ડાભેલમાં લારી પર સમોસામાં ગૌમાંસ ભરીને વેચતો વિધર્મી પકડાયો
નવસારી : માંસાહારી ખાવાના શોખીનો અનેક નવી વાનગી ખાવા દૂર દૂર સુધી જતા હોય છે. પરંતુ એ વાનગીમાં ઉપયોગ કરાયેલું માંસ કોનું છે, એ જાણી શકતા નથી અને ક્યારેક ન ખાવાનું પણ ખાઈ જાય છે. એટલે હવે માંસાહાર કરતા પહેલા ચેતજો..! કારણ નવસારીના ડાભેલ ગામે લારી પર ચીકન સમોસા નહીં, પણ ગૌમાંસ ભરેલા સમોસા વેચતા વિધર્મીને મરોલી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડયો હતો. જેને ગૌમાંસ આપતો સુરતનો અન્ય એકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.