દક્ષિણ-ગુજરાત

વાદળિયા વાતાવરણ સાથે નવસારીના વાંસદામાં માવઠુ

Published

on

વાંસદામાં ધોધમાર વરસાદ પડ્યો, સર્વત્ર પાણી-પાણી

નવસારી : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો, જેની સાથે જ આજે શુક્રવારે વહેલી સવારેથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો અને વલસાડ તેમજ ડાંગ જિલ્લામાં માવઠુ થયા બાદ નવસારીના પહાડી વિસ્તાર વાંસદામાં પણ અચાનક વાદળ ઘેરાવા સાથે ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થયુ હતુ. કમોસમી વરસાદને કારણે શાકભાજી અને કઠોળ પાકોમાં રોગ-જીવાત થવાની સંભાવના વધતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

તાપમાનનો પારો વધવા સાથે જ વાતાવરણમાં પલટો, વાંસદામાં ધોધમાર વરસાદ

ઉત્તરભારતમાં બદલાયેલા વાતાવરણની અસરને કારણે નવસારીમાં ઠંડીનો પારો ૮ ડીગ્રી નજીક પહોંચ્યો હતો. જોકે ત્યારબાદ સતત તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે અને આજે શુક્રવારે તાપમાન ૧૭ ડીગ્રીએ પહોંચ્યુ છે. લઘુત્તમ તાપમાનમાં વધારા સાથે જ બે દિવસોથી વાદળીયા વાતાવરણે ઠંડીનો એહસાસ કરાવ્યો હતો, જેમાં બે દિવસોથી દક્ષિણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને ડાંગ જિલ્લામાં ગુરૂવારે દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે શુક્રવારે સવારે વલસાડમાં ધોધમાર વરસાદ વરસતા નવસારીમાં પણ વાદળો ઘેરાયા હતા. નવસારીના પહાડી વિસ્તાર એવા વાંસદામાં પણ બપોરના સમયે ધોધમાર વરસાદ પડતા નાસભાગ મચી હતી. જયારે કમોસમી માવઠાને લીધે શાકભાજી, પાંદળાવાળા શાકભાજી, કઠોળ, શેરડી, ફૂલ જેવા પાકોને નુકશાનની ભીતિ જોવાઇ રહી છે. ખાસ કરીને શાકભાજી અને કઠોળમાં રોગ અને જીવાત થવાની સંભાવના વધી છે. વધુ પડતી ઠંડી સાથે કમોસમી વરસાદને કારણે ફળોના રાજા કેરીને પણ નુકશાન થવાની સંભાવના વધી છે. જેથી કૃષિ નિષ્ણાતો યોગ્ય સમયે દવાનો છંટકાવ કરવાની સલાહ આપી રહ્યા છે.

Click to comment

Trending

Exit mobile version