દક્ષિણ-ગુજરાત

ધોલાઈ ખાતે કિશોર પ્રોજેક્ટના રેતીના સ્ટોકમાંથી ટ્રક ચાલકોએ રેતી ભરી વહન કરતા મરીન પોલીસે અટકાવ્યા

Published

on

ટ્રક એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરી રેતી વહન કરવાની મંજૂરી આપવાની માંગ

નવસારી : નવસારીના ધોલાઈ બંદર ખાતે કિશોર પ્રોજેક્ટ અંતર્ગત પડેલા રેતીના સ્ટોકમાંથી ગણદેવી વિસ્તારની ટ્રકો દ્વારા રેતી ભરતા વિવાદ ઉભો થયો છે. જેમાં ધોલાઈ સ્થિત મરીન પોલીસે પણ ટ્રક અટકાવી લેખિતમાં મંજૂરી માંગતા આજે રેતી ભરનારી ટ્રકોના એસોસિએશને કલેકટરને આવેદનપત્ર આપી રેતી ભરેલી ટ્રકો શરૂ કરવાની માંગ કરી હતી.

ખાનગી લીઝ ધારકોને અન્ય જિલ્લાની રોયલ્ટી આપતા હોવાથી સર્જાયો વિવાદ

નવસારીના ધોલાઈ બંદર ખાતે કિશોર પ્રોજેક્ટને ખાડીમાં ડ્રેજીંગ કરી કાઢેલી રેતીનો સ્ટોક બંદર ઉપર જ કરવામાં આવ્યો હતો. દરમિયાન નજીકમાં જ રેતી ખનન કરનારાઓને ત્યાંથી રેતી ભરતા ટ્રક માલિકોને ભરૂચ, તાપી જિલ્લાની રોયલ્ટી આપવામાં આવતી હતી અને રસ્તામાં ખાણ ખનિજ વિભાગ પકડે તો ટ્રક ચાલકોને લાખોની પેન્લટી ભરવા પડે છે, જે પોસાય એમ ન હોવાથી, ટ્રક ચાલકોએ બંધ પડેલા કિશોર પ્રોજેક્ટના રેતીના સ્ટોકમાંથી રેતી ભરવાની શરૂ કરતા વિવાદ ઉભો થયો છે. જેમાં સ્થાનિક મરીન પોલીસ દ્વારા પણ આ ટ્રકોને અટકાવી લેખિત મંજૂરી બતાવ્યા બાદ જ રેતી વહન કરવા જણાવતા વિવાદ વકર્યો છે.

એકી સાથે 200 થી વધુ ટ્રકોના પૈંડા થંભી જતાં રોજગારીનો ઉઠ્યો પ્રશ્ન

રેતી ભરનારા ટ્રકોના એસોસિએશન અંતર્ગત 200 થી વધુ ટ્રક માલિકો આજે નવસારી કલેકટર કચેરીએ ભેગા થયા હતા અને નવસારી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં ટ્રક માલિકો ધોલાઈ, બીગરી તરફની મનોજ ઓડ, હરીશ ઓડ અને એક મંડળીની લીઝના રેતીના સ્ટોક રજીસ્ટ્રેશનમાંથી ત્રણ વર્ષોથી રેતી ભરતા હતા, પણ અન્ય જિલ્લાની લીઝોની રોયલ્ટી આપતા, ખાણ ખનીજ વિભાગ પકડે તો મોટો દંડ ભરવા પડે એવી સ્થિતિ છે. જેથી બાજુમાં કિશોર પ્રોજેક્ટની લિઝના સ્ટોકમાંથી રેતી ભરતા ટ્રકોને અટકાવતા રોજી રોટી બંધ થઈ છે. જેથી ખાણ ખનીજ વિભાગ સમગ્ર મુદ્દે સ્થાનિક મરીન પોલીસને લેખિતમાં વહનની મંજૂરી આપે તેમજ કલેકટર દ્વારા જિલ્લા પોલીસ વડાને પણ જાણ કરવામાં આવે અને બંધ પડલી ટ્રકો ફરી શરૂ કરવામાં આવે એવી માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version