અપરાધ

લગ્નની લાલચે નવસારીની બાળકીને અનેકવાર પિંખનાર વિધર્મી પરિણીત નરાધમને અંતિમ શ્વાસ સુધીની સજા

Published

on

નવસારી : વિધર્મીઓ દ્વારા હિન્દુ બાળકી, તરૂણી અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી લવ જેહાદ ચલાવવામાં આવી રહ્યો હોવાની ફરીયાદો ઉઠતી રહી છે. જેમાં બે વર્ષ અગાઉ નવસારીની 12 વર્ષીય હિન્દુ બાળકીને પરિણીત વિધર્મી યુવાન દ્વારા લગ્નની લાલચે ભગાડી, દુષ્કર્મ આચરવાના કેસમાં નવસારીની સ્પેશ્યલ પોસ્કો કોર્ટે આરોપી વિધર્મી યુવાનને અંતિમ શ્વાસ સુધીની સજા સાથે 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે બાળકીને 4 લાખ રૂપિયાના વળતરનો આદેશ કર્યો હતો.

નવસારીની 12 વર્ષીય બાળકીને વિધર્મી પરિણીત સદ્દામ લગ્નની લાલચે ભગાડી ગયો હતો

નવસારીજિલ્લામાં વિધર્મી યુવાનો દ્વારા બાળકીઓ અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે ભગાડી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં બે વર્ષ અગાઉ 3 એપ્રિલ 2021 ના રોજ યુપીના ગોંડાનો મૂળ રહેવાસી અને નવસારીમાં રહેતો સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન અબ્દુલ અઝીઝ રાયની નવસારીના એક પરિવારની 12 વર્ષીય બાળાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચે ભગાડી યુપી લઈ ગયો હતો. ત્યાં બાળકીને ફોસલાવી તેની સાથે અનેકવાર શરીર સંબંધ પણ બાંધ્યા હતા. બીજી તરફ દીકરી ઘરે ન મળતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. પરિવારે દીકરીને શોધી અને એમાં સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન પોતાની સાથે ભગાડી ગયો હોવાનું જાણતા નવસારી ગ્રામ્ય પોલીસમાં માતાએ ફરિયાદ આપી હતી. જેને આધારે ગ્રામ્ય પોલીસ સદ્દામ હુસૈનને શોધવાના પ્રયાસો હાથ ધરતા 18 દિવસે સદ્દામ હુસૈન તેમજ બાળકીને યુપીથી શોધી લાવી હતી. જેમાં આરોપી સદ્દામ હુસૈનની અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી જેલમાં ધકેલી મૂક્યો હતો.

નવસારીની સ્પેશ્યલ પોસ્કો કોર્ટે વિધર્મી નરાધમને સંભળાવી અંતિમ શ્વાસ સુધીની સજા 

જે કેસ આજે નવસારીના વધારાના સેશન્સ જજ અને સ્પેશ્યલ (પોસ્કો) જજ ટી. એસ. બ્રહ્મભટ્ટની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં કોર્ટે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ તેમજ સરકારી વકીલ અજય ટેલરે મહારાષ્ટ્ર અને આસામ હાઇકોર્ટના બે ચુકાદાઓ સાથે જ ગુના સમયે બાળા 12 વર્ષની હોય, તેની મરજી મુજબ કૃત્ય સબંધ બાંધ્યો હોય તો પણ પો એક્ટ હેઠળ મરજી ગણી શકાય નહીં, જેવી ધારદાર દલીલોને ધ્યાને રાખી સ્પેશ્યલ જજ ટી. એસ. બ્રહ્મભટ્ટે આરોપી વિધર્મી સદ્દામ હુસૈન ઉર્ફે ઈરફાન અબ્દુલ અઝીઝ રાયનીને અંતિમ શ્વાસ સુધીની સજા સાથે જ 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે પીડિત બાળાને ધી વિક્ટીમ કંપંસેશન એક્ટ 2019 હેઠળ 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

નવસારીની બાળકીને પીંખી નાખનાર વિધર્મીને અંતિમ શ્વાસ સુધી સજા

Click to comment

Trending

Exit mobile version