અપરાધ

રીલ લાઈફમાં આત્મહત્યાનો વિરોધી, અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે રીયલ લાઈફમાં કરી આત્મહત્યા

Published

on

ફિલ્મી દુનિયા ઘણીવાર લોકો માટે પ્રેરણાદાયી સાબિત થાય છે, પણ એની અવળી બાજુ પણ ત્યાં જોવા મળે છે. રીલ લાઈફમાં આત્મહત્યા ન કરવાની સમજણ આપનારા બોલીવુડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતે રીયલ લાઈફમાં રવિવારે પોતાના ઘરે ફાંસી લગાવી આત્મહત્યા કરી લેતા બોલીવુડ સહિત તેના ચાહકોમાં સોપો પડી ગયો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

ટેલીવિઝનની દુનિયામાંથી મોટા પર્દે પાતાના અભિનયનો જાદુ બતાવનાર કાબિલ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે રવિવારે પોતાના મુંબઈના બાંદ્રા સ્થિત ઘરે, ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જેના સમાચાર સુશાંતને ત્યાં કામ કરનારા નોકરે જણાવ્યા હોવાનું સામે આવ્યુ છે. ટીવી સીરીયલથી લોકોના દિલોમાં વસી જનારા સુશાંત સિંહે નાની ઉમંરે બોલીવુડમાં પણ પોતાના અભિનયનો પરચો આપ્યો હતો. કાયપો છે, પી. કે., કેદારનાથ, એમ. એસ. ધોની જેવી સફળ ફિલ્મોથી ચાહકોના દિલો પર કબ્જો જમાવી રહેલા સુશાંત સિંહે રવિવારે અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર ફિલ્મ જગત સ્તબ્ધ થઇ ગયુ છે. જોકે મુંબઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી અભિનેતાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે, જોકે પ્રાથમિક તબક્કે કંઈપણ શંકા ઉપજાવે એવું જણાઈ આવ્યુ નથી. પરંતુ સુશાંત ડીપ્રેશન અને હાઈપર ટેન્શનથી પીડાતો હોવાનું પણ સામે આવ્યું છે.

સુશાંતસિંહના મોતથી સ્તબ્ધ બોલીવુડ સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અન્ય રાજનેતાઓએ પણ ટવીટ કરી તેને શ્રદ્ધાંજલિ આપી હતી.

https://twitter.com/karanjohar/status/1272111382905802753

Click to comment

Trending

Exit mobile version