આરોગ્ય

નવસારીમાં કોરોનાનો વધતો કહેર, ગુરુવારે ૬ કોરોના પોઝિટીવ

Published

on

નવસારી : નવસારીમાં ગત ત્રણ દિવસોથી સતત કોરોના પોઝિટીવ દર્દીઓ સામે આવી રહ્યા છે. જિલ્લામાં જ્યાં કોરોના સુરત અને મુંબઈથી આવેલા લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળતા હતા, પરંતુ હવે કોરોના તેમના પરિવારજનોને પણ પોતાની પકડમાં લઇ રહ્યો છે. નવસારીમાં ગુરુવારે એકી સાથે ૬ કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. જેની સાથે નવસારીમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા ૬૫ પર પહોંચી છે, જોકે જિલ્લામાં ૩૮ લોકોએ કોરોનાને હરાવ્યો છે, જયારે એકનું મોત નીપજ્યુ છે.

નવસારી જિલ્લામાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધતા નવસારીવાસીઓની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. ગત રોજ વિજલપોરમાં ૬ અને નવસારીમાં ૨ મળી કુલ ૮ કોરોના પોઝિટીવ દર્દીઓ સામે આવતા, આરોગ્ય તંત્ર દોડતુ થયુ હતુ. સાથે જ સુરત અપ ડાઉન કરતા લોકોને વાળું સાવચેતી રાખવાની અપીલ પણ કરી હતી. જોકે તંત્રની ચિંતા વચ્ચે આજે ગુરુવારે સવારથી બબ્બેની સંખ્યામાં કોરોના પોઝિટીવ કેસો સામે આવ્યા છે. જેમાં સવારથી સાંજ સુધીમાં કુલ ૬ કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. જેમાં નવસારીના કબીલપોરની દિપ મંગલ સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષીય અજય દેસાઈ અને તેમનો ૨૨ વર્ષીય પુત્ર મનન દેસાઈને કોરોનાના લક્ષણો જણાતા, બંનેએ ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટીવ આવતા તેમને કોવીડ ૧૯ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

નવસારીના વિજલપોર શહેરની ધીરૂભાઈની વાડીમાં રહેતા ૩૮ વર્ષીય હોમગાર્ડ યુવાન અને નવસારી શહેરના કુંભારવાડ ખાતે રહેતા અને સુરત રેલ્વે સ્ટેશન નજીકની હીરા કંપનીમાં કામ કરતા ૫૫ વર્ષીય આધેડ કોરોના પોઝિટીવ આવતા તેમને પણ કોવીડ ૧૯ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જ્યારે સુરતના વરાછામાં આવેલી મીરાં જેમ્સ હીરા કંપનીમાં કામ કરતા નવસારીના પરતાપોર ગામે રહેતા ૩૪ વર્ષીય હિરેન પટેલ અને નવસારી સિવિલ હોસ્પિટલના સ્ટાફ બ્રધરના સોહેલ મુલતાનીના સંપર્ક આવેલા શહેરની ગાર્ડન વ્યુ રેસીડન્સીના ૫૮ વર્ષીય રફીક મુલતાની કોરોના પોઝિટીવ આવતા બંનેને કોવીડ ૧૯ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.

નવસારીમાં જિલ્લામાં ગુરુવારના ૬ કોરોના પોઝિટીવ કેસો આવવા સાથે ગત ત્રણ દિવસોમાં કુલ ૧૭ કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. જેની સાથે જ જિલ્લામાં અત્યાર સુધીમા કોરોના સંક્રમિતોની સંખ્યા ૬૫ પર પહોંચી છે. જેમાંથી ૩૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જ્યારે એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. જયારે ૨૬ લોકો હજી પણ સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version