જિલ્લામાં એક દર્દીએ કોરોનાને હરાવ્યો
નવસારી : નવસારી જિલ્લામાં કોરોનાની ગતિ ધીરે ધીરે વધી રહી છે. આજે ગણદેવીના આધેડ કોરોના સંક્રમિત થયા છે, જેની સામે એક દર્દીએ કોરોનાને હારાવ્યો છે. જયારે ડિસેમ્બરમાં ૮ કોરોના પોઝિટીવ લોકો સામે આવ્યા છે અને જિલ્લામાં એક્ટીવ દર્દીઓની સંખ્યા ૧૨ થઇ છે.
જિલ્લામાં એક્ટીવ કોરોના દર્દીઓની સંખ્યા થઇ 12
નવસારી જિલ્લામાં કોરોનાને અટકાવવો જરૂરી છે, પરંતુ ધીરે ધીરે કોરોનાની ગતિ વધી જ રહી છે. નવેમ્બર મહિનામાં ૩૩ કોરોના પોઝિટીવ દર્દીઓ સામે આવ્યા બાદ ડિસેમ્બરમાં પણ ૫ દિવસમાં ૮ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેમાં આજે ગણદેવીના ૫૪ વર્ષીય આધેડ કોરોના સંક્રમિટ થતા સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે આજે ગણદેવીના જ ૬૨ વર્ષીય વૃદ્ધ કોરોનાને હરાવી સાજા થયા છે. જેની સાથે જ જિલ્લામાં ૧૨ એક્ટીવ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે.
જિલ્લામાં કુલ ૭૨૮૪ લોકો થયા કોરોના પોઝિટીવ
નવસારી જિલ્લામાં કોરોનાના પ્રારંભથી જ અત્યાર સુધીમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓની સંખ્યા ૭૨૮૪ પર પહોંચી છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ ૭૦૮૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જયારે જિલ્લામાં ૧૨ એક્ટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. પરંતુ કાળમુખો કોરોના અત્યાર સુધીમાં કુલ ૧૯૪ લોકોને ભરખી ગયો છે.