આરોગ્ય

આબાલવૃદ્ધ સૌમાં યોગ પ્રેમ જગાવવા યોજાઈ સાંસદ યોગ સ્પર્ધા

Published

on

નવથી 60 વર્ષ સુધીના 350 સ્પર્ધકોએ કર્યા યોગાસનો

નવસારી : ભારત આગામી 21 જૂને નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે. જે પૂર્વે આજે આબાલવૃદ્ધ સૌ યોગ પ્રત્યે રૂચી કેળવતા થાય એવા ઉદ્દેશ્ય સાથે નવસારીના બી. આર. ફાર્મ હાઉસમાં સાંસદ યોગ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં નવથી 60 વર્ષ સુધીના 350 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સૌ યોગ થકી નિરોગી બની, તંદુરસ્ત જીવન જીવે – સી. આર. પાટીલ

ભારતના યોગને વિશ્વ ફલક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુક્યો અને 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર થઈ છે. વૈશ્વિક સ્તરે લોકો યોગ પ્રત્યે જાગૃત થાય અને યોગ કરી પોતાના સ્વાસ્થ્યને નિરામય રાખે એવો ઉદ્દેશ્ય રહ્યો હતો. ભારતમાં પણ યોગને ઘર ઘર સુધી પહોંચાડવા સરકાર પ્રયાસ કરી રહી છે, ત્યારે આ વર્ષે નવમો વિશ્વ યોગ દિવસ ઉજવાશે. જે પૂર્વે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નવસારીના બી. આર. ફાર્મ ખાતે આજે સાંસદ યોગ સ્પર્ધા યોજાઈ હતી. બિપરજોય વાવઝોડાની સંભવિત સ્થિતિને કારણે નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સ્પર્ધામાં પહોંચી શક્યા ન હતા, પરંતુ એમણે તમામ સ્પર્ધકો માટે મેસેજ પાઠવ્યો હતો. સાંસદ સી. આર. પાટીલે તેમના સંસદીય વિસ્તારના તમામ નાગરિકો યોગનું મહત્વ સમજે અને યોગ થકી નિરોગી બની તંદુરસ્ત આયુષ્ય ભોગવેની લાગણી વ્યક્ત કરી હતી.

યોગ સ્પર્ધામાં સ્પર્ધકોએ દર્શાવી યોગીક પ્રતિભા

નવસારી ખાતે યોજાયેલી સાંસદ યોગ સ્પર્ધામાં 9 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં અનેક સ્પર્ધકોએ પોતાની યોગીક પ્રતિભા દર્શાવી ઉત્ક્રુષ્ટ દેખાવ કર્યો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે જિલ્લા યોગ કો ઓર્ડીનેટર ગાયત્રી તલાટી સહિત રવિ પરમાર અને શિતલ સોલંકીએ સેવા આપી હતી. જ્યારે સ્પર્ધા જિલ્લા રમત ગમત અધિકાર અલ્પેશ પટેલ તેમજ જિલ્લા યોગ કો ઓર્ડીનેટર ગાયત્રી તલાટીના માર્ગદર્શનમાં યોજાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version