અપરાધ

વિદેશી દારૂની હેરાફેરીમાં ત્રણ વર્ષોથી વોન્ટેડ આરોપીની ધરપકડ

Published

on

મોહનપુરનો વિકાસ નવસારી અને વલસાડ જિલ્લામાં 6 ગુનાઓમાં હતો વોન્ટેડ

નવસારી : ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં રોજના લાખો રૂપિયાનો વિદેશી દારૂ વલસાડ અને નવસારી જિલ્લામાંથી થઇ રાજ્યમાં ઘુસાડવામાં આવે છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરીના 6 ગુનાઓમાં ત્રણ વર્ષોથી વોન્ટેડ આરોપીને ગણદેવી પોલીસે બાતમીને આધારે અમલસાડથી પકડી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, નવસારીના ગણદેવી પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એ. આર. સૂર્યવંશી પોતાની ટીમ સાથે ગણદેવી વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓને પકડવા પેટ્રોલિંગમાં હતા. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, વિદેશી દારૂની હેરાફેરીમાં રીઢો આરોપી અને નવસારીના ગણદેવી તાલુકાના મોહનપુર ગામે રહેતો 28 વર્ષીય વિકાસ શંકર પટેલ અમલસાડ ખાતે ગાંધીનગર જવાના નાકા ઉપર કાળી ટીશર્ટ અને કાળી પેન્ટ પહેરીને ઉભો છે. જેથી પોલીસ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી વિકાસ પટેલ સામે નવસારીના ગણદેવી પોલીસ મથકે 1 અને જલાલપોર પોલીસ મથકે 1, જયારે વલસાડ પોલીસ મથકે 2, વાપી ટાઉન પોલીસ મથકે 1 અને ડુંગરી પોલીસ મથકે 1 મળી કુલ 5 ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપી વિકાસની ધરપકડ કરી આગળની તપાસને વેગ આપ્યો છે.

Click to comment

Trending

Exit mobile version