 3 દર્દીઓના મોત થયા છે.
જિલ્લામાં ૧૦૯ એક્ટિવ ક્લસ્ટર વિસ્તાર છે, જેમાં કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧,૭૬૮૭ ઘરો અને કુલ વસ્તી ૭૫,૫૬૫ છે. જેમાં સર્વે અને આરોગ્યની ૨૪૧ ટીમ કાર્યરત છે. જયારે જિલ્લામાં ૧૭૩૪ લોકો હોમ કોરન્ટાઇન હતા, જેમાં રવિવારે ૫૪ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૧૭૮૮ લોકો હોમ કોરન્ટાઇન છે. જેની સાથે રવિવારે ૧૩૧ લોકોનો હોમ કોરન્ટાઇન પીરીયડ પૂર્ણ થતા કુલ ૧૬૫૫ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.